રાશિફળ 20 ઓગસ્ટ:આ ચાર રાશિની કુંડળીમાં શરૂ થશે રાજયોગ,જાણો અન્ય રાશિઓ વિશે વધુ વિગતે..

ધાર્મિક
 • અમે તમને ગુરુવાર 20 ઓગસ્ટ નું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે.રાશિફળના આધારે ભવિષ્યની ઘટનાઓનો ખ્યાલ આવે છે.રાશિફળનું નિર્માણ ગ્રહોના સંક્રમણ અને નક્ષત્રોની ચાલના આધારે કરવામાં આવે છે. દરરોજ ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ રાશિફળમાં તમને નોકરી, વ્યવસાય,સ્વાસ્થ્ય શિક્ષણ અને વૈવાહિક અને પ્રેમ જીવનથી સંબંધિત દરેક માહિતી મળશે. જો તમે પણ જાણવા માગો છો કે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તો પછી વાંચો રાશિફળ 20 ઓગસ્ટ 2020

 • મેષ
 • આજે વેપાર કરનારાઓને ફાયદો થશે. તમારા ક્રોધ પર  કાબૂ રાખો અને એવું કંઈ પણ કરવાથી બચો જેના માટે તમારે બાકીના જીવનમાં અફસોસ કરવો પડે. કેટલીક મોટી જવાબદારીઓ પણ પૂર્ણ થઈ શકે છે. કેટલીક સારી તકો મળી શકે છે. વ્યવસાયિક નિર્ણય સમજી-વિચારીને લો. પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ રહેશે. જો તમે પરિણીત છો, તો આજે તમારા જીવનસાથીનો મૂડ ખૂબ રોમેન્ટિક રહેશે. કોઈ મોટો ફાયદો થવાની સંભાવના છે.
 • વૃષભ
 • આજે તમે બીજાને ખુશી આપીને અને જૂની ભૂલો ભૂલીને જીવનને સાર્થક બનાવશો. કામના સંબંધમાં ક્યાંક બહાર જવું પડી શકે છે. તમારી લવ લાઈફમાં કેટલાક બદલાવ થવાની સંભાવના છે.ઓફિસમાં આજે કોઈ મુશ્કેલી આવી શકે છે. આજે તમારે ઉપરી અધિકારીઓની ટીકાઓ સાંભળવી પડી શકે છે, જેનાથી તમારો આત્મવિશ્વાસ નબળો પડી શકે છે. સિંગલ લોકો માટે સમય સારો થઈ શકે છે.
 • મિથુન
 • આજે તમારું ઉર્જા સ્તર વધી શકે છે. કોઈ પર આંખો બંધ કરીને વિશ્વાસ ન કરો.આજે તમે જે કામને લાંબા સમયથી મુલતવી રાખી રહ્યા છો, તે અધૂરા કાર્યને આજે પૂર્ણ કરવા માટે દિવસ સારો છે. સમજી-વિચારી અને યોજના સાથે આગળ વધો. ઘર-પરિવારની ચિંતા રહી શકે છે. વેપાર અને નોકરીમાં નવા વિચારો મળી શકે છે. આજે કેટલાક ખર્ચ વ્યર્થ પણ હોઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સારો નથી.
 • કર્ક
 • ઘરેનું થોડા સમયથી મુલતવી રહેલું કામ આજે તમારો થોડો વધુ સમય લઈ શકે છે. ઓફિસ અને બિઝનેસમાં કોઈ અનુભવી લોકોની સલાહ મળી શકે છે.ધન લાભ મળી શકે છે. સંપત્તિની બાબતમાં સમય સારો કહી શકાય છે. અન્ય લોકોની દખલગિરી અવરોધ લાવી શકે છે. રોમેન્ટિક જીવનમાં પરિસ્થિતિ તનાવપૂર્ણ રહેશે. તમારા જીવનસાથીને પૂરતો સમય ન આપવાને કારણે, તમારા બંને વચ્ચે વિવાદ થઈ શકે છે.
 • સિંહ
 • કાર્યક્ષેત્ર પર, દિવસ ખૂબ વ્યસ્ત રહેવાનો છે. જો પૈસાની કોઈ જૂની સમસ્યા હોય, તો તેનું સમાધાન કરવાનો પ્રયાસ કરો. પ્રેમ સંબંધોમાં નવી ઉર્જા મળી શકે છે.ઓફિસમાં તમને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. જો તમે ધંધો કરો છો તો તમને આજે એક મોટી તક મળી શકે છે. આ તકનો સંપૂર્ણ લાભ લો,તેનાથી તમારો વ્યવસાય ઘણો વધશે. વિવેકથી કામ કરવું ફાયદાકારક રહેશે.
 • કન્યા
 • જૂના મુદ્દાઓને પૂર્ણ કરવા માટે આ દિવસ સારો છે. ઓફિસમાં નવું કામ અથવા નવી જવાબદારી મળી શકે છે. કોઈ પણ વાત કાળજીપૂર્વક કહો. તમારા સ્વાસ્થ્ય વિશે સાવચેત રહો. આર્થિક રીતે આજનો દિવસ તમારા માટે સારો નથી. ઉતાવળમાં લીધેલા કોઈ નાણાકીય નિર્ણયનું ખોટું  પરિણામ તમારે ભોગવવું પડી શકે છે.
 • તુલા
 • મનોરંજન પાછળ પૈસાનો ખર્ચ થશે. ધંધો મધ્યમ રહેશે. તમારે ઓફિસમાં દલીલ કરવાથી બચવું પડશે નહીં તો તમે નોકરી પણ ગુમાવી શકો છો. લોકો સાથે સારા સંબંધ બનાવવાનો પ્રયત્ન કરો. આજે તમે જે કામ કરવાનું વિચારશો તેને પૂર્ણ કરશો. પારિવારિક વાતાવરણમાં ઉદાસીનતાથી ઉત્સાહમાં ઘટાડો થશે. માતાપિતા તરફથી આશા અનુસાર સાથ ન મળવાને કારણે તમે નિરાશ થશો. તેમના આવા વ્યવહારથી તમારું મનોબળ ઘટી શકે છે.
 • વૃશ્ચિક
 • નોકરીમાં પ્રમોશનની સંભાવના છે, પરંતુ કોઈ બીજી જગ્યાએ જવું પડી શકે છે.સમજી-વિચારીને બોલો. તમારું ધ્યાન નિયમિત કામકાજ પૂર્ણ કરવા પર વધારે રહેશે. આજે તમે સારા મૂડમાં રહેશો.પરિવાર તરફથી મદદ મળી શકે છે. નોકરી અને ધંધામાં નવા લોકો સાથે મુલાકાત થવાની સંભાવના છે. ભવિષ્યની યોજનાઓ પર ફરીથી વિચાર કરવાનો સમય છે. ભાઈ તેમની બહેનને કેટલીક સારી ભેટ આપશે.
 • ધનુ
 • આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે તમે તમારા મનની વાત શેર કરશો. તમારી કારકિર્દીમાં આગળ વધવા માટે તમે છૂટાછવાયા પગલા લઈ શકો છો. મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવશો. આજે તમે જૂના અધૂરા કામને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો. આજે કોઈ ખાસ કાર્યનું પરિણામ તમારા પક્ષમાં રહેશે.કેટલાક મોટા નિર્ણયો પણ તમે લઈ શકો છો.માતા તરફથી સુખ મળશે. ધંધો વધવાની સંભાવના છે. એક સમયે ફક્ત એક જ કામ હાથમાં લો.

 • મકર
 • આજે રિવાજોને લઈને જીવન સાથી સાથે વ્યર્થમાં તનાવ  થવાની સંભાવના છે. પૈસાની કોઈપણ બાબતને હલ કરવાની તક મળી શકે છે. બધા કામ એક સાથે કરવાનો પ્રયાસ ન કરો.પાર્ટનર સાથે કોઈ વાત પર મતભેદ થઈ શકે છે. આજે તમારા ઈષટદેવના દર્શન કરો,તમારી પાસે કામ દોડ્યા આવશે. તમારા કામમાં આવતા કોઈપણ મોટા અવરોધો દૂર થવાને લીધે તમે સંપૂર્ણ એકાગ્રતાથી કામ કરી શકશો.
 • કુંભ
 • આજે તમારે સાવચેતી રાખવી પડશે, નહીં તો તમે થોડી પરેશાનીમાં આવી શકો છો. પ્રેમ જીવનમાં સંબંધો મધુર થઈ શકે છે. સંબંધોમાં નવી શરૂઆત થઈ શકે છે. તમારો વિચાર બદલો, બીજાને બદલવાનો પ્રયાસ ન કરો. બીજા સાથે જોડાઈને કામ કરવું તમારા માટે સારું રહેશે. જો આજે તમારે કોઈ વિપરિત પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે તો પણ તમે તેનો દ્રઢતાથી સામનો કરશો.
 • મીન
 • આજે તમે પ્રયત્ન કરો કે પરિવારના બધા સભ્યો એક બીજા સાથે પ્રેમથી રહે અને એક બીજા પર વિશ્વાસ કરે. કેટલાક લોકો તમારા કામનો વિરોધ પણ કરી શકે છે. આ સિવાય તમે કંઈક નવું અને વધારે કરવાનું વિચારી શકો છો. આવનારા કેટલાક દિવસોમાં મોટા કામ કરવાની યોજના બનાવી શકો છો. અતિશય ભાવનાત્મક બનવું તમારા માટે  મુશ્કેલીનું કારણ બની શકે છે. આળસથી બચો અને સમયસર કામ કરવાનો પ્રયાસ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *