રાશિફળ 26 ઓગસ્ટ:મકર રાશિના લોકોની આર્થિક સ્થિતિ રહેશે મજબૂત, જાણો અન્ય રાશિની સ્થિતિ

ધાર્મિક
  • ગ્રહોની સ્થિતિ
  • મંગળ મેષ રાશિમાં છે. શુક્ર અને રાહુ હજી મિથુન રાશિમાં છે. સૂર્ય અને બુધ સિંહ રાશિમાં છે. ચંદ્ર, તુલા અને વૃશ્ચિકનું સંક્રમણ કાળમાં રહેશે. સવારે નવ વાગ્યાથી વૃશ્ચિક રાશિમાં જશે. તે પહેલાં તુલા રાશિમાં રહેશે. ગુરુ અને કેતુ ધન રાશિ  અને શનિ મકર રાશિમાં અસ્તિત્વમાં છે. શનિ અને ગુરુ બંને એક જ ગતિએ આગળ વધી રહ્યા છે.ગ્રહોની સ્થિતિ મધ્યમ છે. આજે ચંદ્ર પણ નીચો બની જશે. શુક્ર અને રાહુની જોડી બનેલી છે. મંગળ અને સૂર્યનું શુભ બનવું એ ભગવાનના આશીર્વાદ છે, પરંતુ ગુરુ અને શનિનું એક જ ગતિએ ચાલવું જનતા માટે સારું નથી.

  • રાશિફળ
  • મેષ
  • ઇજા થઈ શકે છે. થોડી મુશ્કેલીઓ આવી શકે છે.સંભાળીને પાર કરો.કોઈ નવી શરૂઆત કરશો નહીં. સામાજિક, શારીરિક, માનસિક કોઈ જોખમ ન લો. સ્વાસ્થ્ય અને વ્યવસાય મધ્યમ છે. પ્રેમની સ્થિતિ બરાબર રહેશે. સૂર્યદેવને જળ આપતા રહો. લાલ વસ્તુ પાસે રાખો.
  • વૃષભ
  • જીવનસાથીનો સાથ મળશે.રોજગારીમાં પ્રગતિ કરશો.શારીરિક સ્થિતિ મધ્યમ છે. તેમાં કોઈ જોખમ ન લો. પ્રેમ અને વ્યવસાયની સ્થિતિ યોગ્ય કહેવાશે. શનિદેવની ઉપાસના કરો.
  • મિથુન
  • શત્રુઓ પર પ્રભુત્વ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. પ્રેમની સ્થિતિ સારી નથી. વ્યવસાયના દૃષ્ટિકોણથી પણ તમે બરાબર ચલશો.પ્રેમમાં કોઈ ખોટા માર્ગ પર ચાલો નહીં અથવા કોઈ ખોટી પસંદગી ન કરો,તેનું ધ્યાન રાખો. માતા કાલીની પૂજા કરતા રહો.
  • કર્ક
  • ભાવનાઓમાં આવીને કોઈ નિર્ણય ન લો. વિદ્યાર્થીઓ ખાસ કરીને તબીબી વિદ્યાર્થીઓ માટે સારું છે. ડોકટરો માટે પણ સારું છે.સ્વાસ્થ્ય બરાબર છે છતા પણ સાવચેત રહો. ધંધો સારો રહેશે. પ્રેમની સ્થિતિ પણ સારી રહેશે. લાલ વસ્તુ પાસે રાખો. હનુમાન જીની પૂજા કરો.
  • સિંહ
  • જમીન, મકાન, વાહન ખરીદી પર વિચાર કરી શકો છો, પરંતુ તેમાં ખલેલ પણ આવી શકે છે. ખૂબ જ આરામથી ચાલજો. સ્વાસ્થ્ય, ધંધો બરાબર છે. પ્રેમની સ્થિતિ બહુ સારી નથી. પીળી વસ્તુ પાસે રાખો.
  • કન્યા
  • બહાદુરી રંગ લાવશે. તમે જે વિચાર્યું છે તેના પર કામ કરો, તમને સફળતા મળશે. સ્વાસ્થ્ય સારું છે, પ્રેમ મધ્યમ છે, ધંધાકીય પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો થશે. કોઈ સમસ્યા રહેશે નહીં.લીલી વસ્તુ પાસે રાખો.
  • તુલા
  • વાણી અનિયંત્રિત ન હોવી જોઈએ. મૂડી રોકાણ અત્યારે ન કરો.સ્વાસ્થ્ય મધ્યમ, પ્રેમ મધ્યમ,વ્યવસાયના દૃષ્ટિકોણથી  હજી મધ્યમ ચાલશો. લાલ વસ્તુનું દાન કરો

  • વૃશ્ચિક
  • સદભાગ્યે કેટલાક કામ થશે. જે ચીજોની જરૂર પડશે તે ઉપલબ્ધ થશે. સ્વાસ્થ્ય મધ્યમ, પ્રેમ મધ્યમ ,વ્યવસાયના દૃષ્ટિકોણથી તમે બરાબર ચાલી રહ્યાં છો. ભગવાન શિવની પૂજા કરો.
  • ધન
  • વધારે ખર્ચને કારણે તમે પરેશાન રહેશો. દેવાની સ્થિતિ આવી શકે છે. સ્વાસ્થ્ય મધ્યમ છે, ધંધો મધ્યમ છે પરંતુ ખૂબ જલ્દીથી તે બરાબર ચાલવા લાગશે. પ્રેમ મધ્યથી સારા તરફ આગળ વધી રહ્યો છે. પીળી વસ્તુ પાસે રાખો.
  • મકર
  • આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. સ્વાસ્થ્ય મધ્યમ રહેશે. પ્રેમની સ્થિતિ ખૂબ સારી રહેશે નહીં, પરંતુ રાહતનો સમય આવશે. માતા કાલીની પૂજા કરો.

  • કુંભ
  • શાસન-સત્તા પક્ષ તરફથી સહયોગ મળશે. ઉચ્ચ અધિકારીઓનો આશીર્વાદ મળશે. કોર્ટ-કચેરીમાં વિજય મળી શકે છે. સ્વાસ્થ્ય મધ્યમ છે, પ્રેમ અને વ્યવસાય સારો છે. શનિ દેવની પૂજા કરો.
  • મીન
  • જોખમ માંથી બહાર નિકળી ચુક્યા છો. ફક્ત સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો.પ્રેમ ,વ્યવસાય બધું ખૂબ સરસ ચાલી રહ્યું છે. હનુમાન જી ની સેવા કરતા રહો.

2 thoughts on “રાશિફળ 26 ઓગસ્ટ:મકર રાશિના લોકોની આર્થિક સ્થિતિ રહેશે મજબૂત, જાણો અન્ય રાશિની સ્થિતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *