વિરાટ થઈ રહ્યો છે સતત ભાવુક, પછી ધોનીને કહ્યું- તમે હંમેશા…

સમાચાર
  • ટીમ ઈન્ડિયાના હાલના કેપ્ટન વિરાટ કોહલી પૂર્વ કેપ્ટન અને સાથી ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તિ અંગે સતત ભાવુક થઈ રહ્યો છે. કોહલીએ ફરી એક વાર ધોનીને કહ્યું છે કે તમે હંમેશા મારા કેપ્ટન રહેશો. આ સાથે તેણે ધોની પાસેથી મળેલી ‘મિત્રતા અને વિશ્વાસ’ બદલ આભાર માન્યો છે.

  • બીસીસીઆઈના ટ્વિટર હેન્ડલ પર લગભગ એક મિનિટના વીડિયોમાં કોહલીએ કહ્યું હતું કે ધોનીની નિવૃત્તિ જીવનની કંઇક એ ક્ષણોમાંની એક છે જ્યારે તેના વિચારો વ્યક્ત કરવા માટે તેમની પાસે પૂરતા શબ્દો નથી. કોહલીએ કહ્યું, ‘જીવનમાં કેટલીકવાર શબ્દો ઓછા પડે છે અને મને લાગે છે કે આ તે એક ક્ષણ છે. હું બસ આટલું જ કહી શકું છું કે તમે હંમેશાં તે વ્યક્તિ રહેશો જે બસની છેલ્લી સીટ પર બેસે છે.

  • કોહલીએ ધોનીની જગ્યાએ કેપ્ટનશીપ સંભાળી હોવા છતાં, બંને વચ્ચે મીઠા સંબંધ રહ્યા અને બંને એકબીજાને ખૂબ માન આપે છે. કોહલીએ કહ્યું, “આપણી વચ્ચે ખૂબ જ સારી મિત્રતા અને પરસ્પર સમજ છે કારણ કે આપણે હંમેશાં સમાન ભૂમિકા, સમાન લક્ષ્ય માટે રમ્યા, જે ટીમને જીતાવવા માટે હતું.”

  • તેણે કહ્યું, ‘તમારા નેતૃત્વમાં તમારી સાથે રમવું આનંદિત રહ્યું. તમે મારા પર વિશ્વાસ દર્શાવ્યો છે, જેના માટે હું હંમેશાં તમારો આભારી રહીશ. મેં પહેલા પણ આ કહ્યું છે,અને આજે હું ફરીથી કહીશ, તમે હંમેશા મારા કેપ્ટન રહેશો.જણાવી દઇએ કે ધોનીએ શનિવારે ઇન્સ્ટાગ્રામ પર નિવૃત્તિ લેવાનો નિર્ણય જાહેર કર્યો હતો. જો કે, તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમવાનું ચાલુ રાખશે.

  • મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તિથી ભાવુક ટીમ ઈન્ડિયાના હાલના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું,”બધા ક્રિકેટરોને એક દિવસ તેમની મુસાફરી સમાપ્ત કરવાની હોય છે, પરંતુ જ્યારે તમે કોઈને આટલા નજીકથી જાણો છો અને ત્યારે તેઓ આ નિર્ણયની ઘોષણા કરે છે.તો તમે વધુ ભાવુક થઈ જાવ છો.તમે દેશ માટે જે કર્યું છે તે હંમેશાં દરેકના દિલમાં રહેશે.

3 thoughts on “વિરાટ થઈ રહ્યો છે સતત ભાવુક, પછી ધોનીને કહ્યું- તમે હંમેશા…

Leave a Reply

Your email address will not be published.