લગ્ન પહેલાં દુલ્હાને થયો કોરોના,દુલ્હને હોસ્પિટલમાં જઈને આવી રીતે કર્યા લગ્ન…

Uncategorized
  • લગ્ન એ એક પવિત્ર બંધન છે. જ્યારે લગ્ન થાય છે, ત્યારે દુખા-દુલ્હન એકબીજાની સાથે દરેક સુખ અને દુખમાં સાથ આપવાની પ્રતિજ્ઞા લે છે. જો લગ્ન પછી જીવનસાથી બીમાર પડે, તો કેટલાક તેને મજબૂરીમાં મદદ કરે છે. તે જ સમયે, કેટલાક તેમના જીવનસાથીની બીમાર હાલતને જોઈને તેને  છોડી પણ દે છે. પરંતુ આજે અમે તમને એક એવી સ્ત્રીનો પરિચય આપવા જઈ રહ્યા છીએ જેણે તેના પતિને લગ્ન પહેલા ખતરનાક બીમારી થઈ હોવા છતાં પણ છોડ્યો નહિં અને હોસ્પિટલમાં જ લગ્ન કર્યા.
  • નવવધૂએ કોરોના પોજિટિવ મંગેતર સાથે હોસ્પિટલમાં કર્યા લગ્ન

  • ખરેખર, આ હદય સ્પર્શી સ્ટોરી ટેક્સાસ શહેરની છે. અહીં, કાર્લોસ મુનિઝ નામના વ્યક્તિને કોરોનાને કારણે સૈન એન્ટોનિયોની મેથોડિસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તે જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યો છે. 41 વર્ષીય કાર્લોસને તેના લગ્નના એક અઠવાડિયા પહેલા કોરોના હોવાની જાણ થઈ હતી.જ્યારે તેની તબિયત વધુ લથડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આમ છતાં, તેની મંગેતર ગ્રેસને લગ્નનો વિચાર મનમાંથી નિક્ળ્યો નહિં. બંને કપલે 11 ઓગસ્ટે હોસ્પિટલની અંદર લગ્ન કર્યાં હતાં. આ દરમિયાન, દુલ્હો શૂટ પહેરીને પલંગ પર સુઇ ગયો અને દુલ્હન તેના લગ્નનું શૂટ પહેરીને તેની પાસે ઉભી રહી ગઈ.
  • હોસ્પિટલનો સ્ટાફ બન્યો મહેમાન

  • આ લગ્નમાં કોરોનાને ધ્યાનમાં રાખીને કપલના સંબંધીઓમાંથી કોઈને બોલાવવામાં આવ્યા ન હતા. બસ હોસ્પિટલનો સ્ટાફ તેમાં સામેલ હતો. બધાંએ માસ્ક પણ પહેર્યા હતા.આ લગ્નથી વર અને વધુ બંને ખૂબ જ ખુશ દેખાયા હતા. હવે તે બંનેના હોસ્પિટલના લગ્નનો વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.તેમના લગ્નનો વીડિયો મેથોડિસ્ટ હેલ્થકેર સિસ્ટમ દ્વારા તેમના ફેસબુક એકાઉન્ટ પર પણ શેર કરવામાં આવ્યો છે.તેમણે જણાવ્યું હતું કે દુલ્હા કાર્લોસની હાલત ગંભીર હતી અને તેને ઇસીએમઓ પર રાખવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, હોસ્પિટલની એક નર્સે કાર્લોસને આ વિચાર આપ્યો હતો કે જો તે ઈચ્છે તો તેની મંગેતર સાથે હોસ્પિટલમાં પણ લગ્ન કરી શકે છે.

  • જો કે કાર્લોસની હાલત પહેલા કરતાં ઘણી સારી છે. હવે તેને ઇસીએમઓ પરથી પણ હટાવી દેવાયા છે. જ્યારે કોરોના થાય છે ત્યારે દર્દીને માનસિક તણાવ પણ ખૂબ થાય છે. આ વસ્તુ તેની પુન રિકવરીમાં અવરોધ પણ બની જાય છે. આવી સ્થિતિમાં,તેની મંગેતર દ્વારા આ મુશ્કેલ ક્ષણમાં પણ લગ્ન માટે હા પાડવી કાર્લોસને સારૂ લાગ્યું હતું. તેને જીવવાની અને રોગ સામે લડવાની નવી આશા મળી.કોરોના કદાચ તેના જીવનની સૌથી ખરાબ ક્ષણ હોઈ શકે, પરંતુ આ લગ્નએ તેને તેના જીવનની સૌથી ખાસ ક્ષણ બનાવી દીધી. આ લગ્નજીવનથી માત્ર કાર્લોસ જ નહીં પરંતુ હોસ્પિટલના બાકીના COVID-19 ના  કર્મચારીઓમાં પણ ખુશીની લહેર પ્રસરી ગઈ.બીજી બાજુ, સોશિયલ મીડિયા પર પણ લોકોએ કાર્લોસની મંગેતર ગ્રેસની પ્રશંસા શરૂ કરી.

Leave a Reply

Your email address will not be published.