બંને પતિને છોડીને આ આલિશાન ઘરમાં રહે છે શ્વેતા તિવારી,  અંદરથી દેખાય છે કંઈક આવું,જુવો તસવીર

Uncategorized
  • ટીવીની સૌથી લોકપ્રિય અભિનેત્રી શ્વેતા તિવારી તેની પુત્રી અને પુત્ર સાથે મુંબઇમાં રહે છે. શ્વેતા તિવારીનું ઘર ખૂબ જ સુંદર છે અને આ અભિનેત્રીએ તેના ઘરને ખૂબ સારી રીતે સજાવીને રાખ્યું છે. સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શ્વેતા તિવારીએ તેના બાળકો સાથે સમય પસાર કરતી ઘણી તસવીર શેર કરી છે. જેમાં તેના ઘરનો લુક દેખાય રહ્યો છે અને આજે અમે તમને શ્વેતા તિવારીના ઘરની તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ.

  • શ્વેતા તેના બંને બાળકો સાથે મુંબઇના કાંદીવલી વિસ્તારમાં રહે છે અને તેમનું ઘર ખૂબ મોટું છે.

  • શ્વેતાએ તેના ઘરમાં લાકડાનો વધુ ઉપયોગ કર્યો છે અને ઘરમાં ઘણા છોડ પણ લગાવ્યા છે.

  • શ્વેતા જે રૂમમાં રહે છે, તેને તેણે સાદગીથી શણગારયો છે અને રૂમમાં હળવા રંગો કરાવ્યા છે.

  • ઘરના હોલમાં શ્વેતાએ ઘણા છોડ લગાવ્યા છે અને ઘણાં હેન્ડમેડ લેમ્પથી હોલને સજાવ્યો છે.

  • શ્વેતાએ તેના ઘરમાં ઘણી પેઇન્ટિંગ્સ પણ લગાવી છે. શ્વેતાએ તેના ઘરમાં એક મોટો કાચનો કબાટ પણ લગાવ્યો છે. જેમાં તેણે પોતાના અનેક એવોર્ડ્સ રાખ્યા છે.

  • ઉલ્લેખનીય છે કે શ્વેતા તિવારીએ સૌથી પહેલા રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા હતા અને આ લગ્ન દ્વારા તેમની એક પુત્રી થઈ હતી, જેનું નામ પલક છે. જ્યારે બીજા લગ્ન શ્વેતાએ અભિનવ કોહલી સાથે કર્યા હતા અને આ લગ્ન દ્વારા તેમને એક પુત્ર પણ થયો હતો. જેનું નામ તેણે રિયાંશ રાખ્યું છે. જો કે, આ સમયે તેનું લગ્નજીવન ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને તે પતિ અભિનવ સાથે રહેતી નથી. શ્વેતાએ વર્ષ 2013 માં અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા અને આ વર્ષે બંને અલગ થઈ ગયા છે.શ્વેતા તિવારીએ સિરીયલ ‘કસૌટી જિંદગી કી’માં પ્રેરણાનું પાત્ર નિભાવ્યું હતું અને હાલમાં તે મેરે ડેડ કી દુલ્હન નામનો એક શો કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published.