લગ્નના 7 મહીના પછી જ રેખાના પતિએ આ કારણથી કરી હતી આત્મહત્યા,દુપટ્ટા વડે ખાધી હતી ફાંસી

બોલિવુડ
  • ઈસ આંખો કી મસ્તી કે મસ્તાને હજારો હૈં… જે અભિનેત્રી પર આ ગીતનું શૂટિંગ કરવામાં આવ્યું છે તેની મસ્ત આંખોના હજારો નહીં પણ લાખો ચાહકો છે. રેખા એ સદાબહાર અભિનેત્રી છે 63 વર્ષની ઉંમરે પણ 25 વર્ષની હીરોઈનોને ટક્કર આપતી રેખા એક સુંદર અભિનેત્રી છે. રેખા જવાનીના દિવસોમાં તો ખૂબ જ સુંદર હતી, પરંતુ વધતી જતી ઉંમર સાથે તેની સુંદરતા પણ વધી રહી છે. રેખા ફિલ્મો ઉપરાંત, તેની ફેશન સેન્સને કારણે પણ હેડલાઇન્સમાં રહે છે.તેની કાંજીવરમ અને રેશમની સાડી સાથે મોટા દાગીના અને બિંદીને પણ લોકો ખૂબ પસંદ કરે છે. જો કે આ મેકઅપમાં એક ચીજ એવી છે જે ઘણીવાર લોકોનું ધ્યાન ખેંચે છે અને તે છે તેમના માથા પરનો સિંદૂર. તે સિંદૂર જે તે એક સમયે પોતાના પતિ મુકેશના નામનો લગાવતી હતી. તમને જણાવીએ કે રેખાના પતિ મુકેશ કોણ હતા અને તેમની સ્ટોરી શું હતી.
  • આ કારણે પતિએ કરી હતી આત્મહત્યા

  • રેખા એક એવી અભિનેત્રી છે જેણે પોતાની અદાઓ અને સદાબહાર સુંદરતાથી તમામ દર્શકોનું દિલ જીતી લીધું છે. તેણે સુપરહિટ ફિલ્મો તો કરી, પરંતુ તેમની પર્સનલ લાઇફ ઘણીવાર ચર્ચામાં રહે છે. રેખાનું નામ બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સાથે સંકળાયેલું છે. તે એક અધૂરો પ્રેમ હતો જે યાદોની ગલીઓમાં ક્યાંક ખોવાઈ ગયો.અમિતાભ સિવાય વિનોદ મેહરા સાથે પણ રેખાનું નામ હંમેશા સંકળાયેલું હતું. એવું પણ કહેવામાં આવતું હતું કે વિનોદ મેહરા અને રેખાએ છૂપી રીતે લગ્ન કર્યાં હતાં, પરંતુ રેખાએ એક ઇંટરવ્યૂમાં આ વાતનો ઇનકાર કર્યો હતો, તેમના કહેવા મુજબ, વિનોદ ફક્ત તેમનો સારો મિત્ર હતો.

  • રેખાએ વર્ષ 1990 માં ઉદ્યોગપતિ મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા, પરંતુ જાણે તેના નસીબમાં તેના પતિની રેખા લખીને પણ લખાયેલી ન હતી. આ લગ્નજીવન લાંબું ચાલ્યું નહીં અને થોડા મહિના પછી જ રેખા અને મુકેશમાં અંતર આવી ગયું. એવું કહેવામાં આવે છે કે રેખા તેના લગ્નથી કંટાળી ગઈ હતી જેના કારણે તે તેના પતિથી અલગ થઈ ગઈ હતી. મુકેશે રેખા સાથે પોતાના લગ્નને બચાવવા તમામ પ્રયત્નો કર્યા, પરંતુ તે રેખાના દિલમાંથી ઉતરી ચુક્યો હતો.એવું કહેવામાં આવે છે કે આ બધી બાબતોથી મુકેશ ડિપ્રેશનમાં ચાલ્યો ગયો હતો અને ત્યાર પછી તેણે રેખાના દુપટ્ટાને જ ફાંસી બનાવીને પોતાનો જીવ આપ્યો હતો.
  • આ રીતે શરૂ થઈ હતી લવસ્ટોરી

  • લગ્નના 7 મહિના પછી તેના પતિએ આત્મહત્યા કરી, પરંતુ રેખા સિંદૂર લગાવતી રહી. તે આજે પણ તેમની માંગમાં સિંદૂર લગાવીને જોવા મળે છે. જો કે, ચાહકો માટે આજે પણ તે એક રહસ્ય છે કે રેખા કોના નામનું સિંદૂર લગાવે છે. રેખાના જીવનમાં પ્રેમ તો ઘણા આવ્યા હતા, પરંતુ તેણે તેના જીવન સાથી તરીકે ફક્ત મુકેશને જ પસંદ કર્યો હતો. રેખા અને મુકેશની મુલાકાત એક કોમન ફ્રેંડ દ્વારા થઈ હતી. મુકેશે જ્યારે રેખાને જોઈ ત્યારે તે તેની પર ફિદા થઈ ગયો. તેણે રેખાને લગ્ન માટે પ્રપોજ કર્યો.
  • રેખાને મુકેશ પસંદ આવ્યો તેથી તેણે લગ્ન માટે હા પાડી. લગ્નના સમયે રેખા 35 વર્ષની હતી અને મુકેશ 37 વર્ષનો હતો. જ્યારે મુકેશે રેખા સાથે લગ્ન કર્યા ત્યારે તેણે કહ્યું હતું કે લગ્નની વાત તમામ ફિલ્મ સ્ટાર્સને કહેવી જોઈએ, પરંતુ રેખા  ઇચ્છતી ન હતી કે તેના લગ્નના સમાચાર બહાર આવે. તે સમયે, રેખા ફક્ત 3 લોકોને જ મળવા માંગતી હતી, જેમાં અકબર ખાન, સંજય ખાન અને હેમા માલિની શામેલ હતા. તે પછી બંને હેમા અને ધર્મેન્દ્રના ઘરે પહોંચ્યા.તે સમયે અભિનેત્રી હેમાએ મુકેશને જોતાં કહ્યું હતું – હવે એવું ન કહો કે તમે આ વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. રેખાએ આ પર હા માં હા કેહતા કહ્યું હતું કે હાં અમે લગ્ન કર્યા છે.
  • પ્રેમની બાબતમાં અનલકી રહી રેખા

  • જો કે, આ લગ્ન ફક્ત 7 મહિના સુધી ચાલ્યા અને એક દુ: ખદ ઘટના સાથે આ લગ્નનો અંત આવ્યો. રેખા એક મહાન અભિનેત્રી છે, પરંતુ તેના પ્રેમ અને લગ્ન જીવનમાં તેનું નસીબ હંમેશાં તેને દગો આપતું રહ્યું. તેણે પોતાની આખી જિંદગીમાં સૌથી વધુ પ્રેમ , સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને કર્યો હતો, પરંતુ તે તેના થઈને પણ ન થયા.
  • અમિતાભ રેખાની નજીક આવી રહ્યા હતા, પરંતુ તેમનું લગ્નજીવન તૂટેલું જોઈને તેણે જયાને પસંદ કરી અને રેખાને હંમેશા માટે છોડી દીધી. જણાવી દઈએ કે રેખા-અમિતાભે સાથે સિલસિલા, મિસ્ટર નટવરલાલ, મુકદર કા સિંકદર જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. આ પછી, રેખાએ પ્રેમને છોડી દીધો અને પછી તેનું નામ કોઈની સાથે જોડાયું નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *