પિતાની જેમ ફિલ્મમેકિંગ દરમિયાન નિધિને થયો પ્રેમ,જે.પી. દત્તાની પુત્રી આ મહિનામાં કરશે લગ્ન…

બોલિવુડ
  • ‘ગુલામી’, ‘બોર્ડર’ અને ‘એલઓસી કારગિલ’ જેવી ફિલ્મો બનાવનાર નિર્માતા નિર્દેશક જેપી દત્તા અને અભિનેત્રી બિંદિયા ગોસ્વામીની પુત્રી નિધિ દત્તા આ ડિસેમ્બરમાં ડિરેક્ટર બિનોય ગાંધી સાથે લગ્ન કરશે. નિધિનો મહેંદી સમારોહ પણ ખૂબ ધામધૂમથી થયો.

  • મહેંદી સમારોહ પછી તરત જ, નિધિએ જણાવ્યું હતું કે તેણે કોવિડ -19 અને આંશિક લોકડાઉન હોવા છતાં સગાઈ કરવાનું નક્કી એટલા માટે કર્યું છે કારણ કે એક કુટુંબ તરીકે, અમે હંમેશા ભગવાન ગણેશની હાજરીના 11 દિવસ દરમિયાન તમામ શુભ કાર્યો કરીએ છીએ અને આ એક આવી પરંપરા છે જે મારા માતાપિતા કાયમ રાખવા માંગે છે. તેથી અમારી સગાઈ બાપ્પાના આશીર્વાદ સાથે લગભગ 25 લોકોની વચ્ચે નક્કી થઈ. “

  • તેની લવ સ્ટોરી અને બિનોય સાથેના તેના સંબંધ વિશે નિધિ કહે છે, ‘મારા માતા-પિતાની લવ સ્ટોરી અને આમારી લવ સ્ટોરી વચ્ચે ઘણી સમાનતાઓ છે. મમ્મી અને પપ્પાની મુલાકાત સરહદ નામની એક ફિલ્મમાં થઈ હતી, જે મારા પપ્પા દ્વારા નિર્દેશિત હતી અને મમ્મી તેમાં એક્ટિંગ કરી રહી હતી. જોકે એ ફિલ્મ ક્યારેય રિલીઝ ન થઈ, પણ આ ફિલ્મ મારા મમ્મી-પપ્પાને સાથે લાવી હતી.

  • નિધિ આગળ કહે છે, “બિનોયને અમારી કંપની માટે એક ફિલ્મનું નિર્દેશન કરવાનું હતું અને મારે તેમાં કામ કરવાનું હતું. ફરીથી, તે ફિલ્મ ક્યારેય રિલીઝ ન થઈ, પરંતુ અમારી ખુશીની શરૂઆત ત્યાંથી થઈ. બિનોય મારા સ્મિતનું કારણ છે, મારો સપોર્ટ સિસ્ટમ છે.

  • નિધિ સાથેના તેના બંધન વિશે વાત કરતાં બિનોય કહે છે, ‘નિધિ મારું બ્રહ્માંડ છે. તેણી મને દરેક રીતે સારું અનુભવ કરાવે છે. જો હું ખુશ રહેવા માંગું છું, તો હું તેને ફોન કરું છું. જોહું કોઈ ચીજથી દુઃખી છું, તો હું તેને કોલ કરું છું. જો કોઈ સ્ક્રિપ્ટનો આઇડિયા છે, તો હું તેને કોલ કરું છું. તે મારી શ્રેષ્ઠ મિત્ર અને માર્ગદર્શિકા છે.

Leave a Reply

Your email address will not be published.