વિદેશી હોવા છાતા પણ દેશી રંગમાં રંગાઈ ચુકી છે આ બોલિવૂડ અભિનેત્રીઓ, બનાવી ચુકી છે સારુ નામ

બોલિવુડ
 • ભારતીય ફિલ્મ જગતની ઝગઝગાટ તરફ દુનિયાભરના લોકો ખેંચાઈ રહ્યા છે. જેમની પાસે પ્રતિભા છે, તેઓ દેશ અને દુનિયાની સીમાઓ પાર કરીને ત્યાં પહોંચે છે, જ્યાં તેમની પ્રતિભાને સુધારવાની તક મળે છે. ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ વિદેશની અનેક પ્રતિભાઓ આકર્ષિત થઈ છે. ભારતની ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ પણ તેમને સ્વીકારી લીધા છે. પોર્નસ્ટાર સન્ની લિયોનથી લઈને ડાન્સિંગ ક્વીન હેલેન સુધી, તેઓએ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ મેળવી લીધી છે. પોતાની પ્રતિભા અને એક્ટિંગને કારણે આ વિદેશી પ્રતિભાઓ ભારતમાં છવાઈ ગઈ છે. આજે, તેઓ દેશી રંગમાં સંપૂર્ણપણે રંગીન જોવા મળે છે.
 • નરગિસ ફાખરી

 • તે મૂળ અમેરિકાની છે. શરૂઆતમાં, યોગ્ય રીતે કામ ન કરવા બદલ તેની ટીકા પણ થઈ હતી. છતાં પણ તે પોતાના બુલંદ ઈરાદાઓ પર ઉભી રહી. તેમણે એક્ટિંગને બારીકાઈથી શીખી. ફિલ્મ રોકસ્ટારમાં તેની એક્ટિંગની ખૂબ પ્રશંસા થઈ હતી. તેની કારકિર્દીની આ પહેલી ફિલ્મ સુપરહિટ હતી. ત્યારપછી ‘મદ્રાસ કાફે’, ‘મેં તેરા હિરો’ અને ‘બેન્જો’ જેવી ફિલ્મોમાં તેણે પોતાની પ્રતિભાને છલકાવી.
 • સની લિયોન

 • તે ભારતીય અને કેનેડિયન અભિનેત્રી છે. પહેલા તે પોર્નસ્ટાર હતી. જ્યારે તેણે બિગ બોસમાં ભાગ લીધો હતો, તો તેના કારણે દેશભરમાં તેની સામે મોટો વિરોધ થયો હતો. જો કે, પછી દર્શકોએ તેનો સ્વીકાર કર્યો હતો. સૌથી પહેલાતેણે મહેશ ભટ્ટની ફિલ્મ જિસ્મ -2 માં કામ કર્યું હતું. આ ફિલ્મ ખૂબ જ હીટ રહી હતી. આ પછી, ઘણી હિટ ફિલ્મોમાં કામ કરીને સની લિયોને દરેકનું દિલ જીતી લીધું. રાગિની એમએમએસ 2, જેકપોટ અને મસ્તીઝાદે જેવી હિટ ફિલ્મોમાં સની લિયોન કામ કરતી જોવા મળી છે.
 • હેલેન

 • હેલેન મૂળ મ્યાનમારની છે. ભારતીય સિનેમામાં તેણે પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તે ડાન્સ ક્વીન તરીકે પણ જાણીતી છે. સૌ પ્રથમ તેણે ફિલ્મ અલીફ લૈલામાં કામ કર્યું હતું. આમાં તેણે એક સોલો ડાંસરની ભૂમિકા ભજવી હતી. હેલેન ઓ હસીના ઝુલફો વાલી, પિયા તુ અબ તો આજા, યે મેરા દિલ પ્યાર કા દીવાના જેવા ગીતોમાં જોવા મળી છે. પોતાના ડાન્સના આધારે તેણે દરેકનું દિલ જીતી લીધું છે.
 • એલી અવરામ

 • એલી અવરામ ગ્રીક-સ્વીડિશ સાથે સંકળાયેલ છે. એલી નાનપણથી જ બોલિવૂડ અભિનેત્રી બનવા ઇચ્છતી હતી. તેણે ફિલ્મ મિકી વાયરસથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. ફિલ્મોમાં ભલે તે કંઈ કરી ન શકી, પરંતુ બિગ બોસની સ્પર્ધક તરીકે તેણે મોટી હેડલાઇન્સ બનાવી. સલમાન ખાન સાથે તેની ઉંડી મિત્રતા થઈ હતી. તે ભાગ જોની ભાગ, કિસ કીસ કો પ્યાર કરુ જેવી ફિલ્મોમાં કામ કરતી જોવા મળી છે.
 • યાના ગુપ્તા

 • બોલિવૂડ ફિલ્મ દમથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર યાના ગુપ્તા ચેક ગણ્રરાજ્યમાં મોટી થઈ છે. ફિલ્મમાં તે એક આઇટમ ગર્લ તરીકે ખૂબ પસંદ કરવામાં આવી હતી. જોકે, યાના ગુપ્તા ફિલ્મોમાં કંઈ ખાસ કરી શકી નહીં. ધીરે ધીરે, બધી ફિલ્મો ફ્લોપ થવા લાગી. યાનાએ ઘણી ફિલ્મોમાં પોતાનો આઈટમ ડાન્સ કર્યો છે.
 • જેક્લીન ફર્નાન્ડિઝ

 • હાઉસફુલ -2, રેસ -2, મર્ડર -2 અને કિક જેવી સુપરહિટ ફિલ્મો આપનારી જેકલીન ફર્નાન્ડિઝ મૂળ શ્રીલંકાની બોલીવુડ અભિનેત્રી છે. મિસ શ્રીલંકા ના તાજથી પણ જેક્લીન ફર્નાન્ડિઝને ફિલ્મોમાં આવતાં પહેલાં નવાજવામાં આવી હતી. તેણે બોલિવૂડમાં અલાદિન ફિલ્મથી પ્રવેશ કર્યો હતો. તેને બેસ્ટ નવી અભિનેત્રીનો આઈફા અને સ્ટારડસ્ટ એવોર્ડ પણ વર્ષ 2010 માં મળ્યો છે.
 • કેટરિના કૈફ

 • કેટરિના કૈફ મૂળ બ્રિટીશ ભારતીય અભિનેત્રી છે. તેણે ફ્લોપ ફિલ્મ બૂમથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ ત્યારપછી તે બોલિવૂડમાં હિટ સાબિત થઈ છે. બોલિવૂડમાં જ્યારે તેણે પગ મૂક્યો ત્યારે તેને યોગ્ય રીતે હિન્દી બોલતા પણ આવડતું નહિ, પરંતુ આજે તે તેની એક્ટિંગ અને ગ્લેમરના આધારે બોલિવૂડમાં રાજ કરી રહી છે. રેસ, પાર્ટનર, વેલકમ, રાજનીતિ, સિંઘ ઇઝ કિંગ, અજબ પ્રેમ કી ગઝબ કહાની, અને એક થા ટાઇગર જેવી ઘણી હિટ ફિલ્મોમાં કેટરિના કૈફે કામ કર્યું છે.
 • ગિસેલ્લે મોંટિરો

 • ગિસેલ્લે મોંટિરો મૂળ બ્રાઝિલની છે. ફિલ્મ લવ આજ કાલથી તેણે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. જો કે, એક અભિનેત્રી તરીકેની તેની કારકિર્દી કંઈ વિશેષ રહી નહિ. જોકે, તેને તેની પહેલી ફિલ્મ લવ આજ કાલ માટે ખૂબ પ્રશંસા મળી હતી. ફિલ્મ આલવેજ કભી-કભી માં છેલ્લી વાર તે મોટા પડદા પર જોવા મળી હતી.
 • બારબરા મોરી

 • તે મૂળ મેક્સિકોની છે. સૌથી પહેલા બોલીવૂડમાં ફિલ્મ કાઇટ્સમાં તે ઋતિક રોશન સાથે જોવા મળી હતી. આ ફિલ્મે બ બોક્સ ઓફિસ પર વધુ કમાણી કરી ન હતી, પરંતુ તેની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ઋતિક રોશન સાથે તેના અફેરના સમાચાર પણ આવ્યા હતા, જેના કારણે સુજૈન ખાન ગુસ્સે થઈ હોવાનું પણ કહેવામાં આવ્યું હતું.
 • એમી જેકસન

 • એમી જેક્સનનો જન્મ ઇંગ્લેંડમાં થયો હતો. જો કે, 2010 માં જ્યારે તે ભારત આવી ત્યારે તેણે સૌ પ્રથમ તમિલ ફિલ્મમાં કામ કર્યું હતું. પછી ફિલ્મ એક થા દીવાના થી તેણે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. પ્રતીક બબ્બર સાથેના તેના સંબંધને કારણે તે હેડલાઇન્સમાં રહી હતી. તેમની મુખ્ય ફિલ્મોમાં ‘સિંઘ ઇઝ બ્લિંગ’ અને ‘ફ્રીકી અલી’ વગેરે શામેલ છે.
 • બ્રુના અબ્દુલ્લા

 • તે મૂળ બ્રાઝિલની છે. તે દેશી બોયઝનું એક ગીત ‘સુબહ હોને ના દે’ થી ખૂબ જ લોકપ્રિય થઈ હતી. ફિલ્મોમાં તેને મુખ્ય ભૂમિકા મળી રહી ન હતી. આવી સ્થિતિમાં તેણે નાની ભૂમિકાઓ ભજવીને બોલીવુડમાં એક અલગ ઓળખ બનાવી. ફિલ્મ જય હો, મસ્તીઝાદે, આઈ હેટ લવ સ્ટોરી અને ગ્રાન્ડ મસ્તી જેવી ફિલ્મોમાં તે જોવા મળી છે.
 • કલ્કી કોચલિન

 • તે મૂળ ફ્રાન્સની છે. બોલીવુડમાં તેણે ફિલ્મ દેવ ડી થી પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં કલ્કી કોચલિનની એક્ટિંગની ખૂબ પ્રશંસા થઈ હતી. આ પછી, કલ્કી જિંદગી ના મિલેગી દોબારા ફિલ્મમાં જોવા મળી હતી. આ સિવાય ‘યે જવાની હૈ દીવાની’ અને ‘એક થી ડાયન’ માં પણ તેની એક્ટિંગની ખૂબ પ્રશંસા થઈ છે. જણાવી દઈએ કે, કલ્કીએ ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ સાથે લગ્ન કર્યા હતા. હાલમાં બંનેના છૂટાછેડા થયા છે.
 • આ રીતે, વિદેશથી આવીને ભારતમાં આ કલાકારોએ તેમની પ્રતિભાની માત્ર પ્રશંસા જ મેળવી નથી, પરંતુ અહીં એક અલગ ઓળખ પણ બનાવી છે. આવનારા વર્ષોમાં પણ આવી પ્રતિભાઓને ભારતીય ફિલ્મ જગતમાં પ્રવેશ મળતો રહેશે.

Leave a Reply

Your email address will not be published.