રાશિફળ 27 ઓગસ્ટ: આજે માતા લક્ષ્મીના આશીર્વાદને લીધે આ બે રાશિના લોકો પર થશે ધનવર્ષા,જાણો અન્ય રાશિઓ વિશે…

ધાર્મિક
 • અમે તમને 27 ઓગસ્ટ ગુરુવારનું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે. રાશિફળ ભવિષ્યની ઘટનાઓનો ખ્યાલ આપે છે. રાશિફળનું નિર્માણ ગ્રહોના સંક્રમણો અને નક્ષત્રોના આધારે કરવામાં આવે  છે. દરરોજ ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ રાશિફળમાં તમને નોકરી, વ્યવસાય, આરોગ્ય શિક્ષણ અને વૈવાહિક અને પ્રેમ જીવનથી સંબંધિત દરેક માહિતી મળશે. જો તમે પણ એ જાણવા માગો છો કે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તો પછી વાંચો રાશિફળ 27 ઓગસ્ટ 2020
 • મેષ
 • જીવનસાથી તરફથી તમને મળતો પ્રેમાળ સહયોગ આજે તમારો દિવસ યાદગાર બનાવશે. ઉતાવળ અને બેદરકારીથી મોટું નુકસાન થઈ શકે છે.સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ઉત્તેજના પર  નિયંત્રણ રાખો. તમારી આદતને બદલો અને પ્રયત્ન કરો કે જે પણ નિર્ણય લો તેને વળગી રહો. પરિવારમાં સુખ અને શાંતિ રહેશે. આજે તમારે તમારા સ્વાભિમાન વિશે ચિંતા કરવાની જરૂર નથી.
 • વૃષભ
 • જો નોકરી બદલવા માંગતા હોય તો બદલી શકો છો. ધંધામાં નવી યોજનાનો અમલ થશે. જમીન અને મકાનનો ઇચ્છિત સોદો થશે. મોટો ફાયદો થઈ શકે છે. શુભ કાર્યની સંભાવના છે. જમીન અને વાહનો ખરીદવાની સંભાવના છે. બેરોજગારી દૂર થશે. પરિવારમાં ખુશી આવશે અને શાંતિનું વાતાવરણ પણ રહેશે. ક્રોધને કાબૂમાં રાખો અને વિચારપૂર્વક કાર્ય કરો.

 • મિથુન
 • તમારે આજે રોકાણ કરવાનું ટાળવું જોઈએ. તમારી નાની મદદ કોઈને મોટી મુશ્કેલીમાંથી બચાવી શકે છે. કાર્યક્ષેત્રમાં દિવસ વ્યસ્ત રહેશે. પિતા સાથે વ્યવસાયિક બાબતોમાં મતભેદ થઈ શકે છે. તમારે તમારી આવક અને ખર્ચ વચ્ચે યોગ્ય સંતુલન જાળવવા માટે સક્ષમ બનવાની જરૂર છે. સરકારી કાર્યોથી પૈસા મળવાની સંભાવના છે. તમે તમારા કાર્યક્ષેત્રે પ્રગતિ કરી શકશો. પુષ્કળ માત્રામાં સંપત્તિ મળવાની સંભાવના છે.
 • કર્ક
 • કાર્યસ્થળમાં પરિવર્તન શક્ય છે. શારીરિક રૂપે તમને અસ્વસ્થતાનો અનુભવ થશે તેમ છતાં તમે માનસિક રીતે સ્વસ્થ રહેશો. જો તમે પરિણીત છો, તો તમારા મનની વાત તમારા જીવનસાથી સાથે શેર કરવામાં અચકાશો નહીં, તમારે જે કાંઈ કહેવું હોય તે ખુલીને કહો. મહત્વપૂર્ણ લોકો સાથે તમારી મુલાકાત થઈ શકે છે. પરિવારમાં નવા મહેમાનના આગમનની સંભાવના છે. પત્નીનું સુખ પ્રાપ્ત થશે.
 • સિંહ
 • આજે અચાનક કેટલાક નાના મતભેદ થશે. બાળકોને લગતી કોઈ ચિંતાથી મુક્તિ મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. ભાગીદારીના કાર્યો માટે દિવસ સારો રહેશે. અજાણ્યા લોકો પર વિશ્વાસ કરશો નહીં. વિચાર્યા વિના ખર્ચ કરવાની તમારી આદતથી પરિવારના સભ્યો નાખુશ રહેશે. નાણાકીય જરૂરિયાતમાં ભાઈ-બહેનો તમારી મદદ કરવા આગળ આવશે. આળસમાં તમારો સમય બગાડો નહીં.
 • કન્યા
 • તમારો વ્યવસાય સારો ચાલશે. કામ વધારવા માટે યોજનાઓ બનાવી શકાય છે. જો તમે રોકાણ કરવા ઇચ્છત હોય તો આજે તમારી યોજના આગળ વધી શકે છે. રોમેન્ટિક જીવનમાં જો તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લો છો, તો તમારા દિલની વાત સાંભળો. ધંધામાં પ્રગતિ થશે. મહેનતથી અપાર લાભની સંભાવના છે. જરૂરિયાતમંદોને ભોજન અને શિક્ષણની વ્યવસ્થા  કરવી શ્રેષ્ઠ રહેશે.
 • તુલા
 • આજે કોઈ પણ કાર્યની શરૂઆત ભગવાનનું નામ લઈને કરો, તમને સફળતા મળશે. પહેલાથી ચાલી રહેલી સમસ્યાઓથી રાહત મળશે. આજે તમે કોઈ મહત્વપૂર્ણ આર્થિક નિર્ણય પણ લઈ શકો છો. કાર્યક્ષેત્રમાં પણ આજે તમને યોગ્ય પરિણામો મળી શકે છે. સંપત્તિની દ્રષ્ટિએ તમને સફળતા મળશે. કાર્યક્ષેત્રમાં પરિવર્તનના સંકેત દેખાશે. આજે તમને અચાનક નફો મળી શકે છે, જે તમને ખુશ કરશે.
 • વૃશ્ચિક
 • આજે તમારું જીવન આધ્યાત્મિકતા તરફ વળી શકે છે. બેરોજગારી દૂર થશે. વિરોધીઓ પરાજિત થશે. પ્રેમના કિસ્સામાં, આ રાશિ ખૂબ આગળ દેખાઈ રહી છે. ટૂંક સમયમાં  જ તમને તમારો સાચો જીવનસાથી મળી જશે. ઈષ્ટ દેવના આશીર્વાદથી કાર્ય સફળ થશે. સિનિયરો સિવાય સાથીઓ સાથે પણ તમારા સંબંધો સારા રહેશે. તમારા સાથીઓ પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવાની સલાહ છે. કેટલાક કિસ્સાઓમાં તમારે હિંમતવાન રહેવું પડશે.
 • ધન
 • આજે તમે વધારે બેચેન રહી શકો છો. જો તમે કોઈ ભાવનાત્મક સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છો તો તમારા જીવનસાથી તમારી સમસ્યાને હલ કરવામાં મદદ કરશે. નોકરીમાં વધુ મહેનત થશે. ઈજા અને ચોરી વગેરેને કારણે નુકસાન શક્ય છે. કાળજીપૂર્વક કામ કરો અને કામની સમીક્ષા કરો. તમારી નાણાકીય યોજનાઓ પૂર્ણ થશે. પારિવારિક પરિસ્થિતિ અનુકૂળ રહેશે. સંતાનો તરફથી અસંતોષ થઈ શકે છે. ધંધો સારો રહેશે.

 • મકર
 • મકર રાશિના લોકો કાર્યક્ષેત્રમાં આવતી તમામ સમસ્યાને દૂર કરી શકશો. અંગત જીવનમાં તનાવ રહેશે. નોકરીમાં વધારે મહેનત થશે. પૈસાની દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેશે. તમારા ખર્ચ વધારે નહીં થાય. શેર બજારમાં રોકાણ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઈજા અને ચોરી વગેરેને કારણે નુકસાન શક્ય છે. વેપારીઓ અને નોકરી કરતા લોકોને આર્થિક લાભ થશે. ભવિષ્યમાં મહાનુભાવોને મળવાનો લાભ મળશે
 • કુંભ
 • કુંભ રાશિના લોકો આજે ​​વાદ-વિવાદથી દૂર રહો. પૈસાની ખોટ શક્ય છે. નકામી વાતો અને ઝગડાથી દૂર રહો. દિનચર્યા વ્યસ્ત રહેશે. પૈસાની સ્થિતિમાં આજે ઘટાડો શક્ય છે. અચાનક કોઈ મોટો ખર્ચ થઈ શકે છે. પ્રેમ વિશે વાત કરશો, તો તમારા જીવનસાથી વધુ રોમેન્ટિક મૂડમાં રહેશે. સંપત્તિના કાર્યોથી લાભ થશે. રોજગાર પ્રાપ્તિના પ્રયત્નો સફળ થશે. તમારું નસીબ તમને સાથ આપશે. આજનો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે. ખાવા પીવામાં બેદરકારી ન રાખો.
 • મીન
 • આજે તમારા પોતાનામાંથી કોઈ તમને દગો આપી શકે છે. કોઈ પાસેથી સાંભળેલી વાતો પર વિશ્વાસ કરશો નહિં. સંતાન સુખ મળશે. તમારી ઇચ્છાશક્તિને પ્રોત્સાહન મળશે. તમારો હુન્નર બતાવવાની તક મળશે. જો તમે પરિણીત છો, તો આજે તમારા જીવનસાથી સાથે તકરાર થઈ શકે છે. તમારી વચ્ચે અંતર વધી શકે છે. સારું રહેશે કે તમે તમારું વર્તન યોગ્ય રાખો. તકોનો લાભ લેવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *