સીબીઆઈના આ પ્રશ્નોમાં અટવાઈ રિયા ચક્રવર્તી, ગોળ-ગોળ જવાબ આપવાનો કર્યો પ્રયાસ

Uncategorized
  • અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં સીબીઆઈ દ્વારા આજે પણ રિયા ચક્રવર્તીની પૂછપરછ કરવામાં આવી રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર રવિવારે સીબીઆઈએ સુશાંતને આપવામાં આવતી તબીબી સારવાર અને દવાઓ સંબંધિત ચેટ અંગે રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી હતી. જેનો જવાબ રિયા યોગ્ય રીતે આપી શકી નહીં. તેથી આજે પણ સીબીઆઈ રિયાને આ જ સવાલ પૂછી રહી છે. આજે રિયા તેના ભાઈ સાથે સવારે 10:15 વાગ્યે ડીઆરડીઓ ગેસ્ટહાઉસ પહોંચી હતી.
  • આ પ્રશ્નોના ન આપી શકી જવાબ

  • સીબીઆઈના એક સૂત્ર અનુસાર, રિયા સાથે સુશાંતના ક્રેડિટ કાર્ડ અને તબીબી સારવાર દરમિયાન થતા ખર્ચ અંગે પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ રિયાએ આ પ્રશ્નોના યોગ્ય જવાબ આપ્યા ન હતા અને દવાઓ વિશે પૂછતાં રિયાએ ગોળ-ગોળ જવાબો આપવાનું શરૂ કરી દીધું હતું. તે જ સમયે, જ્યારે સીબીઆઈએ સુશાંતની સમસ્યાઓ અને ડ્રગ ચેટ વિશે રિયાને પૂછ્યું, ત્યારે તે આરામદાયક મહેસૂસ કરી શકી નહીં. જણાવી દઈએ કે રિયા સાથે સીબીઆઈ એ શુક્રવારે 10 કલાક, શનિવારે 7 કલાક અને રવિવારે 9 કલાક પૂછપરછ કરી હતી. તે જ સમયે આજે સીબીઆઈની ટીમ ફરી એકવાર રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી રહી છે.

  • રિયા ઉપરાંત સીબીઆઈની ટીમે આજે સુશાંતની બહેન મીતુ સિંહની પણ પૂછપરછ કરી છે. હકીકતમાં સુશાંતની બહેન મીતુ, પ્રિયંકા અને પ્રિયંકાના પતિ સિદ્ધાર્થને પણ સીબીઆઈ દ્વારા સમન અપવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે સીબીઆઈ મીતુ સિંહ અને રિયા ચક્રવર્તીને સામ-સામે બેસાડીને પૂછપરછ કરી રહી છે. ખરેખર જ્યારે રિયા 8 જૂનના રોજ સુશાંતના ઘરેથી નીકળી ગઈ હતી. તો મીતુ સુશાંત સાથે રહેવા આવી હતી. મીતુ 12 જૂન સુધી સુશાંત સાથે હતી.તે જ સમયે મિતુના ગયાના કેટલાક દિવસો પછી જ સુશાંતનું અવસાન થયું હતું. આવી સ્થિતિમાં સીબીઆઈ મીતુને આ પ્રશ્ન કરી શકે છે કે સુશાંતે મિતુ સાથે શું વાત કરી હતી અને સુશાંતની તબિયત તે સમયે કેવી હતી.

Leave a Reply

Your email address will not be published.