પીસાની મીનાર કરતાં વધુ નમેલું છે કાશીનું આ મંદિર, સેંકડો વર્ષોથી છે રહસ્યમય.

Uncategorized
  • ઇટાલીમાં સ્થિત લીનિંગ ટાવર ઓફ પીસા આર્કિટેક્ચરનો એક અદ્ભુત નમૂનો છે. આ ઇમારત તેના પાયાથી 4 ડિગ્રી નમેલી છે. લગભગ 54 મીટર ઉંચાઈ ધરાવતી પીસાની મીનાર નમેલી હોવાના કારણે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. પરંતુ આજે અમે તમને પીસાની મીનાર થી સુંદર એક મંદિર વિશે જણાવીશું, જે ઉત્તર પ્રદેશના વારાણાસીમાં છે.આ મંદિર વારાણસીમાં મણિકર્ણિકા ઘાટની સામે જ છે, જેને રત્નેશ્વર મંદિર તરીકે ઓળખવામાં આવે છે.

  • રત્નેશ્વર મંદિર તેના પાયાથી 9 ડિગ્રી નમેલું છે અને તેની ઉંચાઇ 13.14 મીટર છે. આ મંદિરનું આર્કિટેક્ચર ખૂબ જ અલૌકિક છે. આ મંદિર સેંકડો વર્ષોથી એક બાજુ નમેલું છે. આ મંદિર વિશે ઘણા પ્રકારની દંત કથાઓ પ્રચલિત છે. પરંતુ આજે પણ તે રહસ્યનો વિષય છે કે પત્થરોથી બનેલું આ વજનદાર મંદિર નમેલું હોવા છતા પણ ઘણા વર્ષોથી ઉભું છે.

 

  • વારાણસીમાં ગંગા ઘાટ પર બધા મંદિરો ઉપરની તરફ બનાવવામાં આવ્યા છે,તો ત્યાં રત્નેશ્વર મંદિર મણિકર્ણિકા ઘાટ નીચે બનાવવામાં આવ્યું છે. ઘાટની નીચે હોવાથી આ મંદિર વર્ષના છ મહિનાથી વધુ સમય સુધી ગંગાના પાણીમાં ડૂબેલું રહે છે. પૂરની સ્થિતિમાં નદીનું પાણી મંદિરના શિખર સુધી પહોંચે છે. સ્થાનિક પૂજારીઓ અનુસાર આ મંદિરમાં ફક્ત બેથી ત્રણ મહિના જ પૂજા થાય છે.
  • અહિલ્યાબાઈ હોલકરની દાસી દ્વારા બનાવવામાં આવ્યું હતું આ મંદિર

  • સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, વારાણસીમાં ઘણા મંદિરો અને કુંડ નુ નિર્માણ મહારાણી અહિલ્યાબાઈ હોલકરએ કરાવ્યું હતું. તેમના શાસનકાળ દરમિયાન, તેની દાસી રત્ના બાઇએ મણિકર્ણિકા ઘાટની સામે શિવ મંદિર બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી અને આ મંદિરનું નિર્માણ કરાવ્યું.તે દાસીના નામ પરથી જ આ મંદિરનું રત્નેશ્વર રાખવામાં આવ્યું.
  • મંદિર વિશે પ્રચલિત દંતકથાઓ

  • રત્નેશ્વર મંદિર વિશે કેટલીક દંતકથાઓ પણ પ્રચલિત છે. સ્થાનિ લોકો તેને કાશી કરવત કહે છે. તે જ સમયે, કેટલાક લોકો તેને માતૃઋણ મંદિર કહે છે. કોઈએ પોતાની માતાના ઋણમાંથી મુક્તિ મેળવવા માટે આ મંદિર બનાવ્યું, પરંતુ આ મંદિર નમી ગયું. આવી સ્થિતિમાં એવું કહેવાતું હતું કે માતાના ઋણ માંથી મુક્ત થઈ શકાય નહીં.

Leave a Reply

Your email address will not be published.