પિતૃ પક્ષ: શ્રાદ્ધના દિવસે ભોજનમાં ભૂલથી પણ આ ચીજનો ઉપયોગ ન કરો નહીં તો પિતૃ થઈ શકે છે નારાજ

ધાર્મિક
  • હિન્દુ શાસ્ત્રોમાં જણાવાયું છે કે જે લોકોએ તેમના દેહ છોડી દીધા છે તેમની તૃપ્તિ અને ઉન્નતિ માટે શ્રદ્ધા સાથે જે સંકલ્પ અને તર્પણ કરવામાં આવે છે તે શ્રાદ્ધ છે. તેને મહાલય અને પિતૃ પક્ષ પણ કહેવામાં આવે છે. શ્રાદ્ધનો મહિમા અને વિધિનું વર્ણન વિષ્ણુ, વાયુ, વરાહ, મત્સ્ય જેવા પુરાણો અને મહાભારત, મનુસ્મૃતિ જેવા શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે.શ્રાદ્ધનો અર્થ એ છે કે આપણા ભગવાન, કુટુંબ, કુળની પરંપરા, સંસ્કૃતિ અને ઇષ્ટ પ્રત્યે આદર રાખવો. શ્રાદ્ધ પક્ષમાં આપણા પૂર્વજોને યાદ કરીને  તેમના માટે ભોજન તૈયાર કરવામાં આવે છે.

  • ઠાકુરદ્વાર મંદિરના મહંત જ્યોતિષાચાર્ય ઉમેશચંદ્ર કૌત્સ કહે છે કે શ્રદ્ધાના ભોજનમાં ખીર-પુરી, હલવો શુભ માનવામાં આવે છે, પરંતુ પૌરાણિક માન્યતા એ છે કે તમારા પિતૃએ તેમના જીવનમાં જે ખાવાનું પસંદ કર્યું છે તે ચીજોનો ભોગ લગાવવો જોઈએ.તેનાથી પિતૃ ખુશ થાય છે. એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષમાં આપણે જે પણ પિતૃ ના નામનું કાઢીએ છીએ, તેને તેઓ સૂક્ષ્મ સ્વરૂપમાં આવીને ગ્રહણ કરે છે.

  • કહેવામાં આવે છે કે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ ભોજનની થાળીમાં, ચણા, મસૂર, અડદ, કાળુ જીરું, કળથી, સત્તુ, મૂળો, કાકડી, ડુંગળી, લસણ, કાળું મીઠું, દૂધી, અને વાસી-ખરાબ અન્ન, ફળો અને બદામ જેવી ચીજોનો સમાવેશ કરવો જોઈએ નહીં. શ્રાદ્ધમાં આ વસ્તુઓનો ઉપયોગ અશુભ માનવામાં આવે છે. તેનાથી પિતૃ નારાજ થાય છે. પરિવારમાં અશાંતિ, દુ: ખ અને ગરીબીનો વાસ થાય છે.

Leave a Reply

Your email address will not be published.