તિજોરી સાથે જોડાયેલા આ ઉપાયોમાંથી કોઈ એક ઉપાય કરવાથી નહીં રહે સંપત્તિનો અભાવ…

Uncategorized

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે ધન-ધાન્યથી ભરપૂર રહે,તેના પર માતા લક્ષ્મી કૃપા કરે અને તેની તિજોરી ક્યારેય ખાલી ન રહે. આ માટે લોકો ઘણી વસ્તુઓ પણ કરે છે. દરેક ઘરમાં એક એવી જગ્યા હોય છે જ્યાં પૈસા રાખવામાં આવે છે.ધન રાખવાનું સ્થાન ક્યારેય પણ ખાલી ન રાખવું જોઈએ. તેનાથી ધનની આવક બની રહે છે કેટલાક ઉપાય કરવાથી તિજોરી અથવા પૈસા મુકવાની જગ્યા પર ક્યારેય ધન ઓછું થતું નથી. આજે અમે તમને આવા જ કેટલાક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેના એક ઉપાય દ્વારા તમે પણ માં લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકો છો.

પૂજામાં ઉપયોગમાં લેવામાં આવતી સોપારી વિશે દરેક જાણે છે તે પૂર્ણ અને અખંડ છે. આ કારણોસર, પૂજા સમયે સોપારીને ગૌરી-ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે.આ રીતે પૂજા કરેલી સોપારીને તિજોરીમાં રાખવી જોઈએ. જેના કારણે લક્ષ્મી અને ગણેશ બંનેના આશીર્વાદ રહે છે. કારણ કે કહેવાય છે કે લક્ષ્મી પણ ત્યાં રહે છે જ્યાં બુદ્ધિ છે. એટલે કે, જ્યાં જ્ઞાનના સ્વામી ગણેશજીનું નિવાસસ્થાન છે, ત્યાં લક્ષ્મી પણ નિવાસ કરે છે.

શુક્રવાર માં લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે આ દિવસે પીળા કપડામાં 5 કોડી અને થોડું કેસર,ચાંદીના સિક્કા સાથે બાંધી દો તમે તેને તિજોરીમાં રાખો અથવા જ્યાં તમે પૈસા, ઝવેરાત વગેરે રાખો છો. તે જગ્યા પર મૂકો.થોડી હળદરની ગાંઠ્ઠો પણ સાથે રાખો. થોડા દિવસોમાં તેના શુભ પરિણામ આવવાનું શરૂ થઈ જશે.

જો તમને ધનની તંગી છે, તો આ ઉપાય ઓછામાં ઓછા પાંચ શનિવાર સુધી કરો. એક પીપળાનું પાન લો અને તેને સાફ કરો ઘીમાં લાલ સિંદૂર ઉમેરીને તે પાંદડા પર સિંદૂરથી ૐ લખો અને તેને તિજોરી અથવા પૈસા મુકવાની જગ્યાએ મૂકો. દર શનિવારે એક પાન રાખો, આ રીતે પાંચ પાંદડા થશે. આ ઉપાય કરવાથી આર્થિક સંકટ સમાપ્ત થાય છે.

દક્ષિણાવર્તી શંખનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેને ઘરની પૂજા કે તિજોરીમાં રાખવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તે તેની તરફ આકર્ષિત થાય છે, તે ખૂબ જ અસરકારક ઉપાય માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે તેનાથી માં લક્ષ્મી રંકને પણ રાજા બનાવે છે.દક્ષિણાવર્તી શંખને સોમ-પુષ્ય યોગમાં ઘરમાં રાખવો ખૂબ જ શુભ છે. તેને ઘરમાં રાખવાથી સુખ અને સમૃદ્ધિ બની રહે છે.

Leave a Reply

Your email address will not be published.