બ્લેક પેન્થરના એક્ટર ચેડવિક બોસમેનનું નિધન, બોલિવૂડ સ્ટાર્સે આવી રીતે વ્યક્ત કર્યું દુઃખ…

Uncategorized
  • હોલીવુડના દિગ્ગજ અભિનેતા ચેડવિક બોસમેન હવે આ દુનિયામાં નથી. શનિવારે તેમના નિધનના સમાચારથી દરેકને આશ્ચર્ય થયું છે. 43 વર્ષીય ચેડવિક બોસમેન કોલોન કેન્સર સામે લડી રહ્યા હતા. તેમના નિધનથી હોલીવુડમાં જ નહીં બોલીવુડમાં પણ શોકનું વાતાવરણ છે. બોલીવુડના ઘણા સ્ટાર્સે ચેડવિક બોસમેનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમજ તેમને શ્રદ્ધાંજલિ પણ આપી છે.

  • બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે ચેડવિક બોસમેનના નિધન પર ટ્વિટર પર શોક વ્યક્ત કર્યો છે. તેણે પોતાના ટ્વિટમાં લખ્યું કે, ‘બ્લેક પેન્થરના અભિનેતા ચેડવિક બોસમેનના અચાનક નિધન વિશે જાણીને હું હેરાન છું. તે એકદમ જુવાન હતો. તે એક એક સારા કલાકાર હોવાને સાથે એક સારો માણસ પણ હતો. હું તેના પરિવાર, મિત્રો અને ચાહકો માટે દુઃખ વ્યક્ત કરું છું. તે જ સમયે અભિનેતા ફરહાન અખ્તરે પણ ટ્વિટર પર દુઃખ વ્યક્ત કર્યું છે.

  • અભિનેત્રી રિચા ચઢાએ ટ્વિટર પર ચેડવિક બોસમેનની ફિલ્મ બ્લેક પેન્થરની એક જીઆઈએફ શેર કરી, લખ્યું, ‘એક બ્લોકબાસ્ટર મૂવી દરમિયાન તમે શાંતિથી લડત લડી રહ્યા હતા. આત્માને શાંતિ મળે ‘ અભિનેતા રિતેશ દેશમુખે ચેડવિક બોસમેન માટે ટ્વિટર પર લખ્યું, ‘ચેડવિક બોસમેન આભાર અદભૂત યાદો આપવા માટે,જે મે બનાવી અને મારા બાળકો સાથે શેર કરી. તમે હંમેશા અમારા દિલમાં જીવંત રહેશો. ‘

  • પ્રખ્યાત ગાયક અદનાન સામીએ ટ્વિટર પર ચેડવિક બોસમેનના નિધન અંગે શોક વ્યક્ત કરતા, લખ્યું, ‘ખૂબ જ દુઃખ થયું, બહુ જ જલ્દી ચાલ્યા ગયા’. આ સિવાય બોલિવૂડના ઘણા અન્ય સ્ટાર્સે ચેડવિક બોસમેન માટે સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે. જણાવી દઈએ કે ચેડવિક બોસમેન છેલ્લા ચાર વર્ષથી કોલોન કેન્સર (આંતરડા કેન્સર) સામે લડી રહ્યો હતો. સમાચાર એજન્સી એએફપી અનુસાર, ચેડવિક બોસમેનના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે દિવંગત અભિનેતાની પત્ની અને પરિવાર અંતિમ ક્ષણે તેમની સાથે હતા.ચેડવિક બોસમેનના મૃત્યુ બાદ તેમના પરિવાર વતી એક સત્તાવાર નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે.

  • ચેડવિક બોસમેનના પરિવારે જારી કરેલા એક નિવેદનમાં લખ્યું, “એક સાચા યોદ્ધા, ચેડવિકે, તેના સંઘર્ષ દ્વારા, તમારા સુધી તે બધી ફિલ્મો પહોચાડી, જે તમે ખૂબ ચાહતા હતા.” આ સાથે જ પરિવારે એમ પણ કહ્યું હતું કે છેલ્લા ચાર વર્ષથી અભિનયની સાથે સાથે બોસમેનની સર્જરી અને કીમોથેરાપી પણ ચાલુ હતી. પરિવારે એમ પણ કહ્યું હતું કે બ્લેક પેન્થર ફિલ્મમાં કિંગ ટી’ચલ્લાની ભૂમિકા નિભાવવી તેમના માટે સન્માનની વાત હતી.

Leave a Reply

Your email address will not be published.