મરતા પહેલા ‘પેઈનલેસ ડેથ’ નહીં પણ આ ચીજ સર્ચ કરી રહ્યો હતો સુશાંત,સામે આવી નવી બાબત

Uncategorized
  • સુશાંત સિંહ રાજપૂત કેસમાં દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. આવનવાર એવી વાત સાંભળવા મળે છે, જેના કારણે  આ મૃત્યુનું રહસ્ય વધી રહ્યું છે. હાલમાં આ કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે. તેની પહેલા આ કેસ મુંબઈ પોલીસના હાથમાં હતો. મુંબઈ પોલીસ તપાસ પર ઘણા લોકો સવાલ ઉઠાવી ચુક્યા છે. હવે તાજેતરમાં મળેલી માહિતી પછી લોકો મુંબઇ પોલીસ પર વધુ સવાલ ઉઠાવી રહ્યા છે.

  • ‘પેઈનલેસ ડેથ’ નહીં પ્રોપર્ટી સર્ચ કરી હતો સુશાંત

  • જો તમને યાદ હોય તો, મુંબઈ પોલીસ ચીફ પરમબીરસિંહે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂતે મરતા પહેલા ગૂગલ પર ‘પેઈનલેસ ડેથ’ (પીડારહિત મૃત્યુ) સર્ચ કર્યું હતું. જોકે, ટાઇમ્સ નાઉ દાવો કરી રહ્યો છે કે તપાસ એજન્સીઓ સાથે જોડાયેલા સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર સુશાંત મૃત્યુ પહેલા હિમાચલ પ્રદેશ, કેરળ અને કુર્ગમાં ગુગલ પર પ્રોપર્ટી સર્ચ કરી રહ્યો હતો.
  • રિયાએ પણ કહી હતી કુર્ગ શિફ્ટ થવાની વાત

  • તાજેતરમાં જ આપેલા એક ઇન્ટરવ્યુમાં રિયા ચક્રવર્તીએ પણ કહ્યું હતું કે સુશાંત કુર્ગમાં શિફ્ટ થવાનું વિચારી રહ્યો હતો. આ સિવાય તેના મિત્રો અને પરિવારના સભ્યોએ પણ કહ્યું હતું કે સુશાંત ઓર્ગેનિક ખેતી કરવા ઇચ્છતો હતો. આ જ વાત તેના મિત્ર મહેશ શેટ્ટીએ પણ કહી હતી. તેમના મતે, સુશાંત ભવિષ્યમાં ઓર્ગેનિક ખેતીની યોજના કરી રહ્યો હતો.
  • લાઇ ડિટેક્ટર ટેસ્ટથી ખુલી શકે છે વધુ રાજ

  • જો સૂત્રોનું માનીએ તો, તપાસ એજન્સી હવે રિયા, સિદ્ધાર્થ પીઠાની, નીરજ અને સેમ્યુઅલ મિરાન્ડા સહિતના અન્ય મુખ્ય આરોપી અને સાક્ષીઓના લાઇ ડિટેક્ટર ટેસ્ટ પણ કરાવી શકે છે. આ એટલા માટે પણ વિચારવામાં આવી રહ્યું છે કારણ કે મુખ્ય સાક્ષીઓના નિવેદનો એકબીજા સાથે મેચ થતા નથી. જણાવી દઈએ કે સીબીઆઈ અત્યાર સુધીમાં સિદ્ધાર્થ પિઠાની, નીરજ અને સેમ્યુઅલ મિરાન્ડા સાથે અનેક રાઉંડ સવાલ જવાબ કરી ચુકી છે. બીજી તરફ, સુશાંતની ગર્લફ્રેન્ડ રિયાની ગઈકાલે સીબીઆઈ દ્વારા 10 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. રિયાને આજે પણ સીબીઆઈ દ્વારા બોલાવવામાં આવી હતી.સીબીઆઈ આ બધા સાક્ષીઓને સાથે બેસાડીને પૂછપરછ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published.