પોતાના પતિના પહેલા લગ્નમાં માત્ર 11 વર્ષની હતી કરીના, જ્યારે આ અભિનેત્રીની ઉંમર હતી માત્ર…

મનોરંજન
  • પ્રેમ એક વિચિત્ર વસ્તુ છે. જ્યારે તે કોઈ સાથે થાય છે ત્યારે તે થઈ જાય છે.ત્યારે આપણે તેના રંગ-રૂપ,ધર્મ-જાતિ અને ઉંમર જેવી ચીજો જોતા નથી. એક સમય એવો હતો જ્યારે બોલિવૂડના કલાકારો પોતાનાથી ઘણી નાની છોકરીઓ સાથે લગ્ન કરતા હતા.ત્યારે છોકરીઓ પણ પોતાના કરતા મોટા છોકરાઓને પસંદ કરતી.જો કે આજકાલ તો, ઘણી અભિનેત્રીઓ તેમના કરતા નાના છોકરાઓ સાથે લગ્ન કરી રહી છે.પ્રિયંકા ચોપરા અને એશ્વર્યા રાય તેનું ઉદાહરણ છે. આજે અમે તમને એવી જ બોલીવુડ અભિનેત્રીઓ સાથે પરિચય કરવા જઈ રહ્યા છીએ જેઓ તેમના પતિના પહેલા લગ્ન સમયે ખૂબ જ નાની હતી.તેમાથી એક અભિનેત્રી એવી પણ છે જે પોતાના પતિના પહેલા લગ્ન સમયે ફક્ત એક વર્ષની હતી.
  • હેમા માલિની

  • બોલીવુડની ડ્રીમ ગર્લ હેમા માલિનીએ બોલીવુડના હિમેન ધર્મેન્દ્ર સાથે વર્ષ 1979 માં બીજા લગ્ન કર્યા હતા. ધર્મેન્દ્રની પહેલી પત્નીનું નામ પ્રકાશ કૌર છે, જેની સાથે ધર્મેન્દ્રએ વર્ષ 1954 માં લગ્ન કર્યા હતા. ત્યારે ધર્મેન્દ્રની ઉંમર માત્ર 19 વર્ષની હતી. ધર્મેન્દ્ર તેની પ્રથમ પત્નીને છૂટાછેડા આપવા માંગતો હતો, પરંતુ તે આ માટે તૈયાર ન હતી. આવી સ્થિતિમાં ધર્મેન્દ્રએ ઇસ્લામ ધર્મ સ્વીકારીને હેમા સાથે બીજા લગ્ન કરી લીધાં.જ્યારે ધર્મેન્દ્રના પહેલા લગ્ન થયા હતા ત્યારે હેમા માલિની માત્ર 6 વર્ષની હતી. તેનો જન્મ 16 ઓક્ટોબર 1948 માં થયો હતો.
  • કરીના કપૂર

  • કરીના કપૂર બોલિવૂડના નવાબ સૈફ અલી ખાનની બીજી પત્ની છે. 2012 માં બંનેના લગ્ન થયા હતા. તાજેતરમાં જ તે બીજી વખત પ્રેગ્નેંટ પણ બની છે. કરીના પહેલા સૈફે અમૃતા સિંહ સાથે 1991 માં લગ્ન કર્યા હતા. આ દરમિયાન કરીના કપૂર માત્ર 11 વર્ષની હતી. કરીનાનો જન્મ 21 સપ્ટેમ્બર 1980 માં થયો હતો. તે સૈફથી 10 વર્ષ નાની પણ છે.
  • શબાના આઝમી

  • શબાના આઝમી પહેલાના જમાનાની અભિનેત્રી છે. તેણે 1984 માં બોલિવૂડના જાણીતા લેખક જાવેદ અખ્તર સાથે લગ્ન કર્યા હતા.આ જાવેદના બીજા લગ્ન હતા. લેખકના પ્રથમ લગ્ન 1972 માં હની ઇરાની સાથે થયા હતા.ત્યારે  શબાના આઝમી 22 વર્ષની હતી. શબાનાનો જન્મ 18 સપ્ટેમ્બર 1950 માં થયો હતો. તે જાવેદ અખ્તરથી 5 વર્ષ નાની છે.
  • લીના ચંદાવરકર

  • પહેલાના જમાનાની બોલિવૂડ એક્ટ્રેસ લીના ચંદાવરકર ગાયક કિશોર કુમારની ચોથી પત્ની છે. કિશોર કુમારે પ્રથમ લગ્ન 1951 માં રૂમા ગુહા ઠાકુરતા સાથે  કર્યા હતા. ત્યારબાદ તેના બીજા લગ્ન 1960 માં મધુબાલા સાથે થયા. ત્યારબાદ વર્ષ 1976 માં યોગિતા બાલી તેની ત્રીજી પત્ની બની. આખરે વર્ષ 1980 માં, કિશોર કુમારે લીના ચંદાવરકર સાથે ચોથી વખત  સાથે લગ્ન કર્યા.ત્યાર પછી, વર્ષ 1986 માં કિશોર કુમારનું અવસાન થયું. હવે તમને આશ્ચર્ય થશે કે કિશોર કુમારે જ્યારે વર્ષ 1951 માં પહેલા લગ્ન કર્યા હતા ત્યારે તેમની ચોથી પત્ની એટલે કે લીના ચંદાવરકર માત્ર એક વર્ષની હતી. લીનાનો જન્મ 20 ઓગસ્ટ 1950 માં થયો હતો.

Leave a Reply

Your email address will not be published.