ફિલ્મોના તે સુપરસ્ટાર્સ જેમને ગરીબીનો સામનો કરવો પડ્યો હતો, આ અભિનેતાને તો ઘર પણ  ગિરવી રાખવું પડ્યું હતું

બોલિવુડ
 • બોલિવૂડની દુનિયા ગ્લેમરની દુનિયા છે અને અહીં અભિનય કરનારા કલાકારોને, સ્ટાર્સ કહેવામાં આવે છે , તે સ્ટાર્સ જેને તમે દૂરથી જોઈ શકો છો પણ સ્પર્શ કરી શકતા નથી. આ સ્ટાર્સની વૈભવી જીવનશૈલી હંમેશાં ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે. આપણો પ્રિય સ્ટાર કેટલા ખર્ચાળ મકાનમાં રહે છે, કેવું ભોજન લે છે, તે ક્યા સ્થળે ફરવા જાય છે, અને આ બધું જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છિએ.સ્ક્રીનની સામે અથવા સ્ક્રીનની પાછળ હંમેશા સ્ટાર્સની એક મોટી સ્થિતિ રહી છે, પરંતુ કહેવાય છે ને કે ખરાબ સમય કોઈનો પણ આવી શકે છે.આવું જ કંઈક બોલિવૂડ સ્ટાર્સ સાથે પણ થયું જેમને તેમના જીવનમાં ગરીબી અને કંગાળીનો સામનો કરવો પડ્યો. જો કે, તેઓ પરિસ્થિતિ સામે લડ્યા અને પોતાને તે ગરીબીમાંથી બહાર કાઢ્યા. તમને જણાવીએ કે તે સ્ટાર્સ કયા હતા.
 • રાજ કપૂર

 • બોલિવૂડના શો મેન અને લિજેન્ડરી એક્ટર-ડિરેક્ટર રાજ કપૂર એક બ્રાન્ડ તરીકે ઓળખાય છે. જો કે, તેના પર પણ એવી મુશ્કેલીઓ બે વાર આવી હતી જ્યારે તેને ગરીબીથી બચવા માટે કોઈ બીજા પાસેથી પૈસા લેવા પડ્યા હતા. આ પહેલી વખત થયું જ્યારે તે ‘અવારા’નું શૂટિંગ કરી રહ્યા હતા, રાજ કપૂરે’ ઘર આયા મેરા પરદેસી ‘ગીત માટે ખૂબ જ સારો સેટ બનાવ્યો હતો અને તેના માટે લગભગ 8 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. તેની હાલત એવી થઈ ગઈ કે આગળની શૂટિંગ માટે તેની પાસે પૈસા પણ બચ્યા ન હતા. રાજ કપૂર પર એક મોટી આપત્તિ આવી તે સમયે નરગિસ રાજને પ્રેમ કરતી હતી, તેણે તરત જ દાગીના વેચીને મદદ કરી.

 • જો કે, આ વાત અહીં સુધી અટકી નહીં. આ પછી, ફરી એક વખત એવો પ્રસંગ આવ્યો જ્યારે રાજ કપૂર ગરીબીની હાલતમાં પહોંચ્યા. ખરેખર તેણે ખૂબ મોટી બજેટવાળી ફિલ્મ ‘મેરા નામ જોકર’ બનાવી હતી પણ લોકોને આ ફિલ્મ સમજમાં આવી નહિ અને તે ખરાબ રીતે ફ્લોપ થઈ. જો કે, એ અલગ વાત છે કે 10 વર્ષ પછી તે ફિલ્મ બીજી વખત રિલીઝ થઈ અને સોવિયત યુનિયનમાં તેણે પૈસા મેળવ્યા પરંતુ રાજ કપૂર મુશ્કેલીમાં મુકાયા હતા. આ પછી તેણે ‘સપનો કા સૌદાગર’ પણ બનાવી પરંતુ આ ફિલ્મ પણ કામ કરી શકી નહીં અને ન તો  ‘કલ આજ ઔર કલ’ ને સફળતા મળી.તેણે ઋષિ કપૂર સાથે ‘બોબી’ ફિલ્મ બનાવી હતી. જો કે તેમની પાસે પૈસાની અછત હોવાથી, તેમાં ઉદ્યોગપતિ ચુન્નીલાલ કાપડિયાએ પણ તેમને મદદ કરી હતી અને આ ફિલ્મમાં તેમની પુત્રી ડિમ્પલને હિરોઇન તરીકે લેવામાં આવી હતી.આ ફિલ્મ જબરદસ્ત હિટ થઈ અને તે દેવામાંથી બહાર નીકળી ગયા.
 • પ્રાણ

 • આજની જનરેશનને કદાચ ખબર ન હોય કે આઝાદી પહેલા 2 ફિલ્મ ઇંડસ્ટ્રી હતી, એક લાહોરમાં અને બીજી મુંબઇમાં. તે દિવસોમાં લાહોરમાં પંજાબી ફિલ્મો વધુ બની હતી. તે સમયે પ્રાણ લાહોરનો મોટો સ્ટાર હતો, પરંતુ જ્યારે ભાગલા પડ્યા ત્યારે પ્રાણ પાસેથી તેમનું બધું છીનવી લેવામાં આવ્યું. લાહોરમાં તેમનું ઘર, મિલકત બધું જ હતું, પરંતુ તેમને આ બધું છોડીને ઈન્દોર આવવું પડ્યું. તે પહેલા ઈંદોરના એક સંબંધી પાસે પહોંચ્યા અને ત્યારબાદ મુંબઇ પહોંચ્યા. પહેલા તો તે એક ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયા હતા. તેની પત્ની તેમના બાળકો અને મેડ તેમની સાથે હતા.તે દિવસોમાં તેને ફિલ્મો પણ મળી રહી ન હતી અને પૈસા પૂરા થઈ રહ્યા હતા.

 • આ પછી તેને 3 સ્ટાર હોટેલમાં, પછી ગેસ્ટહાઉસમાં અને પછી એક ધર્મશાળામાં રોકાવું પડ્યું. તે સ્ટાર હતા પણ ધીરે ધીરે તે ગરીબ બની રહ્યા હતા. પ્રાણે કસમ ખાધી હતી કે તે કદી પાકિસ્તાન નહીં જાય અને ન તો તે કદી ગયા. અને તે સમયે તેને મંટો અને એક્ટર શ્યામની મદદથી ફિલ્મ ‘ઝિદી’ મળી. આ ફિલ્મે માત્ર પ્રાણ જ નહીં પરંતું દેવાનંદ અને કામિની કૌશલ માટે પણ સફળતાનો માર્ગ ખોલ્યો.આ ફિલ્મના રિલીઝ થવાની સાથે જ, પ્રાણને એક અઠવાડિયામાં વધુ 3 ફિલ્મો મળી અને તેનું જીવન ફરીથી પાટા પર આવી ગયું. પ્રાણે પણ મુશ્કેલીમાં ફસાયેલા કપિલદેવને પણ આવી જ મદદ કરી હતી.
 • અમિતાભ બચ્ચન

 • બિગ બી 70 ના દાયકામાં ફિલ્મોમાં આવ્યા અને 80 ના દાયકા સુધીમાં તે એક મોટા સુપરસ્ટાર બની ગયા. સફળતા તેના પગલાને ચુંબન કરી હતી, પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે તેના પર દુર્ભાગ્યના કાળા વાદળો આવ્યા. અમિતાભ બચ્ચને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ તેમને ત્યાં સફળતા મળી નહીં. 1987 માં, તેમણે સાંસદ પદ પરથી તૂફાન, હમ, ખુદાગવાહ અને અગ્નિપથ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું અને ચાહકોને આ ફિલ્મ પસંદ પણ આવી હતી.જોકે બિગ બીએ વિચાર્યું કે માત્ર ફિલ્મોમાંથી પૈસા કમાઈને કામ નહી ચાલે તો  તેણે બિજનેસનો મૂડ બનાવ્યો.

 • 1996 માં અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ, એટલે કે એબીસીએલ બનાવવામાં આવી. આ કંપની હેઠળ અરશદ વારસી અને ચંદ્રચુડ જેવા ચહેરાઓ સાથે ફિલ્મ ‘તેરે મેરે સપને’ બનાવવામાં આવી હતી. આ ફિલ્મ ચાલી નહી. આ પછી, તેણે પોતાની ફિલ્મ ‘મૃત્યુદાતા’ ને પ્રોડ્યૂસ કરી, પરંતુ બધા પૈસા ડૂબી ગયા. બીગ બીએ એક ચંસ લીધો અને બેંગલોરમાં એક મિસ વલર્ડ સ્પર્ધાનું આયોજન કર્યું. આ પ્રોગ્રામ પણ લોકોને ગમ્યો નહીં અને બિગ બીને કરોડો રૂપિયાનું નુક્સાન થયું.

 • અમિતાભ બચ્ચન રસ્તા પર આવી ગયા અને તેમને તેમનો બંગલો ગીરવી રાખવો પડ્યો હતો. તે સમયે તેમની મદદ માટે આગળ આવ્યા સુબ્રત રાય અને અમરસિંહ. આ પછી તેને ટીવી શો ‘કેબીસી’ મળ્યો. તે દિવસોમાં, મોટા સ્ટાર્સ ટીવી પર શો કરતા ન હતા, પરંતુ બિગ બી આ માટે ખુશી-ખુશીથી તૈયાર થઈ ગયા હતા. આ શો હિટ રહ્યો અને તેણે ધીરે ધીરે બધા દેવાં ચુકવ્યાં અને ધંધો છોડી દીધો.
 • નરીમન ઈરાની

 • ફિલ્મ છૈલા બાબુ, રોટી કપડા ઔર મકાન અને સરસ્વતીચંદ્ર જેવી ફિલ્મોના પ્રખ્યાત સિનેમેટોગ્રાફર નરીમન ઈરાની પણ કોઈક સમયે પૈસાની તંગીમાંથી પસાર થઈ રહ્યા હતા. તેમની મદદ માટે અમિતાભ, પ્રાણ અને ઝીનત અમાને ફિલ્મ ‘ડોન’ માટે હા પાડી. તેણે ફક્ત ટોકન રકમ પર કામ કરવા માટે હા પાડી હતી. આ સમય દરમિયાન મનોજ કુમારની ફિલ્મ ક્રાંતિના શૂટિંગ દરમિયાન અચાનક એક દિવાલ ધરાશય થતાં નરીમન ઈરાનીનું મોત નીપજ્યું હતું.

 • નરીમાનના પરિવાર પર દુ: ખનો પર્વત તૂટી પડ્યો. આવી સ્થિતિમાં, પરિવારની મદદ માટે દરેક વ્યક્તિએ કોઈ પૈસા લીધા વિના તે ફિલ્મમાં કામ કર્યું હતું. ફિલ્મને પૂર્ણ કરવા માટે ત્રણથી ચાર વર્ષનો સમય લાગ્યો, પરંતુ મનોજ કુમારે ફિલ્મ નિર્દેશક ચંદ્ર બારોટની મદદથી, કોઈપણ રીતે તે ફિલ્મ પૂર્ણ કરવાનો પ્રયાસ ચાલુ રાખ્યો.આ ફિલ્મ બોલિવૂડની શાનદાર ફિલ્મ બની હતી અને આ ફિલ્મની સફળતાથી નરીમનના પરિવારને મદદ મળી હતી.

Leave a Reply

Your email address will not be published.