રિયાએ સુશાંત સિંહની બહેન સામે નોંધવ્યો કેસ, લગાવ્યા આ ગંભીર આક્ષેપો

બોલિવુડ
  • રિયા ચક્રવર્તીએ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકા અને કેટલાક અન્ય લોકો સામે ફરિયાદ નોંધાવી છે. રિયા ચક્રવર્તીએ પોતાની ફરિયાદમાં સુશાંતની બહેન પર આરોપ લગાવ્યો છે કે જે દવા તેણે સુશાંતને આપી હતી. તે બરાબર ન હતી. રિયાએ કરેલી ફરિયાદ મુજબ સુશાંતની બહેન પ્રિયંકાએ ડૉક્ટર તરુણ કુમાર દ્વારા લખેલી દવાની સ્લિપ મોકલાવી હતી.જે દવાઓ તેમાં લખવામાં આવી હતી તે દવાને નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટેંસ એક્ટ, 1985 હેઠળ કોઈ પરામર્શ વિના આપવામાં આવી હતી. રિયાએ આરોપ લગાવ્યો છે કે પ્રિયંકાસિંહે ડોક્ટરની નકલી સ્લિપ બનાવી હતી. અને ગેરકાયદેસર ડ્રગની ખરીદી માટે સ્લિપ સુશાંતને આપી હતી.

  • રિયાએ સુશાંતની બહેન ઉપરાંત ડો. તરુણ કુમાર સામે પણ કેસ દાખલ કર્યો છે. ડૉ. તરુણ કુમાર પર આરોપ લગાવતા રિયાએ લખ્યું છે કે પ્રિયંકાના કહેવાથી સુશાંતની તપાસ કર્યા વિના તેને ડિપ્રેશનની દવાઓ આપવામાં આવી હતી. જે કાયદાનું ઉલ્લંઘન છે. પ્રિસ્ક્રિપ્શન લખતા ડૉક્ટર તરુણ કુમાર વ્યવસાયે કાર્ડિયોલોજિસ્ટ છે. આવી સ્થિતિમાં, તેઓ માનસિક રોગોને ડિપ્રેશનની દવાઓ કેવી રીતે આપી શકે છે. આટલું જ નહીં, રિયાએ સુશાંતની બહેન પર ડ્રગ્સ આપવાનો આરોપ પણ લગાવ્યો છે.

  • પ્રિયંકા, આરએમએલ હોસ્પિટલ દિલ્હીના ડૉ. તરુણ કુમાર સિવાય અન્ય લોકોનાં નામ પણ રિયાએ ફરિયાદમાં નોંધાયા છે. આ ફરિયાદ ભારતીય દંડ સંહિતાના નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટેંસ એક્ટ અને ટેલિમેડિસિન પ્રેક્ટિસ ગાઇડલાઈન્સ હેઠળ કરવામાં આવી છે.

  • નોંધપાત્ર વાત એ છે કે રિયા ચક્રવર્તી સુશાંત કેસમાં મુખ્ય આરોપી છે. આ કેસમાં રિયા ઉપરાંત તેના પરિવારના સભ્યો સામે પણ સુશાંતના પિતાએ કેસ નોંધ્યો છે. તે જ સમયે, રિયા દ્વારા સુશાંતની બહેન પર કેસ કરવામાં આવ્યો છે. આ પહેલા રિયાએ સુશાંતની બહેન પ્રિયંકા પર પણ ગંભીર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે સુશાંતની બહેન પ્રિયંકાએ નશાની હાલતમાં તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. જેના કારણે સુશાંત અને પ્રિયંકા વચ્ચે ઝઘડો પણ થયો હતો.આટલું જ નહીં સુશાંત અને પ્રિયંકાએ એકબીજા સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું.

Leave a Reply

Your email address will not be published.