અભિનેતા અભિષેક બચ્ચને હાલમાં જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે ‘સરપ્રાઇઝ’ લખ્યું હતું. અભિષેકની આ પોસ્ટ પછી, એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે કદાચ એશ્વર્યા ફરીથી માતા બનશે. જણાવી દઈએ કે અભિષેક અને એશ્વર્યાની એક પુત્રી છે જેનું નામ આરાધ્યા છે. આ સાથે જ એવા સમાચાર પણ મળી રહ્યા છે કે એશ્વર્યા અને અભિષેક બીજા બાળકનું પ્લાનિંગ કરી રહ્યા છે.
અભિષેક બચ્ચનની પોસ્ટ ઉપરાંત એશ્વર્યાની એક તસવીર પણ તાજેતરમાં જ સામે આવી હતી. જેમાં તેનો બેબી બમ્પ જોવા મળ્યો હતો. એશ્વર્યાની આ તસવીર જોઇને એવું લાગી રહ્યું છે કે તે બીજી વખત માતા બનશે. જોકે, હજી સુધી બચ્ચન પરિવાર દ્વારા આ વાતની પુષ્ટિ થઈ નથી.
શું આ ઉંમરે માતા બની શકે છે એશ્વર્યા
એશ્વર્યા બચ્ચન 47 વર્ષની છે અને આ ઉંમરે માતા બનવું સરળ નથી. મોટી ઉંમરે કુદરતી રીતે માતા બનવાની શક્યતા ખૂબ જ ઓછી છે. ખરેખર 45 વર્ષની ઉંમર પછી પણ સ્ત્રીઓ પ્રેગ્નેંટ થઈ શકે છે. પરંતુ કુદરતી રીતે ગર્ભધારણ કરવામાં સ્ત્રીને મુશ્કેલી આવે છે. ડોકટરોના જણાવ્યા મુજબ, 20 વર્ષની વય પછી મહિલાઓની પ્રજનન શક્તિ સૌથી શ્રેષ્ઠ હોય છે.30 વર્ષની વયે પ્રજનન શક્તિમાં ઘટાડો થવાનું શરૂ થાય છે. 40 વર્ષની ઉંમર પછી, તેમાં ઝડપથી ઘટાડો થાય છે અને સ્ત્રીના અંડાશયમાં ચોક્કસ સંખ્યામાં જ બીજ બની શકે છે. એટલે કે, જેમ જેમ ઉંમર વધે છે, બીજની સંખ્યામાં ઘટાડો થવાનું શરૂ થાય છે.
રહે છે મિસકેરેજનું જોખમ
45 વર્ષની ઉંમર પછી, કુદરતી રીતે ગર્ભધારણ કરવું મુશ્કેલ છે અને બાળકની કંસીવ કરવા માટે ફર્ટિલિટી સારવાર લેવી પડે છે. ઉપરાંત, આ ઉંમરે મિસકેરેજનું જોખમ પણ વધે છે.
માતા બનવાના છે ઘણા બધા વિકલ્પો
જો સ્ત્રીઓ 45 વર્ષની ઉંમર પછી પ્રેગ્નેંટ થવા ઇચ્છે છે, તો તેને આઈવીએફની મદદ લેવી પડે છે. ઘણી મહિલાઓ તેમના બીજનું ફ્રીજિંગ કરાવે છે અને જ્યારે તેઓ માતા બનવા ઇચ્છે છે, ત્યારે તેઓ આ બીજ ઇંપ્લાંટ કરાવે છે. તેથી શક્ય છે કે એશ્વર્યા અને અભિષેક આ વિકલ્પ દ્વારા બીજી વાર માતા-પિતા બનશે.
નોંધપાત્ર વાત એ છે કે તાજેતરમાં જ એશ્વર્યા અને અભિષેકને કોરોના થયો હતો. જેના કારણે તેઓ પણ લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ હતા. જોકે હવે તેઓ ખૂબ સ્વસ્થ છે.