તિરૂપતિ મંદિરના દાન પર ન પડી કોરોનાની અસર, માત્ર એક જ દિવસમાં લોકોએ આટલા કરોડનું આપ્યું દાન

Uncategorized
  • તિરૂપતિ બાલાજી મંદિરને એક જ દિવસમાં 1 કરોડ રૂપિયાથી વધુ દાન મળ્યું છે.  તિરુમાલા તિરૂપતિ દેવસ્થનમ (ટીટીડી) દ્વારા આ માહિતી આપવામાં આવી છે. તિરૂમલા તિરૂપતિ દેવસ્થાનમે કહ્યું કે ગયા શનિવારે એક જ દિવસે મંદિરને 1 કરોડ રૂપિયાથી વધુ દાન કરવામાં આવ્યું છે. હુન્ડીમાં એક દિવસમાં આ પૈસા દાન કરવામાં આવ્યા છે. રવિવારે એક પ્રકાશનમાં ટીટીડીએ જણાવ્યું હતું કે શનિવારે 13,486 શ્રદ્ધાળુઓ મંદિરની મુલાકાતે આવ્યા હતા અને તેમના પ્રસાદની ગણતરી કરવામાં આવી હતી.

  • 11 જૂને ખોલવામાં આવ્યું હતું આ મંદિર
  • કોરોના વાયરસના કારણે આ મંદિર ઘણા મહિનાઓથી બંધ હતું. તે જ સમયે, દેશમાં અનલોકની પ્રક્રિયાની હેઠળ આ મંદિર ખોલવામાં આવ્યું છે. લોકડાઉન પછી મંદિર ખોલતાં પહેલા દિવસે જ 25 લાખ રૂપિયાથી વધુ દાન મળ્યું હતું. જોકે, મંદિર ખોલ્યાના થોડા સમય પછી જ અહીં કામ કરતા લોકોને કોરોના વાયરસ થયો. જેના કારણે મંદિર ફરીથી થોડા સમય માટે બંધ કરવામાં આવ્યુ હતું.

  • નોંધપાત્ર વાત એ છે કે, તિરૂપતિ મંદિર વિશ્વનું સૌથી ધનિક મંદિર છે. દર વર્ષે, લાખો લોકો આ મંદિરમાં આવે છે અને દાન આપે છે. દાનના રૂપમાં લોકો પૈસા ઉપરાંત સોના, ચાંદી અને અન્ય વસ્તુઓ ભગવાનને ચઢાવે છે. એક અનુમાન મુજબ આ મંદિરમાં એક મહિનામાં 200 કરોડ રૂપિયાથી વધુ દાન મળે છે. જો કે 20 માર્ચે લોકડાઉન થયા પછી મંદિર બંધ કરાયું હતું. જેની દાન પર અસર પડી. પરંતુ મંદિર ખુલ્યા પછી, લોકોએ ફરી દાન આપવાનું શરૂ કર્યું છે.
  • ભગવાન વિષ્ણુનું છે મંદિર

  • તિરૂપતિ બાલાજી મંદિરમાં ભગવાન વિષ્ણુના તિરૂપતિ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુએ ભવ્ય રીતે લગ્ન કરવા માટે ધન દેવતા કુબેરજીના પૈસા દેવામાં લીધા હતા અને આ દેવું ચુકવવા માટે લોકો અહીં દાન આપે છે. જેથી વિષ્ણુજી આ દેવાથી મુકત થઈ જાય.

Leave a Reply

Your email address will not be published.