વિશ્વ અંગદાન દિવસ: આ 7 સ્ટાર્સ મૃત્યુ પછી કરશે તેમના અંગોનું દાન…

મનોરંજન
 • બોલીવુડ સ્ટાર્સ ફિલ્મો કરીને કેટલું કમાય છે તે દરેકને ખબર છે. આપણે તેની શાહી અને વૈભવી જીવનશૈલી પણ ઘણી વાર જોઇ છે. પરંતુ શું તમે જાણો છો કે બોલિવૂડના આ સ્ટાર્સ તેમના અંગત ખર્ચ સિવાય જરૂરીયાતમંદ લોકોને મદદ કરવા માટે પણ તેમના પૈસા ખર્ચ કરે છે.અત્યારે કોરોના મહામારીમાં જ તેમણે ઘણા લોકોને આર્થિક મદદ કરી હતી. આ લોકો ઘણી એનજીઓ સાથે પણ સંકળાયેલા છે, જેના દ્વારા યોગ્ય લોકો સુધી સહાય પહોંચી શકે.
 • તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમાંથી કેટલાક બોલીવુડ સ્ટાર્સ એવા પણ છે જેમણે મૃત્યુ પછી પણ જરૂરતમંદોને મદદ કરવાનું વચન આપ્યું છે. તેઓ આ સહાય દાન કરીને કરશે. અંગ દાન માટેના વચનનો અર્થ એ છે કે તમારા મૃત્યુ પછી, તમે પહેલાથી જ જે અંગનો નિર્ણય લીધો છે તે જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવામાં આવશે. આ ખૂબ જ ઉમદા કાર્ય છે.તેનાથી કોઈ વ્યક્તિના જીવનમાં મોટુ પરિવર્તન આવી શકે છે. આજે (13 ઓગસ્ટ) વિશ્વ દાન દિવસ છે. આવી સ્થિતિમાં, અમે તમને એવા બોલિવૂડ સ્ટાર્સ સાથે પરિચય આપવા જઈ રહ્યા છીએ જેમણે તેમના મૃત્યુ પછી તેમના અંગોનું દાન આપવાનું વચન આપ્યું છે.
 • એશ્વર્યા રાય બચ્ચન

 • મિસ વર્લ્ડનો તાજ પોતાના નામે કરી ચુકેલી એશ્વર્યા રાયની સુંદરતાના જેટલા વખાણ થાય તેટલા ઓચા છે. તેની ભૂરી અને સુંદર આંખો સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. એશ્વર્યાએ તેની આંખોનું દાન કરવાનું વચન આપ્યું છે. થોડા વર્ષો પહેલા તેણે  જણાવ્યું હતુ કે મારા મૃત્યુ પછી મારી આંખોનું દાન કરવામાં આવશે.
 • પ્રિયંકા ચોપડા

 • પ્રિયંકા ચોપડા અંગદાન કરવામાં સૌથી આગળ નીકળી. તેમણે કહ્યું કે મારા મૃત્યુપછી મારા શરીરના તમામ અંગોનું દાન કરવામાં આવશે. એકવાર ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે અંગદાનનીનુ મહત્વ શું છે તે હું સારી રીતે જાણુ છે. મારા પિતાને પણ તેની જરૂર પડી હતી. મારા મૃત્યુ પછી જો હું કોઈને મદદ કરી શકું તો તે સારી બાબત છે.
 • સલમાન ખાન

 • બોલિવૂડના દબંગ ખાને એટલે કે આપણા સલમાન ભાઈએ પણ મૃત્યુ પછી પોતાના અંગોનું દાન આપવાનું નક્કી કર્યું છે. તેઓ તેમના બોન મેરોનું દાન કરશે.
 • અમિતાભ બચ્ચન

 • બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને પણ તેમની પુત્રવધૂ એશ્વર્યા રાયની જેમ આંખોનું દાન કરવાનું વચન આપ્યું છે.
 • આમિર ખાન – કિરણ રાવ

 • બોલીવુડમાં સતત હિટ ફિલ્મો આપવા માટે જાણીતા, આમિર ખાને કિડની,લિવર, હૃદય, આંખો, ત્વચા અને હાડકા સહિતના બધા અવયવોનું દાન કરવાનું વચન આપ્યું છે જેનો ઉપયોગ તેના મૃત્યુ પછી કોઈ પણ વ્યક્તિ કરી શકે. આમિર સિવાય તેમની પત્ની કિરણ રાવે પણ અંગદાનનું વચન આપ્યું છે.
 • આર માધવન

 • ‘રહના હૈ તેરે દિલ મેં’ અને ‘3 ઇડિઅટ્સ’ ફેમ આર માધવે પણ તેમના મૃત્યુ પછી શરીરના તમામ અવયવોનું દાન કરવાનું વચન આપ્યું છે.
 • રાની મુખર્જી

 • એશ્વર્યા રાયની જેમ રાણી મુખર્જી પણ તેના મૃત્યુ પછી તેની સુંદર આંખોનું દાન કરવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published.