સલમાન ખાનના શો બિગ બોસમાં સ્પર્ધક તરીકે જોવા મળશે આ 7 સેલેબ્સ, આ નામોનો થયો ખુલાસો

Uncategorized
  • ટીવીનો સૌથી વિવાદિત અને દર્શકોનો પ્રિય શો બિગ બોસ ફરી એકવાર નવી સીઝન સાથે ટીવીની દુનિયામાં પરત ફરી રહ્યો છે. અત્યાર સુધીમાં આ શોની 13 સીઝન આવી છે અને આ બધી સીઝનને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. શોની 13 મી સીઝનનો વિજેતા હતો ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લા, જેની રમવાની શૈલીને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે ચાહકો તેની આગળની સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.જોકે કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે સિઝન શરૂ થવામાં થોડો સમય લાગ્યો છે, પરંતુ હવે ટૂંક સમયમાં જ શો દર્શકોની સામે આવશે. આ સાથે, શોમાં જોડાતા સ્પર્ધકોનો પણ ખુલાસો થયો છે. ચાલો જાણીએ કે આ શોમાં કયા નવા ચહેરાઓ જોવા મળશે.

  • આ 7 સેલેબ્સ થશે બિગ-બોસ 14 માં શામેલ
  • જણાવી દઈએ કે બિગ બોસ 14 ના સ્પર્ધક વિશે એવા અહેવાલો છે કે શોમાં અભિનેત્રી નિયા શર્મા, જાસ્મિન ભસીન, અલી ગોની અને નૈના સિંહ જેવા સ્ટાર્સ જોવા મળી શકે છે. જોકે, જો કોઈ રિપોર્ટની વાત માનવામાં આવે તો, આ શોમાં ઉપસ્થિત 7 સ્પર્ધકોના નામ બહાર આવ્યા છે. તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે અભિનેત્રી નૈના સિંહ બિગ બોસની 14 મી સીઝનમાં જોવા મળી શકે છે. જોકે તેણે આ બાબતોને નકારી હતી. ત્યારે એક રિપોર્ટનું માનીએ તો તે દર્શકો માટે સરપ્રાઈજ રાખવા ઇચ્છે છે અને શોમાં જોવા મળી શકે છે.

  • બીજી તરફ, નૈના સિંહ સિવાય, જે સ્ટાર્સના નામ બહાર આવી રહ્યા છે તેમાં જાસ્મિન ભસીન, નિશાંતસિંહ મલકાણી, શગુન પાંડે, પવિત્ર પુનિયા, કુમાર જાનુ, સારા ગુરપાલનો સમાવેશ છે. જણાવી દઈએ કે આ શોમાં અત્યાર સુધીમાં ઘણા પ્રખ્યાત ચહેરાઓ શામેલ થઈ ચુક્યા છે અને તેમની લડાઇઓએ ચાહકોને ખૂબ જ મનોરંજન કરાવ્યું છે.

  • આ સિઝનમાં જોવા મળશે આ પરિવર્તન
  • નોંધપાત્ર વાત એ છે કે લોકડાઉન પછી દર્શકોને નવી સિરિયલો જોવા મળતી ન હતી. આવી સ્થિતિમાં બિગ બોસના આગમનના સમાચારથી ચાહકોના ચહેરા પર ખુશી છવાઈ છે. જણાવી દઈએ  કે શોમાં અગાઉની સીઝનની તુલનામાં ઘણા ફેરફારો પણ જોવા મળશે. શોના નજીકના એક સ્ત્રોથિ ખબર પડી છે કે આ વખતે શોમાં ભાગ લેનારા સ્પર્ધકોને શોપિંગ મોલ, રેસ્ટોરેંટ, એક નાનું થિયેટર જેવી સુવિધા આપવામાં આવશે. આવી સુવિધાઓ પહેલાની સીઝનમાં આપવામાં આવતી નહોતી.

  • ખરેખર, આ પરિવર્તનો એટલા માટે લાવવામાં આવ્યા છે કારણ કે આ લોકડાઉનમાં લોકોએ ખરીદી કરવાનો, બહાર જમવા જવાનો અને થિયેટરનો આનંદ લીધો નથી. આ કારણોસર, આ નિર્ણય લેવામાં આવ્યો છે કે આ નવી સીઝનમાં ભાગ લેનાર સ્પર્ધકને બિગ બોસના ઘરમાં આ સુવિધાઓ મળશે. જો કે, તેનો ઉપયોગ કરવા માટે, સ્પર્ધકોને કેટલાક ટાસ્ક પૂર્ણ કરવા પડશે. આ તમામ સુવિધાઓ લક્ઝરી ટાસ્ક પૂર્ણ કરનારા સ્પર્ધકોને આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.