જ્યારે પણ કોઈ સ્ત્રીના લગ્ન થાય છે ત્યારે તે તેના પતિ પાસેથી ઘણો પ્રેમ ઇચ્છે છે. તે ઈચ્છે છે કે મારો પતિ મારી બધી વાત સાંભળશે અને મારી સાથે ક્યારેય ઝગડો નહીં કરે. જો આવું ન થાય તો સ્ત્રી દુ: ખી થઈ જાય છે. પતિ-પત્ની વચ્ચે ઝઘડા આગળ જઇને છૂટાછેડાનું કારણ પણ બની જાય છે. પરંતુ આજે અમે તમને એક એવી મહાન પત્ની વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તેના પતિથી માત્ર આટલા માટે છૂટાછેડા લેવા માંગે કારણે કે તેનો પતિ તેને ખૂબ પ્રેમ કરે છે.જી હા! તમે બરાબર વાંચ્યું છે. પત્ની તેના પતિના વધારે પ્રેમને કારણે પરેશાન છે અને છૂટાછેડા માંગે છે. જ્યારે મહિલા આ મામલે કોર્ટમાં ગઈ ત્યારે ત્યાં બેઠેલા કલાર્ક પણ માથું ખંજવાળવા લાગ્યા. ચાલો આપણે આ આખી બાબત થોડી વધુ વિગતવાર જાણીએ.
પતિના પ્રેમથી કંટાળી સ્ત્રી, છૂટાછેડાની માંગ
આ અજીબ ઘટના ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લાની છે. અહીં એક મહિલાએ શરિયા કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી અને આ કારણમાં લખ્યું હતું કે ‘મારો પતિ મને ખૂબ પ્રેમ કરે છે.’ હવે, આ મહિલાની અરજી જોઈને, કોર્ટમાં બેઠેલા લોકોએ પણ તેનું માથું ખંજવાળ્યું હશે.ખરેખર મહિલાએ કોર્ટમાં કહ્યું – “તે (પતિ) ક્યારેય મારી સાથે ઉંચા અવાજે બોલતો નથી કે કોઈ પણ બાબતે ગુસ્સે થતો નથી.” હું આવા વાતાવરણમાં ગૂંગળામણ અનુભવું છું. કેટલીકવાર તેઓ મારા માટે રસોઈ પણ બનાવે છે અને મને ઘરના કામમાં મદદ પણ કરે છે. જ્યારે હું કોઈ પણ ભૂલ કરું છું,તો તે તરત જ મને માફ કરે છે. હું તેમની સાથે દલીલ કરવા ઇચ્છું છું. મને એવું જીવન નથી જોઈતું કે જ્યાં મારા પતિ મારી દરેક વાત સાથે સહમત હોય. ‘
લગ્નને થયા 18 મહિના
તેમના લગ્નજીવનને 18 મહિના થયા છે. છૂટાછેડા પાછળ પત્નીનું આ વિચિત્ર કારણ જોઈને શરિયા કોર્ટનો કલાર્ક પણ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે મહિલાને પૂછ્યું કે આ સિવાય તેને પોતાના પતિ સાથે કોઈ બીજી તકલીફ છે તો મહિલાનો જવાબ હતો ‘ના’. ત્યારબાદ કલાર્કે મહિલાની છૂટાછેડાની અરજીને ‘મામૂલી’ ગણાવીને રિજેક્ટ કરી હતી.
પત્નીને ખુશ જોવા માંગે છે પતિ
બીજી તરફ મહિલાનો પતિ આ છૂટાછેડાના પક્ષમાં નથી.પરંતુ, તેણે કોર્ટને આ છૂટાછેડાના કેસને રદ કરવા જણાવ્યું હતું. પતિ કહે છે કે તે તેની પત્નીને ખુશ જોવા માંગે છે. તેથી, તે ક્યારેય તેની સાથે ઝઘડો કરતો નથી અથવા ગુસ્સે થતો નથી. બંને પક્ષને સાંભળ્યા પછી શરિયા કોર્ટે કપલને કહ્યું કે તમે લોકો આ બાબતનું પોતાની પરસ્પર સમજણથી સમાધાન કરો.
આ સમગ્ર મામલે તમારો અભિપ્રાય શું છે? શું પત્નીઓ ખરેખર વધુ પ્રેમ અને મદદને પચાવતી નથી? અથવા ફક્ત આ પત્ની જ દુનિયામાં અનોખી છે.