યુઝવેન્દ્ર ચહલે કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા સાથે કરી સગાઈ, જુઓ તસવીરો

मनोरञ्जन
  • ભારતીય ક્રિકેટ ટીમના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને તેની જીવનસાથી મળી ગઈ છે.જી હા, વિશ્વના સૌથી મોટા બેટ્સમેનને પોતાના દડાથી બોલ્ડ કરનાર યુઝવેન્દ્ર આ વખતે ધનશ્રી વર્માના પ્રેમમાં બોલ્ડ થઈ ગયો. આઈપીએલની 13 મી સીઝન શરૂ થવા જઇ રહી છે અને તે પહેલા જ તેઓએ સગાઈ કરીને પોતાના બધા ચાહકોને ચોંકાવી દીધા છે.પોતાની સગાઈ વિશે માહિતી યુઝવેન્દ્રએ પોતે ટ્વીટ કરીને આપી છે.

  • યુઝવેન્દ્ર ચહલની સગાઈની તસવીરો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે, ચહલે પોતાની અને ધનશ્રી વર્માની તસવીર શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું કે, ‘અમે હા કહી દીધી,અમારા પરિવારની વચ્ચે.’આ તસવીર બહાર આવ્યા બાદ ચાહકો તેને ખૂબ અભિનંદન આપી રહ્યા છે. આ ઉપરાંત તેના સાથી ખેલાડી પણ ચહલ અને તેની મંગેતર ધનશ્રીને નવા જિવન માટે અભિનંદન આપી રહ્યા છે.જણાવી દઈએ કે એલ રાહુલથી લઈને હાર્દિક પંડ્યા સુધી દરેકે ચહલને નવી જિંદગી શરૂ કરવા માટે અભિનંદન પાઠવ્યા છે.

  • જાણો કોણ છે ધનશ્રી વર્મા?
  • યુઝવેન્દ્ર ચહલ સિવાય ધનાશ્રી વર્માએ પણ ચહલ સાથે સગાઈની તસવીરો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. આવી સ્થિતિમાં ચાહકોને તે જાણવાની ઉત્સુકતા છે કે ચહલની પત્ની ધનશ્રી કોણ છે. કદાચ તમને પણ તેમના વિશે ખબર નહિં હોય. તો, આજે અમે તમને આ લેખ દ્વારા જણાવીશું કે ધનશ્રી વર્મા શું કરે છે.

  • નોંધપાત્ર વાત એ છે કે ધનશ્રી એક કોરિયોગ્રાફર છે અને સાથે એક ડૉક્ટર પણ છે. આ સિવાય તેની એક યુટ્યુબ ચેનલ પણ છે, જેના લાખો સબ્સ્ક્રાઇબર્સ છે. એટલે કે, ધનશ્રી કોરિયોગ્રાફર, ડૉક્ટર અને યુટ્યુબર છે. ધનશ્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર તેના ડાન્સના ઘણા વીડિયો શેર કર્યા છે. તેના ડાન્સ વીડિયો જોઇને એમ કહી શકાય કે તે એક મહાન કોરિયોગ્રાફર છે.ચાહકોને ચહલ અને ધનશ્રીની લવસ્ટોરી વિશે જાણકારી મળી નથી. જો કે, આ બંને સગાઈ પહેલા ઝૂમ સેશનમાં એક્ટિવ દેખાયા હતા.

  • આઇપીએલ 2020 યોજાશે યુએઈમાં
  • તમને જણાવી દઈએ કે ચહલ આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમે છે, જોકે આ દિવસોમાં તે કોરોના લોકડાઉનને કારણે ઘરે જ તેના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. લોકડાઉનના દિવસોમાં ચહલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહ્યા,દરરોજ તેની તસવીરો વાયરલ થઈ.કેટલીકવાર તે તેના પિતા સાથે ચેસ રમતા જોવા મળ્યો હતો, તો ક્યારેક તે ઘરે મસ્તી કરતા જોવા મળ્યો હતો. જોકે, યુઝવેન્દ્ર ચહલ થોડા દિવસ પછી આઈપીએલમાં વિરાટ કોહલીની કપ્તાની હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા જોવા મળશે.ખબર પડી છે કે આ વખતે આઈપીએલ 19 સપ્ટેમ્બરથી યુએઇમાં શરૂ થવા જઈ રહી છે.

  • પ્રાપ્ત માહિતી અનુસાર, ઇન્ડિયન પ્રીમિયર લીગની તમામ ફ્રેન્ચાઇઝી ટીમ 20 ઓગસ્ટ પછી સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) રવાના થવાની છે.જણાવી એ કે આઈપીએલ ટુર્નામેન્ટ લગભગ 2 મહિના સુધી હશે, તે જોતા ચહલે યુએઈ જતા પહેલા તેની દુલ્હન પસંદ કરી લીધી છે. માનવામાં આવે છે કે આઈપીએલ સમાપ્ત થયા પછી જ બંનેના લગ્ન થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.