વાસ્તુ શાસ્ત્રમાં બે પ્રકારની ઉર્જાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે,હકારાત્મક અને નકારાત્મક જ્યાં સકારાત્મક ઉર્જા આપણા ઘરમાં સુખ અને શાંતિ લાવે છે, ત્યારે નકારાત્મક ઉર્જા ઘરમાં આવવાથી મુશ્કેલીઓ વધે છે. તેથી આપણે કોઈ ચીજોને ઉધારમાં કોઈ પાસેથી લેતી વખતે ધ્યાન રાખવું જોઈએ. કોઈની પાસેથી આ ચીજો લેવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે,અથવા કેટલીક ચીજો ઉધાર લેવાથી તમારા સ્વાસ્થ્ય અને ભાગ્ય પર પણ વિપરીત અસર થઈ શકે છે. તો ચાલો આપણે જાણીએ કે કઈ ચીજો ઉધારમાં લેવાથી બચવું જોઈએ.
શંખ લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંનેને પ્રિય છે અને શંખને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. તેથી,ભૂલથી પણ પોતાના ઘરનો શંખ કોઈને આપો નહિં,તેનાથી તમારા પર મુશ્કેલીઓ આવી શકે છે. શંખ આપવાનો અર્થ એ છે કે તમે તે વ્યક્તિને તમારા ઘરની લક્ષ્મી આપી રહ્યા છો. જો કોઈ કારણોસર તમે કોઈને શંખ આપ્યો છે, તો તેને ગંગાના પાણીથી ધોઈને જ તેનો ઉપયોગ કરો.
ક્યારેય પણ બીજાના કપડા ન પહેરવા જોઈએ. દરેક વ્યક્તિની પોતાની અલગ ઉર્જા હોય છે. કોઈના કપડા અથવા ઘરેણાં વગેરે પહેરવાથી તેમની નકારાત્મક ઉર્જાની અસર તમારા પર પડે છે, જો તમે કોઈ શુભ કાર્ય માટે જાવ છો તો ભૂલથી પણ બીજાના કપડા ન પહેરો.તેનાથી તમારું નસીબ બગડી શકે છે. તેની ખરાબ અસર તમારા સ્વાસ્થ્ય પર પણ પડી શકે છે.
વાસ્તુ શાસ્ત્ર મુજબ કોઈ બીજાના પલંગનો ઉપયોગ કરવો જોઇએ નહિં, અથવા કોઈના શયનખંડ (સૂવાના ઓરડા) માં સૂવું જોઈએ નહિં, વ્યક્તિને દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે. કોઈ પણ કાર્યમાં સફળતા મળતી નથી, આર્થિક મુશ્કેલીઓ વધે છે. પતિ-પત્નીના સંબંધોમાં કડવાશ આવી શકે છે.
વાસ્તુ શાસ્ત્ર મુજબ કોઈની પાસેથી પેન લેવી જોઈએ નહીં. જો તમે કોઈની પાસેથી પેન લીધી હોય, તો તેને કામ કર્યા પછી તરત જ પરત કરી દેવી જોઈએ, નહીં તો તમારી આર્થિક સ્થિતિ પર તેની ખરાબ અસર પડી શકે છે, અને તમારે પૈસાની ખોટ સહન કરવી પડી શકે છે.