પર્સમાં ન રાખવી જોઈએ આ વસ્તુઓ,નથી રહેતો એક પણ પૈસો..

Uncategorized
  • ઘણીવાર લોકો તેમના પર્સમાં પૈસાની સાથે ઘણી બધી અન્ય ચીજો પણ રાખે છે. પરંતુ કેટલીક ચીજો પર્સમાં રાખવાથી તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.પર્સમાં બિનજરૂરી ચીજો રાખવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ થાય છે. તેથી આપણે પર્સમાં આવી ચીજો ના રાખવી જોઈએ. ચાલો જાણીએ કઈ ચીજો પર્સમાં રાખવાથી નથી રહેતા પૈસા.

  • ઘણીવાર લોકો તેમના પર્સમાં પૈસા સિવાય અન્ય બિનજરૂરી ચીજો પણ રાખે છે.જેમ કે નાની કાપલીઓ, બીલ વગેરે, પરંતુ વાસ્તુ શાસ્ત્ર મુજબ આ ચીજો પર્સમાં રાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે અને પૈસાની ખોટ થાય છે.

  • કેટલાક લોકો તેમના પર્સમાં પૂર્વજોની તસવીરો પણ રાખે છે, પરંતુ વાસ્તુ કહે છે કે કોઈ પણ મૃત વ્યક્તિની તસવીર પર્સમાં  રાખવી અશુભ છે.આવી ચીજો પર્સમાં રાખવાથી અશુભતાની સાથે કામમાં અવરોધ આવે છે.
  • જેમ મંદિરમાં ભગવાનની તૂટેલી મૂર્તિ ન રાખવી જોઈએ, તે જ રીતે, પર્સમાં ક્યારેય ભગવાનની તૂટેલી તસવીરો ન રાખવી, જો તમારે પર્સમાં કોઈ દેવી-દેવતાની તસવીર રાખવી હોય, તો નવી તસવીર રાખો, અને પર્સને ક્યારેય ગંદા હાથે સ્પર્શશો નહીં. અપવિત્ર હાથથી પર્સ વગેરેને સ્પર્શ કરવાથી લક્ષ્મી વાસ કરતી નથી.

  • મોટાભાગના લોકો તેમના પર્સમાં પૈસાને અવ્યવસ્થિત રીતે રાખે છે. પરંતુ ક્યારેય પૈસાને પર્સમાં અવ્યવસ્થિત રીતે રાખવા  જોઈએ નહિં. પૈસા હંમેશાં યોગ્ય રીતે રાખવા જોઈએ.

  • પર્સમાં ક્યારેય નોટ અને સિક્કા એક સાથે ન રાખવા.તેનાથી પૈસાની ખોટ થવાની સંભાવના રહે છે. ઉપરાંત, સિક્કાઓના બિનજરૂરી અવાજથી માતા લક્ષ્મી વાસ કરતી નથી. તેથી નોટ અને સિક્કા હંમેશા અલગ રાખો.
  • પર્સમાં કોઈ પણ અશ્લીલ સામગ્રી ન રાખવી જોઈએ. કારણ કે પર્સમાં માતા લક્ષ્મીનું સ્થાન હોય છે. આવી સામગ્રી પર્સમાં રાખવાથી લક્ષ્મીજી ગુસ્સે થાય છે. આવા લોકો પાસે ક્યારેય પૈસા રહેતા નથી.

  • વાસ્તુ મુજબ પર્સમાં તીક્ષ્ણ ચીજો પણ ન રાખવી જોઈએ.તીક્ષ્ણ ચીજો પર્સમાં રાખવાથી નકારાત્મક ઉર્જા  આવે છે. પૈસાનો બગાડ થાય છે.

Leave a Reply

Your email address will not be published.