શા માટે દર 3 વર્ષે ઇન્ડોનેશિયામાં કબરોમાંથી બહાર કાઢવામાં આવે છે લાશ?

Uncategorized
  • દુનિયાના વિવિધ પ્રદેશોમાં લોકો અનેક પ્રકારના રીત-રિવાજોનું પાલન કરે છે અને વિચિત્ર રીતે ઉજવણી કરે છે, પરંતુ આજે અમે તમને એક એવા તહેવાર વિશે જણાવીશું જે લાશ સાથે ઉજવવામાં આવે છે.જી હા, આ તહેવાર વિશે જાણીને તમને થોડું વિચિત્ર જરૂર લાગશે, પરંતુ આ એકદમ સાચું છે. ઇન્ડોનેશિયાની એક ખાસ જાતિ આ તહેવારની ઉજવણી કરે છે, જેને મા’નેને ફેસ્ટિવલ તરીકે ઓળખવામાં આવે છે.

  • મા’નેને ફેસ્ટિવલની શરૂઆત લગભગ 100 વર્ષ પહેલાં થઈ હતી.તેની ઉજવણી પાછળ બરપ્પુ ગામના લોકો ખૂબ જ રોમાંચક સ્ટોરી કહે છે. લોકો મુજબ, સો વર્ષ પહેલાં ગામમાં ટોરાજન જાતિનો એક શિકારી જંગલમાં શિકાર માટે ગયો હતો. પોંગ રુમાસેક નામના આ શિકારીને જંગલમાં એક લાશ જોવા મળી.સડી ગયેલી લાશ જોતા રૂમાશેક અટકી ગયો. તેણે લાશને કપડા પહેરાવીને લાશની અંતિમ વિધિ કરી.

  • આ ઘટના પછી જ રુમાસેકનું જીવન બદલાઈ ગયું અને તેની દુર્દશા પણ સમાપ્ત થઈ ગઈ. ત્યારથી જ,ટોરાજન જાતિના લોકોમાં તેના પૂર્વજોની લાશોને સજાવવાનો રિવાજ શરૂ થયો. એવું માનવામાં આવે છે કે લાશની સંભાળ રાખવાથી પૂર્વજોની આત્મા આશીર્વાદ આપે છે.

 

  • આ તહેવારની ઉજવણીની શરૂઆત કોઈના મૃત્યુ પછી જ થાય છે. પરિવારના સભ્યના મૃત્યુ પછી, તેમને એક જ દિવસમાં દફનાવવામાં આવતા નથી અને ઘણા દિવસો સુધી ઉત્સવ ઉજવવામાં આવે છે. આ બધી વસ્તુઓ મૃત વ્યક્તિની ખુશી માટે કરવામાં આવે છે અને તેને આગળની મુસાફરી માટે તૈયાર કરવામાં આવે છે. આ મુસાફરીને પુઆ કહેવામાં આવે છે. આ તહેવાર દરમિયાન, પરિવારના સભ્યો બળદ અને ભેંસ જેવા પ્રાણીઓને મારી નાખે છે અને તેમના શિંગડાથી મૃતકોના ઘરને સજાવે છે.એવું માનવામાં આવે છે કે તેના ઘરમાં જેટલા શિંગડા લગાડવામાં આવે છે, આગળની મુસાફરીમાં તેને તેટલું જ સન્માન મળશે.

  • પછી,લોકો મૃતકને જમીનમાં દફનાવવાને બદલે, લાકડાની શબપેટીઓમાં બંધ કરીને તેમને ગુફામાં રાખે છે. જો 10 વર્ષથી ઓછી વયના બાળકનું મૃત્યુ થાય છે, તો તેને ઝાડના થડમાં મૂકવામાં આવે છે. મૃતકના શરીરને ઘણા દિવસો સુધી સુરક્ષિત રાખવા માટે ઘણાં પ્રકારનાં કપડાંમાં લપેટવામાં આવે છે. મૃતકને ફક્ત કપડા જ નહીં પણ ફેશનેબલ વસ્તુઓ પણ પહેરાવામાં આવે છે.તૈયાર કર્યા પછી, લોકો મૃતકને લાકડાની શબપેટીમાં લોક કરીને તેને પર્વતની ગુફામાં રાખે છે.સાથે લાકડાનું એક પુતળું તેની રક્ષા કરવા માટે રાખવામાં આવે છે, જેને તાઉ-તાઉ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શબપેટીની અંદર રાખેલું શરીર મૃત નથી, પરંતુ બીમાર છે અને જ્યાં સુધી તે સૂઈ રહે છે,ત્યાં સુધી તેને સુરક્ષાની જરૂર રહેશે.

  • દર 3 વર્ષે, લાશોને ફરીથી બહાર કાઢવામાં આવે છે અને તેને ફરીથી નવા કપડા પહેરાવીને તૈયાર કરવામાં આવે છે. આટલું જ નહીં, લોકો લાશો સાથે બેસીને જમે પણ છે.લાશો માંથી ઉતારેલા કપડાંને પરિવારના સભ્યો પહેરે પણ છે. ઘણા વર્ષો પછી, જ્યારે લાશ હાડકાંમાં ફેરવાય છે, ત્યારે તેને જમીનમાં દફનાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.