બહેન શ્વેતાએ સુશાંત સિંહ રાજપૂત માટે 15 ઓગસ્ટે રાખી વૈશ્વિક પ્રાર્થના સભા, ચાહકોને કરી આ અપીલ…

મનોરંજન
  • બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં મોતને આજે 2 મહિના થયા છે. 14 જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂતે મુંબઈના તેમના એપાર્ટમેન્ટમાં આત્મહત્યા કરી હતી. જો કે, હજી સુધી તેના ચાહકો આ વાતનો સ્વીકાર નથી કરી શક્યા કે આવી ખુશ વ્યક્તિ આત્મહત્યા કેવી રીતે કરી શકે.

  • સુશાંત સિંહ રાજપૂતનાં અવસાન પછી તેની બહેન શ્વેતા સિંહ કીર્તિ તેને ન્યાય આપવા માટે લડી રહી છે. શ્વેતાસિંહ કિર્તી દ્વારા સીબીઆઈ તપાસની પણ માંગ કરવામાં આવી રહી છે. તેના ભાઈને ન્યાય અપાવવાના અભિયાનના ભાગરૂપે, શ્વેતા દ્વારા 15 ઓગસ્ટે સુશાંત માટે વૈશ્વિક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
  • શ્વેતાની અપીલ
  • શ્વેતાએ તમામ લોકોને આ પ્રાર્થના સભામાં ભાગ લેવા અપીલ કરી છે. શ્વેતાએ લખ્યું છે કે બધા લોકોને મારી અપીલ છે કે સુશાંત માટે આયોજીત 24 કલાકની ગ્લોબલ સ્પિરિચ્યુઅલ એન્ડ ઓબ્ઝર્વેશનમાં જરૂર અમારી સાથે જોડાઓ. સુશાંતને ન્યાય અપાવવા માટે આ જરૂરી છે. સ્વતંત્રતા દિવસના દિવસે એટલે કે 15 ઓગસ્ટે સવારે 10 વાગ્યે, વૈશ્વિક પ્રાર્થના સભાનું આયોજન થઈ રહ્યું છે. આ સમય દરમિયાન, દરેક લોકો મળીને મૌન ધારણ કરશે અને સુશાંત માટે પ્રાર્થના કરશે.
  • શેર કર્યો આ વિડિઓ
  • શ્વેતાએ આ પહેલા એક વીડિયો પણ શેર કર્યો હતો. આમાં તેને એમ કહેતા સાંભળવામાં આવી કે હું સુશાંતસિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિ છું. હું બધા લોકોને વિનંતી કરું છું કે સુશાંત માટે આપણે બધા સાથે મળીને સીબીઆઈ તપાસની માંગ કરીશું.સત્ય જાણવાનો બધાને પુરો અધિકાર છે.આખી દુનિયા તે જાણવા માંગે છે કે, સત્ય શું છે. નહિંતર, અમે શાંતિથી જીવી શકશું નહીં.
  • સંજય રાઉતનું નિવેદન

  • નોંધપાત્ર વાત એ છે કે શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે તાજેતરમાં દાવો કર્યો હતો કે સુશાંત સિંહ રાજપૂતનો તેમના પિતા સાથેનો સંબંધ સારો ન હતો. શિવસેનાના મુખપત્ર સામનામાં તેમણે લખ્યું છે કે સુશાંતને તે મંજૂર ન હતું કે તેના પિતા બીજા લગ્ન કરે. સંજય રાઉતે તે પણ સવાલ કર્યો કે સુશાંત કેટલી વાર પપ્પાને મળવા પટના ગયો હતો?. તેમણે લખ્યું છે કે સુશાંતના પિતા પ્રત્યે મને સંપૂર્ણ સહાનુભૂતિ છે, પરંતુ આવી ઘણી બાબતો છે જે બહાર આવવી જરૂરી છે.
  • સંજય રાઉતનું નિવેદન સામે આવ્યા બાદ સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ સુશાંતનો તેના પિતા સાથેનો એક ફોટો શેર કર્યો અને તેમના માટે સંદેશ લખ્યો. આ ફોટો શેર કરવા સાથે શ્વેતાએ અહીં લખ્યું કે તે અમારા પિતા છે જેણે અમને યોદ્ધા બનવાનું શીખવ્યું છે.અમે તેમની પાસેથી શીખ્યું છે કે  મુશ્કેલીઓમાં સકારાત્મક કેવી રીતે રહેવું. તે અમારી તાકાત છે. તેઓ અમારું ગૌરવ છે.
  • હવે સમગ્ર દેશની નજર સુપ્રીમ કોર્ટ પર ટકી રહી છે કે કોર્ટ સીબીઆઈ તપાસના પક્ષમાં તેનો ચુકાદો આપે છે કે મુંબઈ પોલીસને જ કોર્ટ સુશાંતના મોતના કેસની તપાસ ચાલુ રાખવાની મંજુરી આપે છે. કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે.

Leave a Reply

Your email address will not be published.