કેટલીક વાર દરેક પ્રયત્નો કર્યા પછી પણ આપણે કોઈ પણ કાર્યમાં સફળ થઈ શકતા નથી, સખત મહેનત કર્યા પછી પણ તેનું પૂર્ણ ફળ મળતું નથી. તેની પાછળ ઘણાં કારણો હોય છે જેમ કે નસીબનું સાથ ન આપવું, ગ્રહોની દૃષ્ટિ યોગ્ય ન હોવી વગેરે ઘણા કારણોસર આપણને સફળતા નથી મળતી, કુટુંબમાં વિવાદની સ્થિતિ પણ બને છે, દરેક વ્યક્તિ પ્રયાસ કરે છે કે ઘરની સુખ-શાંતિ બની રહે.જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિવારે કેટલાક ઉપાય કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ સાથે નસીબ પણ સાથ આપશે. અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે.જાણીએ શનિવારના ઉપાય
શનિવારે એક લોખંડનું વાસણ લઈને, તેમાં પાણી, ગોળ, તલ, ઘી અને દૂધ મિક્સ કરો, ત્યારબાદ તે પાણીને પીપળના વૃક્ષના મૂળમાં નાખો. આ ઉપાય 40 દિવસ સુધી કરવો જોઈએ, એવું કહેવામાં આવે છે કે આ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને માતા લક્ષ્મી નિવાસ કરે છે.
જો તમારી કુંડળીમાં રાહુ-કેતુની સ્થિતિ ખરાબ છે, અને તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, તો શનિવારે, કાળા પથ્થરને તલના તેલમાં ડૂબાડીને 7 વાર પોતાની ઉપરથી ઉતારીને તે પથ્થરને આગમાં નાખો, અને જ્યારે આગ બુઝાઈ જાય,તો ઠંડો થાય પછી તે પથ્થરને સુકા કૂવામાં નાખો, એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ગ્રહો શાંત રહે છે.
જો તમારે દેણામાંથી છૂટકારો મેળવવો હોય તો શિવલિંગ પર આ મંત્ર બોલતા મસૂરની દાળ અર્પણ કરો.
‘ૐ ઋણ મુક્તેશ્વર મહાદેવાય નમઃ’આ મંત્ર બોલો
આ ઉપાય શનિવાર અને મંગળવારે કરો. આ કરવાથી, દેણાથી મુક્તિ મળે છે અને તમારી આર્થિક સ્થિતિ સુધરે છે.
કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવા માટે, સખત મહેનત સાથે નસીબદાર હોવું પણ જરૂરી છે. શનિવારે કપૂર તેલના થોડા ટીપા પાણીમાં મિક્સ કરીને સ્નાન કરો.તેનાથી નસીબદાર બનો છો. અને તમે દિવસભર તાજગી અનુભવો છો, જેથી તમે તમારું કાર્ય બરાબર કરી શકો.