મહેશ ભટ્ટને બચાવવા માટે આવ્યા અનુપમ ખેર કહ્યું – જ્યાં સુધી તેમના પર લાગેલા આરોપો સાબિત નહીં થાય ત્યાં સુધી,હું તેમને ..

બોલિવુડ
  • યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મામલે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના સેલેબ્સના મૌનને લઈને સોશિયલ મીડિયામાં ગયા દિવસે ભારે હંગામો થયો હતો, સેલિબ્રિટીઝના મૌન અંગે અનેક સવાલો ઉભા થયા હતા. તે જ સમયે,સુશાંતના પરિવાર દ્વારા ચલાવવામાં આવતા સીબીઆઇ ફોર એસેએસઆઇ અભિયાનના સમર્થનમાં ઘણા સેલિબ્રિટીઝ બોલતા જોવા મળે છે. બોલીવુડના ઘણા સેલિબ્રિટીઓએ સુશાંત કેસની સીબીઆઇ તપાસને સાથ આપ્યો છે.આ એપિસોડમાં હાવે સુપ્રસિદ્ધ અભિનેતા અનુપમ ખેરનું નામ પણ જોડાઈ ગયું છે. તેમણે પણ અભિયાનને સમર્થન આપતું એક ટ્વીટ કર્યું છે. ચાલો આપણે જાણીએ, અનુપમ ખેરે આ મામલે શું કહ્યું છે…

  • ખરેખર, સીબીઆઇ ફોર એસેએસઆઇ અભિયાનના સમર્થનમાં, અનુપમ ખેરે માત્ર ટ્વિટ જ કર્યું નથી,પરંતુ  સુશાંતની આત્મહત્યા વિશે પણ વાતચીત કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વાતચીત દરમિયાન તેણે ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટનો પણ બચાવ કર્યો છે. તે જ સમયે, મહેશ પર લાગેલા આરોપને પણ અનુપમે નકારી દીધા છે.
  • અનુપમ ખેરે કર્યો સીબીઆઇ ફોર એસેએસઆઇ અભિયાનને સપોર્ટ
  • સુશાંત કેસને લઈને અનુપમ ખેરે સોશિયલ મીડિયા દ્વારા સીબીઆઇ ફોર એસેએસઆઇ અભિયાનને સપોર્ટ કર્યો છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે અનુપમ ખેર પણ આ કેસની સીબીઆઈ તપાસ ઇચ્છે છે. તે જ સમયે, હિન્દુસ્તાન ટાઇમ્સના એક રિપોર્ટમાં ટાઇમ્સ નાઉના હવાલાથી કહ્યું છે કે સુશાંત કેસમાં મહેશ ભટ્ટ અંગે ઉઠાવવામાં આવતા પ્રશ્નો વિશે અનુપમ ખેરે ખુલીને વાત કરી છે.સાથે, તેમણે એમ પણ કહ્યું છે કે તેઓ આ મામલે કોઈ ચુકાદો આપી શકશે નહીં.
  • અનુપમે આપ્યો મહેશ ભટ્ટને સાથ

  • એક અહેવાલ મુજબ, સુપ્રસિદ્ધ અભિનેતા અનુપમ ખેરે કહ્યું, “તેમણે મારા માટે જે કંઈ કર્યું તે બદલ હું તેમનો આભારી છું.” જ્યાં સુધી તેઓ એક દિવસ આવી પોતે મને નહીં જણાવે અથવા જ્યા સુધી તેના પર લાગેલા આરોપ સાબિત નહીં થાય ત્યાં સુધી હું તેમને ડાઉટનો ફાયદો આપવા માંગીશ.હું જે બેકગ્રાઉન્ડમાંથી આવું છું માત્ર તેમના માટે, હું અંધ નથી પરંતુ હું કાંઈ બોલીશ નહીં. મારા માતાપિતાએ મને શીખવ્યું છે, જે હાથ તમને ખવડાવે છે તેને કાપવા  જોઈએ નહીં. હું મહેશ ભટ્ટનો આભારી છું, તેથી જ્યાં સુધી તેમના પર લાગેલા આરોપ સાબિત નહીં થાય હું તેને જજ  કરીશ નહીં.
  • અનુપમે કહ્યું, ‘હું અંધ નથી પણ…’

  • સુપ્રસદ્ધિ અભિનેતા અનુપમ ખેરે સુશાંત વિશે વાત કરતા કહ્યું કે, હું જેટલી વધૂ તેની ફિટનેસ જોવ છું, તેના બેજવાબદાર અંદાજ વાળા વીડિયો જોવ છું.તેટલા જ વિચાર કરૂ છું કે તે આત્મહત્યા શા માટે કરશે? તેઓ કહે છે કે સુશાંતસિંહ રાજપૂતને એવી કઈ સમસ્યા હતી જેણે તેને આત્મહત્યા કરવા મજબૂર કર્યો.અનુપમ ખેરે આગળ કહ્યું કે હું તે કરોડો લોકો સુધી પહોંચવા માંગુ છું, જેઓ અત્યારે એકલતા અનુભવે છે. હું માનસિક સ્વાસ્થ્યના મુદ્દા પર વિસ્તૃત રીતે વાત કરવા માંગુ છું, પરંતુ હું આ કેસમાં સત્યની જરૂરિયાત પણ મહેસૂસ કરૂ છું.જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત અને અનુપમ ખેર એમ.એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી ફિલ્મમાં સાથે કામ કરી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published.