ફોરેન્સિક નિષ્ણાતોએ કર્યો મોટો ખુલાસો, જે પંખા સાથે સુશાંત લટક્યો હતો તે પંખો…

મનોરંજન
  • દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધન સાથે સંકળાયેલાં ઘણાં મહત્ત્વનાં રહસ્યો હજી ખુલવાના બાકી છે, જ્યારે ઘણા રહસ્યો એક પછી એક ખુલી રહ્યા છે. તે જ સમયે, સુશાંત કેસમાં ન્યાયની વિનંતી કરનારા તેના ચાહકો અને પરિવાર માટે એક સારા સમાચાર એ છે કે હવે આ કેસની તપાસ સીબીઆઈએ પોતાના હાથમાં લીધી છે.આવી સ્થિતિમાં આશા રાખવામાં આવે છે કે હવે આ કેસ જલ્દીથી ઉકેલી લેવામાં આવશે. આ સિવાય તાજેતરમાં સુશાંત કેસથી સંબંધિત ફોરેન્સિક નિષ્ણાંતે આશ્ચર્યજનક ખુલાસો કર્યો છે. ચાલો આપણે જાણીએ ફોરેન્સિક નિષ્ણાત શું કહે છે.

  • ફોરેન્સિક નિષ્ણાંતે સનસનાટીભર્યો ખુલાસો કરતા કહ્યું કે સુશાંતના બેડરૂમનો લોક તૂટેલો મળી આવ્યો હતો. આવી સ્થિતિમાં હવે સવાલો સુશાંતના મિત્ર અને રૂમ પાર્ટનર સિદ્ધાર્થ પીઠાણી પર પણ ઉભા થાય છે. ખરેખર સિદ્ધાર્થ પીઠાણીએ કહ્યું હતું કે સુશાંતનો રૂમ ખોલવા માટે ડુપ્લિકેટ કી બનાવનારને બોલાવવામાં આવ્યો હતો.
  • સુશાંતની ડાયરીમાંથી કેટલાક પાના ગાયબ

  • આ સિવાય ફોરેન્સિક નિષ્ણાંતે એમ પણ કહ્યું હતું કે સુશાંતના રૂમમાંથી એક ડાયરી મળી આવી છે, જેના કેટલાક પાના ફાટેલા હતા. આ ડાયરીના પહેલા પાના પર સુશાંતનું નામ લખ્યું હતું અને ત્યારબાદ કેટલીક વાતો લખેલી હતી.સાથે તેમણે કહ્યું કે આમાંથી વચ્ચેના કેટલાક પાના ફાટી ગયા છે.જો કે, સિદ્ધાર્થ પિઠાણીએ જણાવ્યું હતું કે સુશાંત ઘણી વાર તેની ડાયરી લખતો હતો અને જો તેને કંઇક પસંદ ન આવે તો તે પોતે જ પાના ફાડી નાખતો હતો. ડાયરીના પાના ફાડવાની તેની આદત હતી. જોકે, ફોરેન્સિક નિષ્ણાતોએ સુશાંતના નેઇલ રિપોર્ટ અંગે પણ કંઈક ખુલાસો કર્યો છે.
  • સુશાંતે જે પંખા સાથે લટક્યો હતો તે વળ્યો ન હતો..

  • સુશાંતના નેઇલ રિપોર્ટ અંગે નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે પોલીસે ક્યારેય સુશાંતના નેઇલ રિપોર્ટની માંગ કરી નથી. તેમણે કહ્યું કે આ ઘટનામાં જે પંખો સામેલ હતો, તે પણ કેટલાક સવાલો ઉભા કરી રહ્યો છે. ફોરેન્સિક નિષ્ણાતના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે પંખા સાથે લટકીને આત્મહત્યા કરવાથી પંખો વળી જાય છે, પરંતુ સુશાંતના કેસમાં આવું બન્યું નહોતું. ત્યાં ન તો પંખો વળેલો મળ્યો અથવા ત્યાં આસ-પાસ લોહીના નિશાન પણ મળ્યાં ન હતાં.
  • ઈડીના પ્રશ્નોથી ઘેરાય રિયા ચક્રવર્તી…

  • જો કે, ફોરેન્સિક નિષ્ણાતોએ આવી કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો છે, જે ઘણી શંકાસ્પદ છે. આવી સ્થિતિમાં ફરી તપાસની માંગ કરવામાં આવી રહી છે અને એમ કહેવામાં આવી રહ્યું છે કે આટલી શંકા વચ્ચે ફરીથી તપાસ જરૂરી છે. બીજી તરફ, સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ સ્પષ્ટ કંઇ કહ્યું નથી, એવું કહેવામાં આવ્યું હતું કે રિયા મોટાભાગના પ્રશ્નોને ટાળતી રહી. આ દરમિયાન રિયાએ સુશાંતના પરિવાર પર ઘણા ગંભીર આક્ષેપો કર્યા છે.
  • મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇડીની સામે, રિયાએ કહ્યું કે સુશાંતનો પરિવાર વીમાના પૈસાનો દાવો કરવા માંગે છે, તેથી તેઓ આ કેસમાં મને ફસાવી રહ્યા છે. સાથે જ તેમણે કહ્યું કે આ કાવતરું સુશાંતની બહેનો રચી રહી છે. ચાલતા ચાલતા, તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસથી સંબંધિત ઘણા મહત્વના ખુલાસા આગળ પણ થવાની સંભાવના છે.

23 thoughts on “ફોરેન્સિક નિષ્ણાતોએ કર્યો મોટો ખુલાસો, જે પંખા સાથે સુશાંત લટક્યો હતો તે પંખો…

Leave a Reply

Your email address will not be published.