મોટા પડદા પર જોવા મળવાની હતી દયાબેન અને જેઠાલાલની જોડી બધુ થઈ ગયું હતું ફાઈનલ, પણ પછી ..

Uncategorized
  • ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ભારતનો સૌથી લોકપ્રિય શો છે અને શોના નિર્માતા અસિત મોદી તેની સિરિયલ પર ફિલ્મ બનાવવા ઇચ્છતા હતા. જો કે, કેટલાક કારણોસર, તે હજી સુધી આ શો પર આધારિત ફિલ્મ બનાવી શક્યા નથી. તેણે પોતાના આ પ્લાનને શોની મુખ્ય કલાકાર દિશા વાકાણી ઉર્ફે દયાબેન જેઠાલાલ સાથે પણ શેર કર્યો હતો અને તે પણ આ ફિલ્મથી ખૂબ ખુશ હતી. પરંતુ સંજોગોને કારણે આ ફિલ્મ બની શકી નહિં.

  • અસિત મોદીએ એક વખત આ વિશે કહ્યું હતું કે ટીવી સિરિયલોમાં અમે તમામ પ્રકારના ટેસ્ટ શામેલ કરીએ છીએ અને પરિસ્થિતિને બનાવીએ છીએ. પરંતુ જ્યારે વાત ફિલ્મ મીડિયાની આવે છે. તો અમારે દર્શકોને બાંધી રાખવા અને મનોરંજન કરાવવા માટે એક સ્ટોરીની જરૂર હોય છે. ટીવી એ ટીવી છે અને ફિલ્મ એ ફિલ્મ છે. અમારે પહેલા મોટા સ્ક્રીન માટે યોગ્ય સામગ્રી જોઈએ છે અને જો કોઈ સારી સ્ટોરી બને છે તો અમે આ શો પર નિશ્ચિતરૂપે ફિલ્મ બનાવીશું.

  • અસિત મોદીએ આ વાત 2010 માં કહી હતી અને કહ્યું હતું કે દિશા વાકાણી પણ ઇચ્છતી હતી કે આ શો પર કોઈ ફિલ્મ બને. જોકે, આ વાતને 10 વર્ષ થયા છે અને અત્યાર સુધી આ શો પર બનતી ફિલ્મનું કામ હજી શરૂ થયું નથી.

  • ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો એ સબ ટીવી પર પ્રસારિત કરવામાં આવે છે અને એક કોમેડી શો છે. આ શો 28 જુલાઈ, 2008 ના રોજ શરૂ થયો હતો અને અત્યાર સુધીમાં તેના કુલ 2,984 એપિસોડ આવી ચુક્યા છે. કોરોના વાયરસને કારણે શોનું શૂટિંગ પણ બંધ કરાયું હતું. પરંતુ હવે આ શોનું શૂટિંગ ફરી શરૂ કરવામાં આવ્યું છે અને દર્શકો આ શોના નવા એપિસોડ જોઈ શકે છે. જો કે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોના ઘણા કલાકારોએ આ શોને અલવિદા કહી દીધું છે અને હવે તેમની જગ્યાએ નવા કલાકારો લેવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.