બિગ બોસ 14 માટે સલમાન ખાન લેશે આટલી મોટી ફી, નવી સીઝન માટે ભાઈજાને વધારી તેની ફી

Uncategorized
  • દરેકનો ફેવરિટ શો બિગ બોસ 14 ટૂંક સમયમાં જ દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. બિગ બોસ 14 તેની શરૂઆત પહેલા જ ચર્ચામાં છે. ક્યારેક બિગ બોસના સ્પર્ધકને લઈને તો ક્યારેક ઘરના ફોર્મેટને લઈને. તે જ સમયે, તાજેતરમાં જ લમાન ખાનની ફીને લઈને બિગ બોસ 14 ઘણી હેડલાઇન્સ બનાવી રહ્યું છે.  જણાવી દઈએ કે, અભિનેતા સલમાન ખાન બિગ બોસની 14મી સીઝન હોસ્ટ કરવા માટે તૈયાર છે. દેશનો સૌથી મોટો રિયાલિટી શો ઓક્ટોબરમાં શરૂ થશે અને ઘણા સ્પર્ધકો એક મકાનમાં બંધ થશે.

  • હંમેશાની જેમ સલમાન ખાનની ફી હેડલાઇન્સમાં છે. સલમાન ખાનની બિગ બોસની ફી દર સીઝનમાં દરેકને આશ્ચર્યચકિત કરે છે. આ વખતે પણ, અભિનેતા જેટલી ફી માંગી રહ્યા છે તે જોઈને દરેક આશ્ચર્યચકિત થઈ ગયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સમાચાર છે કે સલમાન ખાન બિગ બોસ 14 ને હોસ્ટ કરવા માટે 450 કરોડ રૂપિયા લેશે. આ હિસાબ અનુસાર, સલમાન ખાનને દરેક એપિસોડ માટે 20 કરોડ રૂપિયા મળશે. આ સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને આ સાથે જ આ સમાચાર વાંચીને દરેક આશ્ચર્યચકિત થઈ ગયા છે.

  • જણાવી દઈએ કે, સલમાને ખુદ આ સમાચાર વિશે માહિતી આપી નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાન ગઈ સીઝન કરતા આ વખતે વધુ ફી લેશે. સલમાન ખાનની ફી અંગે હંમેશા ચર્ચાઓ થતી રહે છે. જ્યારે પણ બિગ બોસની નવી સીઝન શરૂ થાય છે, ત્યારે દરેકની નજર સલમાન ખાનની ફીઝ પર ટકી રહે છે. લોકોના પણ અનેક પ્રકારના રિએક્શન આવવા લાગ્યા છે.

  • સલમાન ખાન દર સીઝનમાં સ્પર્ધકોને ઠપકો આપતા અને તેમના પ્રશ્નો હલ કરતા જોવા મળે છે. ગઈ સીઝનને ટીઆરપી સહિતના ઘણા રેકોર્ડ તોડ્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર, બિગ બોસ 14 નો સેટ ફિલ્મ સિટીમાં ઝડપથી તૈયાર કરવામાં આવી રહ્યો છે. પહેલા શોનું ગ્રાન્ડ પ્રીમિયર 4 ઓક્ટોબરના રોજ  કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.