ભીમની અંદર 10,000 હાથીઓનું બળ કેવી રીતે આવ્યું?જાણો મહાભારતને લગતા આ ઉંડા રહસ્ય વિશે..

ધાર્મિક
  • મહાભારત અને તેના મુખ્ય પાત્રો, પાંચ પાંડવોને તમે જાણતા જ હશો. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ, આ પાંચ ભાઈઓ અત્યંત શક્તિશાળી હતા. તેમનો સામનો કરવો એ મૃત્યુને આમંત્રણ આપવા સમાન હતું. એવું કહેવામાં આવે છે કે ભીમની અંદર 10,000 હાથીઓનું બળ હતું. શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે એક સામાન્ય મનુષ્ય જેવા દેખાતા ભીમની અંદર આટલી શક્તિ કેવી રીતે આવી? આજે અમે તમને આ ઉંડા રહસ્ય વિશે જણાવીશું.

  • લોકપ્રિય માન્યતાઓ અનુસાર, ભીમ નાનપણથી ખૂબ શક્તિશાળી હતા. તે દોડમાં,નિશાન લગાવવામાં અથવા કુસ્તી રમવામાં બધી રમતોમાં ધૃતરાષ્ટ્રના પુત્રો,એટલે કે  કૌરવોને હરાવી દેતા હતા. જોકે, તેમને કૌરવો પ્રત્યે કોઈ રોષ નહતો. પરંતુ દુર્યોધનને શરૂઆતથી જ ભીમ પ્રત્યે જલન હતી. આવી સ્થિતિમાં, દુર્યોધનને યોગ્ય તક મળે કે તરત જ ભીમને મારી નાખવાનું વિચાર્યું.

  • દુર્યોધન એકવાર રમવા માટે ગંગાના કાંઠે શિવિર લગાવ્યું અને તે સ્થળનું નામ ઉદકક્રિડન રાખ્યું. ત્યાં ખાણીની પીણીથી માંડીને રમતો સુધીની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. દુર્યોધને પાંચ પાંડવોને પણ ત્યાં રમવા માટે આમંત્રણ આપ્યું અને એક દિવસ તક મેળવીને તેને ભીમના ખોરાકમાં ઝેર મિક્સ કર્યું. જ્યારે ભીમ આ ઝેરી ખોરાક ખાઈને બેહોશ થઈ ગયા, ત્યારે દુર્યોધને તેના દુઃશાસન સાથે મળીને તેને ગંગામાં ફેંકી દીધા.

  • ભીમ બેભાન અવસ્થામાં પાણીના માર્ગે નાગલોક પહોંચી ગયા.ત્યાં સાપોએ તેને ખૂબ ડંખ માર્યા, જેના કારણે તેના શરીરમાંથી ઝેરની અસર ઓછી થઈ ગઈ. આ પછી જ્યારે ભીમને હોશ આવ્યો ત્યારે તે આજુબાજુમાં ભયંકર સાપને જોઈને તેને મારવા લાગ્યા. ભીમથી ડરીને બધા સાપ નાગરાજ વાસુકી પાસે ગયા અને તેમને આખી વાત જણાવી.

  • આ અંગેની માહિતી મળતાં જ નાગરાજ વાસુકી આર્યક નાગ સાથે ભીમ પાસે ગયા. ત્યાં જતા જ આર્યક નાગે ભીમને ઓળખી લીધા. ખરેખર, આર્યક નાગ ભીમના નાના ના નાના હતા. ત્યારબાદ તે ભીમને પોતાની સાથે નાગલોકમાં લઈ ગયા. ત્યાં તેમણે નાગરાજ વસુકી પાસેથી ભીમને તે કુંડનો રસ પીવડાવવાની આજ્ઞા માંગી,જેમાં હજારો હાથીઓનું બળ હતું. બાદમાં નાગરાજ વાસુકીએ આજ્ઞા આપી અને પછી ભીમ 8 કુંડનો રસ પીને દિવ્ય પલંગ પર સૂઈ ગયા.

  • નાગલોકમાં ભીમ 8 દિવસ સૂતા પછી જ્યારે તે જાગ્યા ત્યારે તેનામાં 10,000 હાથીઓની શક્તિ આવી ગઈ. તે પછી તે હસ્તિનાપુર પહોંચ્યા. તેમણે માતા કુંતી અને તેના ભાઈઓને દુર્યોધન દ્વારા ઝેર આપીને ગંગામાં ફેંકી અને નાગલોકમાં જે કંઇ બન્યું તે બધું કહ્યું. ત્યારે યુધિષ્ઠિરે ભીમને કહ્યું કે તે આ વાત કોઈને ન જ્ણાવે.

Leave a Reply

Your email address will not be published.