રાશિફળ 17 ઓગસ્ટ: ભોલેનાથ આ પાંચ રાશિના લોકોનો કરશે બેડો પાર,જાણો અન્ય રાશિઓ વિશે વધુ વિગતે..

ધાર્મિક
 • અમે તમને સોમવાર 17 ઓગસ્ટ નું રાશિફળ જણાવી રહ્યા છીએ. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે.રાશિફળના આધારે ભવિષ્યની ઘટનાઓનો ખ્યાલ આવે છે.રાશિફળનું નિર્માણ ગ્રહોના સંક્રમણ અને નક્ષત્રોની ચાલના આધારે કરવામાં આવે છે. દરરોજ ગ્રહોની સ્થિતિ આપણા ભવિષ્યને અસર કરે છે. આ રાશિફળમાં તમને નોકરી, વ્યવસાય,સ્વાસ્થ્ય શિક્ષણ અને વૈવાહિક અને પ્રેમ જીવનથી સંબંધિત દરેક માહિતી મળશે. જો તમે પણ જાણવા માગો છો કે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તો પછી વાંચો રાશિફળ 17ઓગસ્ટ 2020

 • મેષ
 • દિવસ પ્રોત્સાહક અને મનોરંજક રહેશે. તમારા મિત્ર સાથે સમય પસાર કરો અને ધનની આવક થશે.જરૂર કરતા વધારે કામ કરવાથી થાક લાગી શકે છે. કોઈની સાથે મતભેદ થઈ શકે છે. તેથી આજે તમારે વિચારીને બોલવાની જરૂર છે.કામમાં મન થોડું ઓછું લાગશે.નજીકના સંબંધો તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. સારા અને અનુકૂળ સમાચાર પ્રાપ્ત થશે. પ્રેમ સંબંધો માટે દિવસ સારો રહેશે.
 • વૃષભ
 • આજનો દિવસ ખુશહાલ રહેશે અને બાળકો પણ મોજ-મસ્તી કરશે. આર્થિક બાબતો અંગે કોઈ વ્યક્તિ સાથે આજે રસપ્રદ વાત થઈ શકે છે. આજે તમારા સ્વાસ્થ્યમાં કેટલાક ઉતાર-ચઢાવ આવશે.પ્રિયજનો તરફથી સકારાત્મક પરિણામ મળશે. જેનાથી તણાવની સ્થિતિમાં ઘટાડો થશે. તમને કોઈ મોટી જવાબદારી મળી શકે છે, જેને તમે સારી રીતે નિભાવશો. તમારા સંબંધો સારા થવાની સંભાવના છે. કોઈ પ્રકારના અકસ્માત કે ઈજાથી બચો.
 • મિથુન
 • આજે બીજાને લઈને ટેંશન થઈ શકે છે અને તમે દુઃખી પણ થઈ શકો છો. આજે તમે કોઈ પણ કાર્યની યોજના બનાવવામાં સફળ થશો અને મહેનતનો પૂરો લાભ મળશે.વિચારેલા બધા કામો પૂર્ણ થશે. આવકના નવા સ્ત્રોત મળશે. પ્રેમ સંબંધોમાં સુસંગતતા મળશે અને સંતાન તરફથી સુખ મળશે.આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે કોઈપણ જરૂરી કામ અટકી જશે. કોઈ ચીજોમાં કરેલું રોકાણ ફાયદાકારક સાબિત થશે.
 • કર્ક
 • આજે કામકાજની દ્રષ્ટિએ થોડી ઢીલ રહેશે.પૈસાનું સુવ્યવસ્થિત આયોજન કરી શકશો. કામનું દબાણ વધતાં ભૂલો થઈ શકે છે. કોઈ એવો વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશ કરી શકે છે જે સફળતાનું કારણ બની શકે છે. આર્થિક બાબતમાં આજનો દિવસ સારો રહેશે અને પારિવારિક રૂપથી  દિવસ થોડો નબળો રહેશે. સારા સમાચાર ચોક્કસપણે તમારી તરફ રસ્તો બનાવશે. ધંધામાં નવી તકો મળી શકે છે.
 • સિંહ
 • આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે.નાની-મોટી બિમારીઓથી તમારૂ શરીર તકલીફમાં રહેશે. કૌટુંબિક જીવન પણ પહેલા કરતા થોડું શાંત રહેશે.જો કે માતાપિતાનું સ્વાસ્થ્ય હજી પણ નબળું પડી શકે છે. મહેમાનો આવી શકે છે. જમીન સંપત્તિના મુદ્દાઓનું સમાધાન થશે. પૈસા કમાવાની ઇચ્છામાં કોઈ ખોટો નિર્ણય ન લો. કાર્યમાં સફળતાની સંભાવના છે. સંતાન તરફથી તમને સારા સમાચાર મળશે. તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે.
 • કન્યા
 • આજે રાજકારણમાં મોટા અને અગ્રણી લોકો સાથે વાતચીત થશે. વિવાહિત જીવનમાં ચાલી રહેલી અનબન સમાપ્ત થશે અને પ્રેમ વધશે.પ્રિયને કારણે કોઈ સારો લાભ મળી શકે છે.આજે તમારા વિશેષ કાર્યને પૂર્ણ કરવા માટે દિવસ ખૂબ સારો છે. પરિવારમાં જાતે લીધેલા નિર્ણયો લાભકારક રહેશે.નોકરી કરતા લોકોને વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે. આજે તમારું સ્વાસ્થ્ય પણ પહેલા કરતા સારું રહેશે.
 • તુલા
 • આજે તમારો દિવસ સારો રહેશે.આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે ઘરમાં થોડી તણાવની સ્થિતિ રહેશે. કોઈ કારણોસર તમારે બહાર જવું પડી શકે છે, જેના કારણે પરિવારને ઓછો સમય આપી શકશો.માનસિક રીતે પોતાને વધુ વ્યસ્ત અનુભવ કરશો, જેના કારણે માનસિક થાક લાગી શકે છે. પત્ની અથવા ગર્લફ્રેન્ડ સાથેના સંબંધો સારી સ્થિતિમાં રહેશે. આજે તમે તમારી કારકિર્દીથી થોડા સંતુષ્ટ થઈ શકો છો.
 • વૃશ્ચિક
 • વૃશ્ચિક રાશિના લોકો તેમના કાર્ય પ્રત્યે ઈમાનદાર રહો.ઇચ્છિત જવાબ ન મળતાં તમે નિરાશ થશો.સુખદ મુસાફરીની શક્યતાઓ બની રહી છે. કોઈપણ ગેરકાયદેસર સ્ત્રોત દ્વારા પૈસા મેળવવાનો પ્રયાસ ન કરો.શારીરિક રૂપે નબળાઈ અનુભવશો. માનસિક તણાવ રહેશે. તમારે હજી પણ તમારી આર્થિક સ્થિતિને સંભાળીને ચાલવું પડશે કારણ કે તમારા પૈસા ક્યાંક અટવાશે તેવી સંભાવના છે. જીવનસાથી સાથે મતભેદ શક્ય છે. તમારા કાર્ય પ્રત્યે ઈમાનદાર બનો.
 • ધન
 • આજે તમે આકસ્માતથી બચીને ચાલો.આજે તમે તમારા મન કરતાં વધુ દિલનું સાંભળશો અને તમને તેનાથી ફાયદો મળશે. જીવનસાથી સાથે મતભેદ શક્ય છે.ઇચ્છિત જવાબ ન મળતાં તમે નિરાશ થશો. દિવસનો ઉત્તરાર્ધ ઘણો અનુકૂળ છે. છેલ્લા કેટલાક સમયથી જે ગેરસમજોના કારણે તમારા સબંધો યોગ્ય ચાલતા ન હતા આજે તે દૂર થઈ શકે છે. કામમાં આગળ વધવાની ઘણી નવી તકો મળશે.

 • મકર
 • વેપારીઓનો લાભ વધશે. ઇજાઓ થઈ શકે છે, ડ્રાઇવિંગમાં સાવધાની રાખવી. વ્યર્થ મુસાફરીથી બચો. વિષયને સમજવાની ઉત્સુકતા રહેશે. તમારા ગૌણ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા કરો,લાભ થશે. અશાંત વાતાવરણને કારણે મન અસ્વસ્થ રહી શકે છે. જો તમે કોઈ નવા વિચાર સાથે કોઈ નવું કામ શરૂ કરશો, તો તમે વધુ સફળ થશો. તમે જેની પાસેથી મદદની આશા રાખશો,તેની પાસેથી તમને સમય પર મદદ મળશે.
 • કુંભ
 • આજે સુખ અને સમૃદ્ધિની સાથે ખર્ચમાં વધારો થઈ શકે છે. ગુપ્ત દુશ્મનો તમને તંગ કરી શકે છે, સાવચેત રહો.અકારણ કોઈ વિવાદમાં ફસાઈ શકો છો. માનસિકતામાં પરિવર્તન લાવવાની ખૂબ જ જરૂર છે. આજે તમારે આરામ કરવાની જરૂર છે અને નજીકના મિત્રો અને પરિવાર સાથે ખુશીની થોડી ક્ષણો પસાર કરવાની જરૂર છે. કાર્યસ્થળની જવાબદારીઓમાં વધારો થવાની સંભાવના છે. સાહિત્યના ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને આજે કોઈ સારા સમાચાર મળશે.
 • મીન
 • લવમેટ આજે તેના નારાજ થયેલા જીવનસાથીને સરળતાથી  મનાવી  શકે છે.તમારે ધૈર્યથી કામ કરતી વખતે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તમારા પ્રિયજનોને તમારી જરૂર છે.મોજ-મસ્તીમાં ખર્ચ થશે. પિતાના વર્તનમાં બદલાવથી ચિંતા રહેશે. પ્રબળ ઇરાદાઓ પ્રગતિનો માર્ગ મોકળો કરશે. આજે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે. વધતા તણાવને કારણે કામ પણ અટકી શકે છે. પ્રગતિમાં અવરોધ આવશે.

Leave a Reply

Your email address will not be published.