સાંજે આ કામ કરવાથી નારાજ થાય છે દેવી લક્ષ્મી, થાય છે આ નુકસાન

ધાર્મિક
  • ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માતાની પૂજા કરવામાં આવે છે. દિવાળી પર પણ લોકો લક્ષ્મીજીના આગમનના એક મહિના પહેલા જ ઘરની સફાઇ કરવાનું શરૂ કરે છે. મા લક્ષ્મી તેમના ભક્તોથી પ્રસન્ન થાય છે અને તેમને સંપત્તિ અને વૈભવના આશીર્વાદ આપે છે. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિથી દેવી લક્ષ્મી પ્રસન્ન નથી થતા તેને પૈસાના અભાવનો સામનો કરવો પડે છે.
  • એવી કેટલીક માન્યતાઓ છે જેમાં એવું કહેવામાં આવે છે કે સાંજે અથવા રાત્રે આ કાર્યો કરવાથી લક્ષ્મી નારાજ થાય છે. તેથી આપણે આ વસ્તુઓ ન કરવી જોઈએ. ચાલો જાણીએ આ કાર્યો વિશે.

  • એવું કહેવામાં આવે છે કે સાંજે અથવા રાત્રે દૂધ અથવા દહીં કોઈને પણ આપવું જોઈએ નહિ. આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે સાંજે તમે તેને બહારથી ખરીદીને ઘરે લાવી શકો છો, પરંતુ તેને ઘરની બહાર કોઈને ન આપો. આમ કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે.

  • જેમ તમે સવારે પૂજા કરતા પહેલા ઘરમાં સાફ-સફાઈ કરો છો, તે જ રીતે, સાંજે પણ સૂર્યાસ્ત થતા પહેલાં ઘરમાં સાફ-સફાઈ કરો. સાંજે પણ ઘરમાં સ્વચ્છતા રાખો. ખાસ કરીને મુખ્ય દરવાજા પર ક્યારેય ગંદકી ન રાખો.

  • રાત્રે રસોડામાં સફાઈ કર્યા પછી જ સૂવું જોઈએ. રાત્રે ઘરમાં એઠા વાસણો બિલકુલ ન રાખો. આ વાતનું ધ્યાન રાખો કે રસોડું સંપૂર્ણપણે સ્વચ્છ હોવું જોઈએ.
  • માતા લક્ષ્મીની કૃપાથી આપણને અન્નની પણ પ્રાપ્તિ થાય છે. તેથી, ક્યારેય અન્નનો અનાદર ન કરો. આ ઉપરાંત ક્યારેય પણ થાળીમાં અન્ન વધારવું જોઈએ નહિં, તેનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. જેના કારણે જીવનમાં ધન-સંપત્તિનું નુકસાન થાય છે.

  • આ સાથે એવું પણ કહેવામાં આવે છે કે જે ઘરમાં મહિલાઓનું અપમાન કરવામાં આવે છે ત્યાં લક્ષ્મીજી ક્યારેય વાસ નથી કરતી. તેથી, સ્ત્રીઓને હંમેશા માન આપવું જોઈએ. આ ઉપરાંત ઘરમાં મીઠાઇ બનાવીને માતા લક્ષ્મીજીને ભોગ લગાવવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published.