મિત્રને પાણીમાં ડૂબતો જોઈને ગભરાયો નહિં 3 વર્ષનો બાળક, આ રીતે બચાવ્યો જીવ

Uncategorized
  • ત્રણ વર્ષના બાળકને વધારે સમજ હોતી નથી. મોટાભાગના બાળકો આ ઉંમરે મીઠાઈ ખાવાનું અને ઘણી બધી મસ્તી કરવાનું જાણે છે. જો કે, આજે અમે તમને ત્રણ વર્ષના બાળકનો પરિચય આપવા જઈ રહ્યા છીએ, જેણે નાની ઉંમરે બહાદૂરીનું કામ કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. આ ત્રણ વર્ષના બાળકને કારણે એક જીવ બચી ગયો.
  • પુલમાં ડૂબ્યું બળક, 3 વર્ષના મિત્રએ બચાવી લીધો

  • ખરેખર, આજકાલ સોશ્યલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, બે બાળકો પૂલની પાસે રમતા દેખાઈ રહ્યા છે. ત્યારે એક બાળક અચાનક સ્વિમિંગ પૂલમાં પડી જાય છે. આ બાળકને ડૂબતા જોઇને તેનો મિત્ર જરા પણ ગભરાતો નથી પોતાનો હાથ આગળ કરીને બાળકને સુરક્ષિત બહાર કાઢે છે.
  • સીસીટીવીમાં કેદ થઈ સમગ્ર ઘટના

  • મળતી માહિતી પ્રમાણે આ વીડિયો બ્રાઝિલનો છે. અહીં આર્થર ડી ઓલિવિરા અને તેનો મિત્ર હેનરીક એક નાનકડા પૂલની પાસે રમી રહ્યા હતા. જ્યારે હેનરીક પૂલમાં ડૂબવા લાગ્યો, ત્યારે 3 વર્ષીય આર્થર ડી ઓલિવીરાએ બહાદુરીથી તેનો જીવ બચાવ્યો. આ સંપૂર્ણ ઘટના ત્યાં સ્થાપિત સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
  • આર્થરની માતા પોલિઆના કન્સોલ ડી ઓલિવિરાએ આ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
  • મળ્યો બહાદુરીનો એવોર્ડ
  • જ્યારે આ વિડિઓ ખૂબ વાયરલ થયો, ત્યારે બધા આ ત્રણ વર્ષીય બાળકની બહાદુરીના ગુણગાન ગાવા લાગ્યા. આવી સ્થિતિમાં મિલેટરી પોલીસ ઓફ ઈતાપેરુના એ બાળકને તેની  બહાદુરી માટે બહાદુરી એવોર્ડ આપીને સન્માનિત કર્યો. તેણે આર્થરને એક બાસ્કેટ, ટ્રોફી અને સર્ટિફિકેટ આપ્યું. આ સાથે અધિકારીઓએ કહ્યું કે વિશ્વને આવા જ હીરોની જરૂર છે.ત્યારે બાળકે એવોર્ડ લેતી વખતે કહ્યું કે બહાદૂરીની કોઈ ઉંમર નથી.

Leave a Reply

Your email address will not be published.