દુબઈમાં આ કારણે ધોની-સુરેશની મિત્રતામાં આવી દરાર, આઈપીએલ છોડીને ભારત પરત ફર્યા રૈના

Uncategorized
  • ઇન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝન 19 સપ્ટેમ્બરથી યુએઈમાં શરૂ થવાની છે. ભારતમાં વધતા કોરોના વાયરસના ચેપને ધ્યાનમાં રાખીને આ વખતે આઈપીએલનું આયોજન યુએઈમાં કરવામાં આવ્યું છે. આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ તરફથી વિવાદના સમાચાર સતત સામે આવી રહ્યા છે. જણાવી દઇએ કે તાજેતરમાં ટીમના એક મહત્વપૂર્ણ સભ્ય અને મિસ્ટર આઈ.પી.એલ. કહેવાતા સુરેશ રૈના અચાનક જ ટીમ છોડીને ઘરે પરત ફર્યા છે. આ સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. જો કે, રૈનાના પાછા ફરવાના કારણ વિશે દરેક વ્યક્તિ જાણવા માગે છે.

  • જણાવી દઇએ કે રૈના તાજેતરમાં જ યુએઈથી ભારત પરત આવ્યા છે અને આ અંગે તમામ પ્રકારની અટકળો ચાલી રહી છે. જો કે, હવે અટકળોનો તબક્કો પૂરો થતો દેખાઈ રહ્યો છે, કારણ કે હવે કેટલીક પુખ્ત માહિતી બહાર આવી રહી છે. જણાવી દઇએ કે રૈના વિશે હવે ટીમના માલિક એન. શ્રીનિવાસને એક મોટું નિવેદન આપ્યું છે. ચાલો આપણે તેઓએ શું કહ્યું છે.
  • જાણો રૈનાના આઈપીએલ છોડવાના વાસ્તવિક કારણ…

  • શ્રીનિવાસને રૈના વિશે જણાવ્યું હતું કે તે ખરાબ હોટલના રૂમ અને કોરોના વાયરસના ડરથી આઈપીએલ 2020 છોડીને ભારત પરત આવ્યા છે. રિપોર્ટસનું માનીએ તો ખરાબ હોટલના રૂમને લઈને રૈના અને ધોની વચ્ચે વિવાદ પણ થયો હતો. આ વાતની પુષ્ટિ એન શ્રીનિવાસન દ્વારા પણ કરવામાં આવી છે, તેમણે કહ્યું છે કે હોટલના રૂમને લઈને રૈના અને ધોની વચ્ચે વિવાદ થયો હતો. આ વાતને લઈને ધોનીએ તેના વતી રૈનાને મનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ તે માન્યા નહિં અને તેણે ટૂર્નામેન્ટ છોડવાનો નિર્ણય લીધો.
  • રૈના ફરી જોડાઈ શકે છે ટીમ સાથે

  • ટીમના માલિક એન શ્રીનિવાસનને વિશ્વાસ છે કે રૈના ટીમ સાથે પાછા જોડાશે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું છે કે મને પૂરી  આશા છે કે રૈના ફરી ટીમ સાથે જોડાવા માંગશે. સિઝન હજી શરૂ થઈ નથી અને તેને લાગશે કે તેણે 11 કરોડનો પગાર છોડી દીધો છે. જણાવી દઇએ કે જ્યારે રૈના ઘરે પરત ફર્યા ત્યારે એવું કહેવાઈ રહ્યું હતું કે પઠાણકોટમાં તેના સબંધીઓ પર કેટલાક લૂંટારાઓએ હુમલો કર્યો હતો અને આ હુમલામાં એક સંબંધી માર્યો ગયો હતો.
  • શું છે આખી બાબત

  • આઈપીએલ માટે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ 21 ઓગસ્ટના રોજ દુબઇ પહિંચી હતી. ત્યારથી જ રૈના હોટલમાં પોતાના રૂમથી ખુશ ન હતા, તે કોરોનાને કારણે કેટલાક કડક પ્રોટોકોલ ઇચ્છતા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે રૈનાને તેના રૂમની બાલ્કની પસંદ ન હતી, તેને કેપ્ટન ધોની જેવો રૂમ જોઈતો હતો. આ દરમિયાન, ટીમના 13 સભ્યો કોરોના પોઝિટિવ બન્યા હતા જેમાં બે ભારતીય ખેલાડીઓ (દિપક ચાહર અને ઋતુરાજ ગાયકવાડ) શામેલ હતા. આ સમાચાર સાથે રૈનાનો ડર વધી ગયો.

  • જણાવી દઈએ કે આઈપીએલ માટે આઠ ફ્રેન્ચાઇઝી ટીમો યુએઈ પહોંચી છે. બધાએ કોરોના વાયરસથી સંબંધિત પ્રોટોકોલ્સનું પાલન કરીને પ્રેક્ટિસ સેશન શરૂ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published.