બે બાળકોની માતા સાથે ફરી એક વાર લગ્ન કરવા ઇચ્છે છે રિતિક રોશન, નામ જાણીને ઉડી જશે તમારા હોંશ

બોલિવુડ
  • દુનિયાના સૌથી હેન્ડસમ હીરોનો ખિતાબ જીતનાર રિતિક રોશન ફરી એકવાર લગ્ન કરવા જઈ રહ્યો છે. એ વાત કોઈથી છુપાઈ નથી કે બોલીવુડના સૌથી મોંઘા છુટાછેડામાંથી એક રિતિક અને સુઝૈનના છુટાછેડા છે. રિતિક રોશનના તેની પત્ની સુઝૈન ખાન સાથે લગભગ વર્ષ  2014 માં છૂટાછેડા થયા હતા. સુઝૈન સાથે છૂટાછેડા પછી રિતિકના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા, પરંતુ હવે લાગે છે કે બધુ બરાબર થઈ જશે.

  • છેલ્લા કેટલાક દિવસોથી આ સમાચાર હેડલાઇન્સમાં છે કે રિતિક રોશન જલ્દી ફરી એકવાર લગ્ન કરી શકે છે. આવી સ્થિતિમાં, ચાહકો માટે મોટો સવાલ છે કે આ વખતે તેમની પત્ની કોણ હશે. રિતિક રોશનની દુલ્હનિયાનું નામ તમને આશ્ચર્યચકિત કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિતિક બીજા કોઈની સાથે જ નહીં પણ તેની પહેલી પત્ની સુઝૈન ખાન સાથે ફરીથી લગ્ન કરી શકે છે.

  • એવું કહેવામાં આવી રહ્યું છે કે રિતિક રોશન અને તેની પૂર્વ પત્ની સુઝૈન ખાન વચ્ચેની તમામ ગેરસમજો પૂર્ણ થઈ ગઈ છે. આ બંનેના લગ્ન અંગે રિતિકના ખાસ મિત્રએ જણાવ્યું હતું કે તેઓ બંને ફરી એકવાર પોતાના સંબંધોને જોડવા માગે છે. તમે જોયું જ હશે કે છૂટાછેડા પછી બંને એક સાથે સમય પસાર કરતા જોવા મળ્યા હતા. પછી ભલે તે તેના દીકરાનો જન્મદિવસ હોય કે પાર્ટી હોય, બંને એક સાથે જોવા મળતા હતા.

  • રિતિકે 10 જાન્યુઆરીએ તેનો 44 મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ વિશેષ પ્રસંગને વધુ યાદગાર બનાવવાની કોઈ તક ન છોડતા સુઝૈને તેની અને રિતિકની એક ક્યૂટ તસવીર મીડિયા પર પોસ્ટ કરીને, એક્સ હસબન્ડ રિતિકને તેના જીવનનો સનશાઇન જણવ્યો હતો. રિતિકના જન્મદિવસ નિમિત્તે તેની પત્ની સુઝૈને ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ તસવીર શેર કરી, જેમાં તેણે લખ્યું કે, ‘હંમેશાં તું મારા જીવનમાં સૂર્યની કિરણની જેમ રહેશે માઈ લાઈફ. જન્મદિવસની શુભેચ્છા. હવે જોવાનું એ છે કે રીતિક ખરેખર લગ્ન કરે છે કે નહીં.

  • જણાવી દઈએ કે વર્ષ 2014 માં સુઝૈન ખાન સાથે છૂટાછેડા પછી રિતિકનું નામ અભિનેત્રી કંગના રનૌત સાથે ના વિવાદો સાથે જોડાયેલું હતું, તે સમયે પણ સુઝૈન ખાને રિતિકનો સાથ આપ્યો હતો. સમાચારનું માનીએ તો રિતિક અને સુઝૈને બધાની સામે આ વાતનો સ્વીકાર પણ કર્યો હતો કે બાળકોના ઉત્તમ ઉછેર માટે તેઓ મળતા રહ્યા. જેથી તેમના બાળકોને ક્યારેય પિતાની અથવા માતાની કમી મહેસૂસ ન થાય. બંને તેમના બાળકોના જન્મદિવસ પણ સાથે ઉજવે છે અને બાળકો સાથે રજાઓ પર પણ સાથે જાય છે.

  • જણાવી દઈએ કે બંને બાળકો રેહાન અને રિધાન બંને હવે મોટા થઈ રહ્યા છે, આવી સ્થિતિમાં જો આ પતિ-પત્ની ફરી એક સાથે આવે છે, તો આશ્ચર્ય થવાને બદલે તે ખુશીની વાત હશે.આ બધી બાબતો સ્પષ્ટ કરે છે કે બંને નજીક આવી રહ્યા છે જોકે, લગ્નની બાબતે આ બંને તરફથી હજી સુધી કોઈ પુષ્ટિ મળી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *