સુશાંત સિંહ રાજપૂત કેસમાં દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે તો આ કેસમાં સીબીઆઈ પણ તીવ્રતાથી તપાસ કરી રહી છે. આ કેસની મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી પણ સીબીઆઈના નિશાના પર છે. 8 દિવસથી સુશાંત કેસમાં રોકાયેલા સીબીઆઈ દ્વારા ગઈકાલે રિયા સાથે લગભગ દસ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. આ સિવાય બાકીના મુખ્ય આરોપી અને સાક્ષીઓની પણ ફરીથી પૂછપરછ કરવામાં આવશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સીબીઆઈ તમામ આરોપીઓને એક સાથે બેસાડીને પણ પૂછપરછ કરી શકે છે.
થઈ શકે છે રિયાનો પોલિગ્રાફ ટેસ્ટ
આ દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે સીબીઆઈ આ કેસ સોલ્વ કરવા માટે રિયા ચક્રવર્તી, તેનો ભાઈ શૌવિક ચક્રવર્તી, સુશાંતનો મિત્ર સિદ્ધાર્થ પિઠાની, કૂક નીરજ અને સેમ્યુઅલ મિરાન્ડા સહિત મુખ્ય આરોપીના પોલિગ્રાફ ટેસ્ટ, એટલે કે લાઈ ડિટેક્ટર ટેસ્ટ પણ કરી શકે છે.
આ છે પ્રક્રિયા
પોલિગ્રાફ ટેસ્ટ સીબીઆઈ દ્વારા મોટે ભાગે હાઇ પ્રોફાઇલ કેસોમાં કરવામાં આવે છે. આ માટે, જે વ્યક્તિનો પોલીગ્રાફ ટેસ્ટ કરવાનો છે તેની પરવાનગી લેવામાં આવે છે. આ ટેસ્ટની એક્સેસ વકીલ પાસે પણ છે. જો કે, તેના માટે તેમણે પહેલા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની પરવાનગી લેવી પડે છે.
રિયાએ ટેસ્ટ માટે ઇનકાર કર્યો તો?
જો રિયા ચક્રવર્તી અથવા કોઈ પણ આ ટેસ્ટ માટે તેમની મંજૂરી આપતા નથી, તો સીબીઆઈએ આ વાતને તેના ફાઈનલ રિપોર્ટમાં લખે છે. જણાવી દઈએ કે ટેસ્ટ પછી જે બાબતો બહાર આવે છે તે પુરાવા તરીકે બતાવી શકાતી નથી, જોકે સીબીઆઈ આ બાબતોને તેના ફાઈનલ રોપોર્ટમાં ઉમેરી શકે છે.
શા માટે કરવું પડે છે પોલિગ્રાફ ટેસ્ટ?
પોલિગ્રાફ ટેસ્ટ ત્યારે કરવામાં આવે છે જ્યારે સાક્ષીઓના નિવેદનો મળતા ન હોય. સુશાંત કેસમાં પણ આવું જ બની રહ્યું છે. નીરજ, સિદ્ધાર્થ પીઠાની અને સેમ્યુઅલ મિરાન્ડાને સીબીઆઈ એ ઘણી વખત સવાલ કર્યા હતા. આવી સ્થિતિમાં, જ્યારે બધા સાક્ષીઓના નિવેદનોમાં તફાવત હતો ત્યારે લાઈ ડિટેક્ટર ટેસ્ટની જરૂરિયાત અનુભવાઈ. આ ટેસ્ટ પછી, સીબીઆઈને કોઈપણ પરિણામ પર પહોંચવામાં ખૂબ મદદ મળી શકે છે.
નોંધપાત્ર વાત એ છે કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને તેના મુંબઇ સ્થિત બાંદ્રા વાળા ફ્લેટમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. જો કે, કેટલાક લોકોને આત્મહત્યા ઓછી અને વધુ હત્યા લાગી રહી છે. આ જ કારણ છે કે આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ ઉભી કરવામાં આવી હતી.