પહેલા લગ્નથી મળ્યું દુઃખ તો, આ અભિનેત્રીઓએ બીજા લગ્ન કરીને વસાવ્યું ઘર, આજે દેખાય છે ખૂબ જ ખુશ

બોલિવુડ
 • એવું કહેવામાં આવે છે કે જોડી ભગવાનને બનાવે છે, પરંતુ ઘણી વખત પૃથ્વી પર તે જોડીઓ તેમના સંબંધો યોગ્ય રીતે ચલાવી શકતા નથી અને તેઓએ અલગ થવું પડે છે. સમાજ છૂટાછેડાને ભલે ગમે તે રીતે જુએ તેને ધ્યાનમાં લીધા વિના, તમે જે સંબંધથી ખુશ નથી તેને તોડી નાખવા વધુ સારું છે.સામાન્ય લોકો હોય કે પછી કોઈ સેલેબ્સ લાઇફ પાર્ટનર પસંદ કરવામાં કોઈનાથી પણ ભૂલ થઈ શકે. જો કે છૂટાછેડા પછી ઘણા લોકો લગ્ન અને પ્રેમ પ્રત્યેનો વિશ્વાસ ગુમાવે છે,પરંતુ બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ એવી રહી છે કે જેમણે પહેલા લગ્નજીવનમાં ઘણું દુઃખ સહન કર્યું હતું અને પછી પોતાને બીજી તક આપી હતી. આજે તેણી તેના બીજા લગ્નમાં માત્ર ખૂબ જ ખુશ નથી, પરંતુ સંતુષ્ટ પણ છે અને બીજાઓ માટે એક મિશાઈલ પણ બની છે. તમને જણાવીએ કે એવી કઇ અભિનેત્રીઓ છે જેમના પહેલા લગ્ન નિષ્ફળ થયા અને બીજા લગ્નમાં ખુશી મળી.
 • કિરણ ખેર- અનુપમ
 • કિરણ ખેરને ફિલ્મ ઇંડસ્ટ્રીની મોર્ડન માતા કહેવામાં આવે છે. તે માત્ર એક મહાન અભિનેત્રી તો છે જ, આ સિવાય તે રાજકારણના ક્ષેત્રમાં પણ પોતાનો દમ દેખાડી ચુકી છે. કિરણ ચંદીગઢથી સંસદ સભ્ય છે અને ચૂંટણી ક્ષેત્રે સારા રાજકારણીઓને સારી ટક્કર આપી છે. કિરણ અનુપમના જીવનનો એક અતૂટ ભાગ છે, પરંતુ આ તેના પહેલા લગ્ન નથી.બહુ ઓછા લોકો આ વાત જાણે છે કે કિરણ ખેરના પહેલા લગ્ન ગૌતમ બેરી સાથે થયા હતા. ગૌતમ સાથે લગ્ન કર્યા પછી તે કિરણ બેરી બની હતી. કિરણનો પહેલો પતિ ગૌતમ મુંબઇનો ઉદ્યોગપતિ હતો અને સિકંદર ખેર તેનો જ પુત્ર છે.

 • આ સમય દરમિયાન કિરણે થિયેટરમાં કામ કરવાનું શરૂ કર્યું. ત્યાં જ તેની મુલાકાત અનુપમ ખેર સાથે થઈ. બંનેએ એક નાટક ‘ચાંદપુરી કી ચંપાબાઈ’ માં કામ કર્યું હતું. આ પછી, તે બંને મિત્રો બની ગયા. આ બાજુ કિરણની મિત્રતા અનુપમ સાથે વધતી ગઈ અને ગૌતમ સાથેના તેના સંબંધો બગડવા લાગ્યા. કિરણ તેના લગ્નમાં નાખુશ રહેવા લાગી. ત્યાર પછી તેણે ગૌતમને છૂટાછેડા આપીને અનુપમ સાથે લગ્ન કર્યા. લગ્ન પછી અનુપમે ગૌતમ અને કિરણના પુત્ર સિકંદરને તેનું નામ આપ્યું. આજે બંનેને બોલીવુડના જોલી કપલ્સ માનવામાં આવે છે.
 • યોગિતા બાલી અને મિથુન ચક્રવર્તી
 • યોગિતા બોલિવૂડની એક સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી રહી છે. તેણે ફિલ્મ પરવાનાથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તે ઇંડસ્ટ્રીમાં આગળ વધી રહી હતી તે સમયે તેની મુલાકાત કિશોર કુમાર સાથે થઈ. કિશોર કુમાર પણ પત્ની મધુબાલાના અવસાન પછી એકલા થઈ ગયા હતા. આ પછી, તે બંને નજીક આવવા લાગ્યા. વર્ષ 1976 માં યોગીતા અને કિશોર કુમારે લગ્ન કર્યા. આ કિશોર કુમારના ત્રીજા લગ્ન હતા. બંનેનાં લગ્ન થઈ ગયાં, પરંતુ યોગિતાને લગ્ન પછી કિશોર કુમારનો દિલફેંક મિજાજ સમજાયો.

 • તેણીને ખબર પડી કે તે જે સ્થિરતા તેના પતિમાં શોધી રહી છે તે કિશોર કુમારમાં નથી, જેના કારણે બંનેએ લગ્નના બે વર્ષ પછી અલગ થવાનું નક્કી કર્યું અને યોગિતાએ કિશોરકુમારને છૂટાછેડા આપી દીધા. આ પછી, યોગિતાનું નામ મિથુન ચક્રવર્તી સાથે જોડાવા લાગ્યું. બંને એકબીજાની નજીક આવી ગયા અને યોગિતાએ મિથુન સાથે લગ્ન કર્યા.
 • નીલમ કોઠારી-સમીર સોની
 • નીલમ એક સમયે બોલિવૂડની ટોપ અભિનેત્રીઓમાંની એક માનવામાં આવતી હતી. દરેક વ્યક્તિ તેની સુંદરતા અને એક્ટિંગના દિવાના હતા. એ દિવસોમાં નીલમનું નામ ગોવિંદા સાથે ખૂબ જ જોડાયું હતું. ગોવિંદા અને નીલમના લગ્નના સમાચાર પણ આવ્યા હતા, જોકે ગોવિંદાની માતાને નીલમ પસંદ ન હતી તેથી આ લગ્ન થઈ શક્યા નહિ. તેણે ગોવિંદા માટે સુનિતાને પસંદ કરી હતી, જેનાથી નીલમનું દિલ તુટી ગયું.

 • આ પછી, નીલમે વર્ષ 2000 માં યુકેના બિજનેસમેન ઋષિ સેઠિયાને પોતાના જીવનસાથી તરીકે પસંદ કર્યા. જો કે, આ લગ્ન લાંબા સમય સુધી ચાલ્યા નહીં. ટૂંક સમયમાં  નીલમ અને ઋષિના છૂટાછેડા થઈ ગયા. બીજી તરફ, ગોવિંદા પણ સુનિતાના થઈ ચુક્યા હતા. આ પછી નીલમે વર્ષ 2013 માં એક્ટર સમીર સોની સાથે લગ્ન કર્યા. લગ્ન પછી બંનેએ એક પુત્રીને દત્તક લીધી જેનું નામ છે આહના. આજે નીલમ તેના લગ્નજીવનમાં ખૂબ ખુશ છે.
 • રેણુકા શહાણે-આશુતોષ રાણા
 • હમ આપકે હૈ કૌનમાં ભાભીની ભૂમિકા નિભાવીને સૌના દિલમાં વસી ગયેલી રેણુકા શહાણેના જીવનમાં પીડાદાયક ક્ષણો આવી હતી. રેણુકાએ પહેલા લગ્ન મરાઠી ડિરેક્ટર વિજય મરાઠા સાથે કર્યા. જો કે, બંનેના સંબંધોમાં કોઈ વાતને લઈને થોડી કડવાશ આવી હતી અને આ સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યો નહીં. આ પછી, રેણુકાના જીવનમાં આશુતોષ રાણા આવ્યા.

 • આશુતોષને જે સમયે રેણુકા સાથે પ્રેમ થયો ત્યારે રેણુકા લગ્ન અને પ્રેમનો ખ્યાલ પોતાના દિલમાંથી કાઢી ચુકી હતી. જોકે, રાણા એ પણ નક્કી કર્યું કે તે રેણુકાને તેની પત્ની બનાવશે. તેણે સખત પ્રયત્ન કર્યા અને સજ્જનની જેમ રેણુકાને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. તેના પ્રત્યેનું આ દીવાનગી જોઇને રેણુકાએ તેનું દિલ ગુમાવી દીધું અને લગ્ન માટે હા પાડી. આજે તેના જીવનમાં ખુશી છે અને તે તેના પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમય ગાળતી જોવા મળે છે. રેણુકા અને આશુતોષને બે પુત્ર, શૌર્યમન અને સત્યેન્દ્ર છે.
 • અર્ચના પુરનસિંહ-પરમીત સેઠી
 • અર્ચના બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી છે અને આ દિવસોમાં તે રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળી રહી છે. અર્ચનાએ લાંબા સમય પછી ટીવી શો ‘કોમેડી સર્કસ’ થી કમબેક કર્યું હતું, ત્યારપછી તે આજકાલ કપિલ શર્માના શોમાં જોવા મળી રહી છે. બહુ ઓછા લોકો જાણે છે કે અર્ચનાના પહેલા લગ્ન કોઈ બીજા સાથે થયા હતા.

 • જોકે તે સંબંધ સારો ન હતો, તેના કારણે તેને તેમના લગ્ન તોડવા પડ્યા. આ સંબંધ એટલો ખરાબ હતો કે અર્ચનાએ ક્યારેય તેનો ઉલ્લેખ પણ કર્યો નહીં. તેણે નક્કી કર્યું હતું કે તે ક્યારેય લગ્ન નહીં કરે, પરંતુ પરમીતના કારણે તેને પોતાનો નિર્ણય બદલવો પડ્યો. બંનેની મુલાકાત એકદમ રસપ્રદ રહી અને ચાર વર્ષ એકબીજા સાથે ડેટિંગ કર્યા પછી 1992 માં  લગ્ન કર્યા. આજે બંનેની જોડીને દરેક વ્યક્તિ પસંદ કરે છે અને બંને એક બીજાથી ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. અર્ચના અને પરમીતને આર્યમાન અને આયુષ્માન નામના બે પુત્રો છે.

Leave a Reply

Your email address will not be published.