વિશ્વની 7 સૌથી વૈભવી જેલો, જ્યાં મળે છે હોટેલ જેવી સુવિધાઓ…

समाचार
 • ચોરી, લૂંટ સહિતના અન્ય ગુનાઓ માટે દોષિતોને સજા આપવા માટે જેલમાં રાખવામાં આવે છે. જેલનું નામ લેતાની સાથે જ તમારી સામે કાળા પટ્ટાઓ,અંધારૂ, ખરાબ ખોરાક જેવી ચીજોનો દ્રશ્ય આવી જાય છે. કેટલીક જેલો સારી સુવિધાઓ માટે જાણીતી છે તો કેટલીક કેદીઓ પ્રત્યેની ક્રૂરતા માટે જાણીતી છે. આજે અમે તમને વિશ્વની સાત સૌથી વૈભવી જેલો વિશે જણાવીશું, જ્યાં કેદીઓને રહેવા માટે હોટલ જેવી  સુવિધા મળે છે.
 • નોર્વેની બેસ્ટોય જેલ

 • નોર્વેના બોસ્ટોય ટાપુ પર સ્થિત આ જેલમાં લગભગ 100 કેદીઓ રહે છે. આ જેલમાં રહેતા કેદીઓને ઘોડેસવારી, ફિશિંગ, ટેનિસ, સનબથિંગ,પ્રિજન કોમ્પ્લેક્સ જેવી સુવિધા મળે છે. આટલું જ નહીં, કેદીઓને ખેતી કરવા માટે ખેતર અને રહેવા માટે કુટીર જેવી સુવિધાઓ પણ આપવામાં આવે છે. આ જેલમાં રહેતા કેદીઓ ભૂલી જાય છે કે તેઓ જેલમાં છે.
 • સ્કોટલેન્ડની એચએમપી એટિવેલ

 • આ જેલમાં કેદીઓને સામાન્ય જીવન જીવવા અને સારી વ્યક્તિ બનાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવે છે. અહીં લગભગ 700 કેદીઓ રહે છે. આ જેલમાં રહેત કેદીઓને 40 અઠવાડિયા સુધી ઉત્પાદક કુશળતાની તાલીમ આપવામાં આવે છે.
 • ન્યુઝીલેન્ડની ઓટૈગો કરેક્શન્સ ફેસિલિટિ

 • ન્યુઝિલેન્ડની આ જેલમાં સુરક્ષાના ધોરણો ખૂબ કડક છે, પરંતુ કેદીઓના સુખ-સુવિધાઓ ની પણ કાળજી લેવામાં આવે છે. આ જેલમાં રહેતા કેદીઓને ખેતી, રસોઈ, લાઇટ એન્જિનિયરિંગ જેવા કામોમાં કુશળતાની તાલીમ આપવામાં આવે છે.
 • સ્પેનની ‘અરનઝુએઝ જેલ’

 • સ્પેનની ‘અરનઝુએઝ જેલ’ એ એક અનોખી જેલ છે, કારણ કે અહીં કેદીઓને તેમના પરિવાર સાથે રહેવાની છૂટ છે.સેલોની અંદર નાના બાળકો માટે દિવાલો પર કાર્ટૂન બનાવવામાં આવ્યા છે. ઉપરાંત, તેમના માટે શાળા અને રમતના મેદાનની પણ વ્યવસ્થા છે. ખરેખર, આની પાછળનું કારણ એ છે કે બાળકો તેમના માતાપિતા સાથે રહી શકે છે અને માતાપિતા પણ તેમને સંભાળવાનું શીખી શકે.અહિં આવા 32 સેલ છે જ્યાં કેદીઓ તેમના પરિવાર સાથે રહે છે.
 • ઑસ્ટ્રિયાની જસ્ટિસ સેંટર લાઈબેન

 • ઑસ્ટ્રિયાની દરેક જેલ કોઈ ફાઇવ સ્ટાર હોટલથી ઓછી નથી. સંપૂર્ણ રીતે કાચથી ઢંકાયેલ આ જેલનું નામ ‘જસ્ટિસ સેન્ટર લાઇબેન’ છે.અહિં જીમથી માંડીને સ્પોર્ટ્સ સેન્ટર અને કેદીઓ માટે ખાનગી લક્ઝરી રૂમ બનાવવામાં આવ્યા છે,જેમાં ટીવીથી માંડીને ફ્રીજ સુધી બધી જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ છે. 2004 માં બંધાયેલી આ જેલમાં કેદીઓ રાજા જેવું જીવન જીવે છે.
 • સ્વિટ્ઝરલેન્ડની ચેમ્પ-ડોલન જેલ

 • સ્વિટ્ઝરલેન્ડની આ જેલ એક સમયે કેદીઓની મોટી સંખ્યા  માટે ખૂબ બદનામ હતી. આજે આ જેલમાં કેદીઓ માટેના રૂમ કોઈ સારી હોટલથી ઓછા નથી. આ જેલમાં કેદીઓને વૈભવી સુવિધાઓ મળે છે.
 • જર્મનીની જેવીએ ફુઇસબટેલ જેલ

 • જર્મનીમાં હેમ્બર્ગ સ્થિત આ જેલમાં કેદીઓને બેડ,પ્રાઇવેટ શાવર અને ટોયલેટ જેવી સુવિધાઓ મળે છે. આ સાથે, કેદીઓને લોન્ડ્રી મશીન અને કોન્ફરન્સ રૂમ જેવી સુવિધાઓ પણ મળે છે.

Leave a Reply

Your email address will not be published.