શુભ કાર્યમાં પતિની ડાબી બાજુ જ શા માટે બેસે છે પત્ની, જાણો તેની પાછળનું રહસ્ય

Uncategorized
 • મોટેભાગે તમે જોયું કે સાંભળ્યું હશે કે લગ્ન દરમિયાન પત્નીએ પતિની ડાબી બાજુએ જ બેસવું જોઈએ. પત્નીને પતિનો વામાંગ માનવામાં આવે છે. વડીલો પણ ઘણીવાર પત્નીને પતિની ડાબી બાજુ બેસવાનું કહેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો  તેનું વાસ્તવિક કારણ? જો નહીં, તો ચાલો તમને તેની પાછળનું વાસ્તવિક કારણ જણાવીએ…
 • ખરેખર એવું માનવામાં આવે છે કે બ્રહ્માંડના સર્જક બ્રહ્માજીની જમણી પાંખથી પુરુષ અને ડાબી પાંખથી સ્ત્રીની ઉત્પત્તિ થઈ છે. આ જ કારણથી સ્ત્રીને વામાંગી કહેવામાં આવે છે, આ જ કારણ છે કે લગ્ન દરમિયાન અને લગ્ન પછીના દરેક ધાર્મિક કાર્યોમાં સ્ત્રી પુરુષની ડાબી બાજુ બેસે છે.

 • પત્ની શા માટે બેસે છે પતિની ડાબી બાજુ?

 • નોંધપાત્ર વાત એ છે કે, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સ્ત્રીઓના ડાબા અને પુરુષોના જમણા ભાગને હંમેશાં શુભ માનવામાં આવે છે. આ કારણોસર, લગ્ન દરમિયાન પત્નીને હંમેશાં પતિની ડાબી બાજુ બેસાડવામાં આવે છે.
 • પત્ની ક્યારે બેસે છે જમણી બાજુ ?
 • અહીં બીજી એક વાત ધ્યાનમાં લેવાની એ છે કે જ્યારે પુરુષ પ્રધાન ધાર્મિક કાર્યો પૂર્ણ કરવામાં આવે છે, તો તે સમયે પત્નીને પતિની જમણી બાજુ બેસવા માટે કહેવામાં આવે છે. જ્યારે સ્ત્રી પ્રધાન કાર્યોમાં પત્નીને પતિની ડાબી બાજુ બેસાડવામાં આવે છે. જણાવી દઈએ કે લગ્ન એ સ્ત્રીનું પ્રધાન કાર્ય છે.
 • પત્ની ક્યારે બેસે છે ડાબી બાજુ?
 • સંસ્કાર ગણપતિમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, પત્ની પ્રધાન ધાર્મિક કાર્યો ઉપરાંત શયન, ભોજન અને સેવામાં રોકાયેલી પત્નીઓએ હંમેશા પતિની ડાબી બાજુએ રહેવી જોઈએ.

 • સિંદુરદાન સમયે કઈ બાજુ બેસવુ પત્નીએ?

 • એવું માનવામાં આવે છે કે સાંસારિક કાર્યો એટલે કે જે ક્રિયાઓ વૈશ્વિક છે, ઉદાહરણ તરીકે આશીર્વાદ અને બ્રાહ્નણના પગ સ્પર્શ કરતી વખતે પણ પત્નીએ ડાબી બાજુએ રહેવું જોઈએ.
 • શું છે જમણી-ડાબી બાજું ચક્કર?
 • ઘણી જગ્યાએ તમે ભગવાન શિવની અર્ધનારીશ્વર મૂર્તિઓને જોઇ હશે, હકીકતમાં એવું માનવામાં આવે છે કે ભગવાન શિવના ડાબા ભાગથી સ્ત્રીની ઉત્પત્તિ થઈ છે. આ સિવાય ભગવાન શિવની આ મૂર્તિ એ વાતનું પણ પ્રતીક છે કે સ્ત્રી પુરુષ વિના અધૂરી છે અને પુરુષ સ્ત્રી વિના અધૂરો છે.
 • ભગવાન શિવ થયા હતા ગુસ્સે

 • શિવપુરાણમાં આ વાતનો ઉલ્લેખ છે કે જ્યારે ભગવાન શ્રી રામને 14 વર્ષનો વનવાસ મળ્યો હતો, ત્યારે દેવી સતીએ માતા સીતાનું સ્વરૂપ ધારણ કરીને ભગવાન રામની પરીક્ષા લીધી હતી. જો કે ભગવાન રામે દેવીને ઓળખી લીધા અને  પરીક્ષામાં પાસ થયા, પરંતુ જ્યારે દેવી કૈલાશ પરત આવે છે ત્યારે ભગવાન શિવ તેમનાથી નારાજ થાય છે. તેઓ કહે છે કે તમે મારા આદરણીય અને આરાધ્ય દેવની કસોટી કરીને તેમનું અપમાન કર્યું છે અને આમ કરીને તમે વામાંગી હોવાનો અધિકાર ગુમાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.