રણવીર શોરીનો મોટો ખુલાસો કહ્યું, ‘પૂજા અને મહેશ ભટ્ટને કારણે મારે…’

Uncategorized
  • બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ઘણીવાર અફેરની વાતો સાંભળવા મળે છે, આમાંના કેટલાક સંબંધો કાયમ માટે જોડાય જાય છે અને કેટલાક જોડાતા પહેલા જ તૂટી જાય છે. આ સિવાય કેટલાક સંબંધો જોડાય જરૂર છે, પરંતુ પરસ્પર તકરારને લીધે તે બરબાદ થઈ જાય છે. આવો જ એક સંબંધ રણવીર શોરી અને પૂજા ભટ્ટ વચ્ચેનો છે.રણવીર શોરીનું નામ મહેશ ભટ્ટની મોટી પુત્રી પૂજા ભટ્ટ સાથે થોડા વર્ષો પહેલા જોડાયું હતું. એક સમય એવો હતો જ્યારે તેમના અફેરના સમાચારોએ ઘણી બધી હેડલાઇન્સ બનાવી હતી, પરંતુ આ લવ સ્ટોરીનો અંત ખરાબ રીતે થયો. એવું કહેવામાં આવે છે કે રણવીર અને પૂજા વચ્ચે ઝઘડો થયો હતો, ત્યારપછી તેઓએ અલગ થવાનું નક્કી કર્યું હતું. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણવીર પૂજાને હેરાન કરતો હતો.

  • નોંધનીય વાત એ છે કે તાજેતરમાં જ ફરી એકવાર રણવીર શોરી અને પૂજા ભટ્ટની લવ સ્ટોરી ચર્ચામાં આવી હતી. ખરેખર, બંનેના રિલેશનશિપને લગતો એક આર્ટિકલ આજકાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જે ચર્ચાનો વિષય બની રહ્યો છે. આ આર્ટિકલ રણવીર શોરી સુધી પણ પહોંચ્યો હતો અને તેણે નિર્ણય કર્યો કે સત્ય કહેવાનો સમય આવી ગયો છે.
  • હું નહીં પરંતુ પૂજા મને કરતી હતી હેરાન…

  • આર્ટિકલ વાંચ્યા પછી તેમણે કહ્યું કે મારી ઉપર હંમેશાં પૂજાને હેરાન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, પરંતુ સત્ય તેનાથી એકદમ વિરુદ્ધ છે. રણવીરે કહ્યું કે, સત્ય એ છે કે જ્યારે હું પૂજા સાથે રિલેશનશિપમાં હતો ત્યારે તે મને હેરાન કરતી હતી. તેમણે કહ્યું કે આ આર્ટિકલ પીઆર એક્સરસાઈજનો નમૂનો છે, તે એટલા માટે લખાવવામાં આવે છે જેથી હું મીડિયામાં ટર્ગેટ થઈ શકું. મને દુઃખ આ વાતનું છે કે સત્યને જાણ્યા વિના ઘણી મીડિયા ચેનલો અને વેબસાઇટ્સએ આ આર્ટિકલને સાચો માન્યો અને મારી પાસેથી સ્પષ્ટતા લેવાની જરૂર પણ સમજી નહી.
  • મહેશ ભટ્ટ અને પૂજા ભટ્ટને કારણે હું…

  • આ ઘટનાનો ઉલ્લેખ રણવીર શોરી પોતાના એક ઇંટરવ્યૂમાં પણ કરી ચુક્યા છે. તેણે કહ્યું હતું કે વર્ષ 2002-2005 માં જ્યારે આ બધું બન્યું ત્યારે તેમને થોડો સમય દેશ છોડીને જવું પડ્યું. પૂજા ભટ્ટની સાથે-સાથે તેના પિતા મહેશ ભટ્ટ પણ મને પરેશાન કરતા હતા. રણવીરે પોતાના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે આ બધા લોકો ખૂબ જ શક્તિશાળી લોકો હતા.
  • જણાવી દઈએ કે પૂજા ભટ્ટે વર્ષ 2003 માં મનીષ મખીજા સાથે લગ્ન કર્યા હતા અને 2014 માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. રણવીર શોરીના વૈવાહિક જીવનની વાત કરીએ તો તેણે 2010 માં કોંકણ સેન શર્મા સાથે લગ્ન કર્યા હતા અને થોડા મહિના પછી જ બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published.