જ્યારે રાધાએ કાન્હાને કર્યો હતો સ્પર્શ કરવાનો ઇનકાર,જાણો શું હતું કારણ….

Uncategorized
  • કૃષ્ણ જન્માષ્ટમી 12 ઓગસ્ટે ઉજવવામાં આવશે. તે હિન્દુ ધર્મનો ખૂબ જ પવિત્ર તહેવાર છે. આ દિવસે બાલગોપાલના આગમન માટે ભક્તો દ્વારા તૈયારીઓ કરવામાં આવે છે. વ્રત-ઉપવાસ રાખવામાં આવે છે. તેમના માટે ઝૂલા શણગારવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓ અમર છે. તે લીલાઓ માંથી તેમની એક પ્રેમ લીલા પણ શામેલ છે. આ લીલા તેમણે રાધા રાની સાથે રચી હતી.

  • દુનિયાભરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રાધા નો પ્રેમ પ્રખ્યાત છે. ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા નો પ્રેમ અનોખો છે. બંને એકબીજાના હૃદયમાં રહે છે. પરંતુ એકવાર શ્રી કૃષ્ણે એવું કામ કર્યું કે રાધા સાથે બધી ગોપીઓ કૃષ્ણથી દૂર-દૂર રહેવા લાગી. રાધાએ કૃષ્ણને એ પણ કહ્યું કે ન કરો મને સ્પર્શ.

  • આ ઘટના પછી કૃષ્ણએ જે કર્યું તેની નિશાની આજે પણ ગોવર્ધન પર્વતની તળેટીમાં કૃષ્ણ કુંડના રૂપે હાજર છે.આ કુંડના નિર્માણનું કારણ રાધા કૃષ્ણ સંવાદ માનવામાં આવે છે જ્યારે રાધાએ કૃષ્ણને સ્પર્શ કરવાનો ઇનકાર કર્યો હતો.

  • તેનું કારણ તે હતું કે ભગવાન શ્રીકૃષ્ણએ કંશ દ્વારા મોકલેલા અસુર અરિષ્ટાસુરનો વધ કર્યો હતો.અરિષ્ટાસુર બળદ ના રૂપમાં વ્રજવાસીઓને ત્રાસ આપવા માટે આવ્યો હતો.બળદની હત્યા કરવાના કારણે રાધા અને ગોપી કૃષ્ણને ગૌનો વધ કરનાર માની રહી હતી.
  • કૃષ્ણે રાધાને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તેણે બળદને નહીં પરંતુ રાક્ષસનો વધ કર્યો છે. કૃષ્ણના સમજાવ્યા પછી પણ, જ્યારે રાધા માની નહીં,તો શ્રી કૃષ્ણે પોતાની એડી જમીન પર પટકાવી અને ત્યાં પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો.આ જલધારા માંથી એક કુંડ બની ગયો.
  • શ્રી કૃષ્ણે તીર્થોને કહ્યું કે તમે બધા અહીં આવો. કૃષ્ણના આદેશથી, બધાં તીર્થો રાધા કૃષ્ણ સમક્ષ હાજર થયાં. આ પછી બધા કુંડમાં પ્રવેશ્યા. શ્રી કૃષ્ણએ આ કુંડમાં સ્નાન કર્યું અને કહ્યું કે જે આ કુંડમાં સ્નાન કરશે તેને એક જ સ્થળે બધા તીર્થોમાં સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થશે.

Leave a Reply

Your email address will not be published.