માત્ર ભારતમાં જ નહિં પરંતુ આ દેશમાં પણ છે લાલ કિલ્લો,આટલા વર્ષમાં થયો હતો તૈયાર…

Uncategorized
  • ભારતની રાજધાની દિલ્હીમાં સ્થિત લાલ કિલ્લો ઐતિહાસિક વારસા માંનો એક છે. આ કિલ્લાનું નિર્માણ પાંચમા મુગલ શાસક શાહજહાં દ્વારા કરવામાં આવ્યું હતું.વર્ષ 2007 માં આ ઐતિહાસિક કિલ્લાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સ્થળ તરીકે પસંદ કરાયો હતો. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે દિલ્હી સિવાય પાકિસ્તાનમાં પણ લાલ કિલ્લો છે. પાકિસ્તાનમાં આ કિલ્લો બનાવવામાં 87 વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો હતો. આજે અમે તમને આ લેખ દ્વારા પાકિસ્તાનના લાલ કિલ્લા વિશે વિગતવાર જણાવીશું.

  • પાકિસ્તાનનો આ લાલ કિલ્લો ઇસ્લામાબાદથી ત્રણ કલાકની મુસાફરી પછી મુઝફ્ફરાબાદમાં સ્થિત છે. તે મુઝફ્ફરાબાદ કિલ્લા અને રટ્ટા કિલ્લા તરીકે પણ ઓળખાય છે. ખરેખર, ચક શાસકોએ મોગલોથી બચવા માટે આ કિલ્લો બનાવવાનું શરૂ કર્યું હતું.

  • આ કિલ્લાનું નિર્માણ વર્ષ 1559 માં શરૂ થયું હતું. પરંતુ 1587 માં મોગલોએ અહિં કબજો કર્યો હતો ત્યારબાદ કિલ્લાને બનાવવાની કામગીરી કાચબાની ગતિએ ચાલવા લાગી. આખરે, કિલ્લો 1646 માં સંપૂર્ણ રીતે પૂર્ણ થયો. તે સમયે અહિં બોમ્બા રજવાડાના સુલતાન મઝફ્ફર ખાનનું શાસન હતું, જેમણે મુઝફ્ફરાબાદ વસાવ્યું હતું.

  • વર્ષ 1846 માં આ કિલ્લો ફરીથી બનાવવામાં આવ્યો હતો. તે સમયે અહિં ડોગરા વંશના મહારાજા ગુલાબસિંહનું શાસન હતું. ડોગરા વંશની સેનાએ વર્ષ 1926 સુધી આ કિલ્લાનો ઉપયોગ કર્યો. ત્યારબાદ તે આ કિલ્લા ને છોડીને ચાલ્યા ગયા,ત્યાર પછી આ કિલ્લો વેરાન થઈ ગયો.

  • આ કિલ્લો ત્રણ બાજુથી નીલમ નદીથી ઘેરાયેલો છે. પાકિસ્તાને મોટાભાગે તેની અવગણના કરી, જેના કારણે આ  કિલ્લો વેરાન તો થઈ ગયો,અને સાથે સાથે તે ખંડેરના રૂપમાં ફેરવાઈ ગયો. હવે આ કિલ્લો ખંડેર જેવો લાગે છે.

Leave a Reply

Your email address will not be published.