ટોપ મોડલ મિસ ઈન્ડિયા ફાઇનલિસ્ટ એ UPSC ઓલ ઈન્ડિયામાં મેળવ્યો 93 મો રેક, જુવો તસ્વીરો

મનોરંજન

એશ્વર્યા શ્યોરાન ટોપ મોડલ, અને મિસ ઇન્ડિયા ફાઇનલિસ્ટ રહી ચૂકી છે. સોશિયલ મીડિયા પર લોકો તેને બ્યુટિ વિથ સુપર બ્રેઇન કહીને તેના વખાણ કરી રહ્યા છે. વખાણ કરે પણ કેમ નહીં મોડલિંગના ક્ષેત્રમાં ટોચ પર રહેલીએશ્વર્યાએ હવે અભ્યાસના ક્ષેત્રમાં આટલું મોટું નામ કમાવ્યું છે.

મંગળવારે યુપીએસસી સીએસઈના પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમાં એશ્વર્યાએ 93 ક્રમ મેળવ્યો છે. સાયન્સનો અભ્યાસ કરતી એશ્વર્યાએ પોતાની ઇચ્છા શક્તિના દમ પર આ પદ પ્રાપ્ત કર્યું છે. તેની પસંદગી બાદ એશ્વર્યાએ મીડિયાને જણાવ્યું હતું કે મારી માતાએ મારું નામ ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને અભિનેત્રી એશ્વર્યા રાયના નામ પર રાખ્યું છે.

મમ્મી ઈચ્છતી હતી કે હું મોડેલિંગ અને ફેશન જગતમાં નામ કમાવ. એશ્વર્યાએ કહ્યું કે મમ્મી હજી પણ મને મિસ ઈન્ડિયા બનતા જોવા માંગે છે. હું મિસ ઈન્ડિયાના 21 ફાઇનલિસ્ટમાં પસંદગી પામી હતી. પરંતુ મારા માટે વહીવટી સેવામાં જવાનું હંમેશાં એક સ્વપ્ન હતું.આ માટે મેં મારી મોડલિંગ કારકિર્દીમાંથી વિરામ લીધો અને સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી શરૂ કરી. મોડેલિંગથી આઈએએસ બનવાનું સ્વપ્ન પૂરું કરવું સહેલું નહોતું પરંતુ તે અશક્ય પણ નહોતું. અને આખરે મને તેમાં સફળતા મળી.

એશ્વર્યાએ કહ્યું કે હું બાળપણથી અભ્યાસમાં સારી હતી. મેં યુ.પી.એસ.સી. પાસ કરવા માટે કોઈ કોચિંગ ક્લાસ નથી કર્યા. મે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની વિવિધ રીતો શોધી કાઠી. ઉદાહરણ તરીકે, વાંચતી વખતે, ફોન બંધ રાખ્યો હતો અને સોશિયલ મીડિયાથી અંતર બનાવ્યું હતું, પરંતુ નાનપણથી કરેલ સઘન અભ્યાસ કામ આવ્યો હતો.

એશ્વર્યા સાયન્સની વિદ્યાર્થી હતી. પરંતુ બાદમાં દિલ્હીની શ્રી રામ કોલેજ ઑફ કોમર્સમાં પ્રવેશ લીધો. તેના પિતા કર્નલ અજય કુમાર એનસીસી તેલંગાણા બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર છે.

તમને જણાવી દઈએ કે યુપીએસસી એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશને મંગળવારે 2019 ની સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું. તેમાં હરિયાણાના પ્રદીપસિંહે ટોપ કર્યું છે. બીજા નંબર પર જતીન કિશર અને ત્રીજા સ્થાને સુલતાનપુરથી પ્રતિભા વર્મા છે. તમને જણાવી દઇએ કે એશ્વર્યાની ફેશન થી વહીવટી સેવા સુધી પહોંચવાની આ યાત્રા પર, સેંકડો લોકો ટ્વિટર પર તેમને અભિનંદન આપી રહ્યા છે. જે રીતે તે મોડેલિંગની ટફ જોબથી બહાર આવી અને દેશમાં સર્વોચ્ચ કહેવાતી પરીક્ષા પાસ કરી, તે ઘણા લોકો માટે એક પ્રેરણાના બની ગઈ.

36 thoughts on “ટોપ મોડલ મિસ ઈન્ડિયા ફાઇનલિસ્ટ એ UPSC ઓલ ઈન્ડિયામાં મેળવ્યો 93 મો રેક, જુવો તસ્વીરો

  1. Pingback: ivermectin to buy
  2. Pingback: talicia medication

Leave a Reply

Your email address will not be published.