શુક્રવારે ન કરવું જોઈએ આ કામ, માતા લક્ષ્મી થાય છે ગુસ્સે

Uncategorized
  • શુક્રવાર મા વૈભવ લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે લોકો વૈભવલક્ષ્મીનું વ્રત પણ રાખે છે. એવું માનવામાં આવે છે કે જે લોકો શુક્રવારે નિયમિત રીતે માં લક્ષ્મીની પૂજા કરે છે, તેમના ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે. આ દિવસે લક્ષ્મીજીની પૂજા કરવાથી પૈસાથી સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. શુક્રવાર શુક્ર ગ્રહનો દિવસ પણ માનવામાં આવે છે. અને શુક્ર ગ્રહને પણ ભૌતિક સુખનું પરિબળ માનવામાં આવે છે.

 

  • શુક્રવારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. ચાલો જાણીએ શુક્રવારે ક્યા કાર્યો ન કરવા જોઈએ.

  • મહિલાઓને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. શુક્રવારે કે અન્ય દિવસે કોઈ પણ સ્ત્રી કે દીકરીનું અપમાન ન કરવું જોઈએ.કોઈ કિન્નરનું અપમાન તો ભૂલથી પણ ન કરવું જોઈએ. જ્યાં મહિલાઓનું સન્માન કરવામાં આવતું નથી ત્યાં લક્ષ્મી ક્યારેય વાસ કરતી નથી. આવા ઘરમાં હંમેશા ગરીબીનો વાસ હોય છે.

  • શુક્રવારે કોઈ પાસેથી પૈસા લેવા અથવા કોઈને પૈસા આપવા તે સારું માનવામાં આવતું નથી. આ દિવસે આપેલા પૈસા પાછા મેળવવા ખૂબ મુશ્કેલ છે.સાથે સંબંધોમાં કડવાશ પણ આવે છે.
  • શુક્રવારે સાત્વિક ખોરાક લેવો જોઈએ. માંસ અને દારૂ નું સેવાન ભૂલથી પણ ન કરવું જોઇએ. જો શક્ય હોય તો, આ દિવસે ઘરે કંઇક મીઠુ બનાવવું જોઈએ, અને મા લક્ષ્મીને અર્પણ કરવું જોઈએ.

  • જ્યોતિષ શાસ્ત્ર મુજબ શુક્ર ગ્રહને ભૌતિક સુખનો સ્વામી માનવામાં આવે છે, અને ખાંડનો સંબંધ શુક્ર ગ્રહ અને ચંદ્ર બંને સાથે છે, તેથી શુક્રવારે કોઈને પણ ખાંડ ન આપવી જોઈએ. તેનાથી શુક્ર ગ્રહ નબળો બને છે. જેના કારણે સુખ-સુવિધાઓમાં ઘટાડો થાય છે, અને તમારી આર્થિક સ્થિતિ બગડે છે.

  • શુક્રવારે ઝઘડો કરવો જોઈએ નહીં, અથવા કોઈને અપશબ્દો કહેવા જોઈએ નહીં. તેનાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે. પૈસાનો બગાડ વધે છે, અને ઘરમાં ગરીબીનો વાસ થાય છે.

Leave a Reply

Your email address will not be published.