શા માટે શ્રી કૃષ્ણએ મહાભારતના યુદ્ધ માટે કુરુક્ષેત્રની પસંદગી કરી?જાણો તેનું રહસ્ય

ધાર્મિક
  • આ વાત તો તમને જરૂર ખબર હશે કે મહાભારતના યુદ્ધ સમયે શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. પરંતુ આજે પણ મહાભારતના યુદ્ધ સાથે જોડાયેલા આવા ઘણા રહસ્યો છે, જેના વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. આજે અમે આવા જ કેટલાક રહસ્યો જણાવવા જઈ રહ્યા છીએ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમાં જ કેમ થયું, શા માટે બીજે ક્યાંય નહીં?

  • મહાભારતનું યુદ્ધ વિશ્વનું સૌથી ભયંકર યુદ્ધ હતું. કૌરવો અને પાંડવો વચ્ચેના આ યુદ્ધમાં બંને પક્ષના કરોડો યોદ્ધા માર્યા ગયા હતા. મહાભારતનાં યુદ્ધ પૂર્વે, ન તો આ પ્રકારનું યુદ્ધ કદી થયું હતું કે ન તો યુદ્ધ થવાની સંભાવના છે.

  • કુરુક્ષેત્રની ભૂમિને મહાભારતના યુદ્ધ માટે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા પસંદ કરવામાં આવી હતી, પરંતુ તેમણે કુરુક્ષેત્રને જ મહાભારતના યુદ્ધ માટે શા માટે પસંદ કર્યુ, તેની પાછળ એક ઉંડુ રહસ્ય છે. શાસ્ત્રો અનુસાર, જ્યારે મહાભારતનું યુદ્ધ નક્કી થયું, ત્યારે તેના માટે જમીનની શોધખોળ શરૂ થઈ. ભગવાન શ્રીકૃષ્ણ આ યુદ્ધ દ્વારા પૃથ્વી પર વધતા પાપોને નાબૂદ કરવા ઇચ્છતા હતા અને ધર્મની સ્થાપના કરવા ઇચ્છતા હતા.

  • માન્યતાઓ અનુસાર, મહાભારત યુદ્ધ પહેલાં, કૃષ્ણને આ વાતનો ડર હતો કે ભાઇ-ભાઈઓ ને,ગુરુ-શિષ્યો ને અને સગા-સબંધીઓ ને યુદ્ધમાં મરતા જોઈને કૌરવો અને પાંડવો કરાર ન કરી લે. આ કારણોસર, તેઓએ યુદ્ધ માટે એવી જમીન પસંદ કરવાનું નક્કી કર્યું, જ્યાં ક્રોધ અને દ્વેષ પૂરતા પ્રમાણમાં હોય. શ્રી કૃષ્ણએ આ કાર્ય માટે તેમના સંદેશવાહકોને બધી દિશામાં મોકલ્યા અને તેમને ત્યાંની ઘટનાઓની તપાસ લેવાનું કહ્યું.

  • સંદેશવાહકોએ બધી ઘટનાઓની તપાસ લીધી અને ભગવાન કૃષ્ણને એક પછી એક તેના વિશે જણાવ્યું. એક સંદેશવાહકે એક ઘટના વિશે જણાવ્યું કે કુરુક્ષેત્રમાં એક મોટા ભાઈએ તેના નાના ભાઈને ખેતરની પાર તૂટી જતા વહેતા વરસાદી પાણીને રોકવાનું કહ્યું હતું, પરંતુ તેણે આમ કરવાનો ઇનકાર કર્યો હતો.આ સમયે મોટા ભાઈએ ગુસ્સે ભરાઇને નાના ભાઈને છરી વડે મારી નાખ્યો અને લાશને ખેંચીને ત્યાં લઈ ગયો જ્યાંથી પાણી નીકળતું હતું અને ત્યા તેની લાશને પાણીને રોકવા માટે મૂકી દીધી.

  • શ્રીકૃષ્ણએ જ્યારે આ સાચી ઘટના વિશે સાંભળ્યું, ત્યારે તેમણે નિર્ણય કર્યો કે આ ભૂમિ ભાઈ-ભાઇ, ગુરુ-શિષ્ય અને સગા-સંબંધીઓના યુદ્ધ માટે સંપૂર્ણ યોગ્ય છે. કુરુક્ષેત્રની ભૂમિ પર, ભગવાન શ્રીકૃષ્ણ એકદમ નિશ્ચિત થઈ ગયા કે અહીં ભાઈઓના યુદ્ધમાં એકબીજા પ્રત્યે પ્રેમ ઉત્પન નહીં થાય. આ પછી, તેમણે કુરુક્ષેત્રમાં મહાભારતનું યુદ્ધ કરવાનું એલાન કર્યું.

Leave a Reply

Your email address will not be published.