જેણે જિંદગીના દુઃખથી લોકોને હસાવવાનું શીખી લીધું, આ રીતે બન્યા બોલીવુડના કોમેડી કિંગ

મનોરંજન
  • આજના સમયમાં, હસાવતા ઘણા સ્ટેન્ડઅપ કોમેડિયન સામે આવ્યા છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે આ કાર્ય ફક્ત એક જ વ્યક્તિ કરી શકતો હતો. તે કોમેડી કિંગ બીજું કોઈ નહિં પરંતુ જહોની લિવર છે જેણે કાલે તેનો 63 મો જન્મદિવસ ઉજવ્યો હતો. 14 ઓગસ્ટ 1957 ના રોજ આંધ્રપ્રદેશમાં જન્મેલા, જોની લિવરે બોલિવૂડની લગભગ 350 ફિલ્મોમાં કામ કર્યું છે અને હાસ્ય કલાકાર કેટેગરીમાં 13 ફિલ્મફેર એવોર્ડ જીત્યા છે.1984 માં પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર જોની વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવીએ.

  • મિમિક્રી કરીને પેન વેચતા હતા જોની
  • આંધ્રપ્રદેશમાં જન્મેલા જોની લિવરનો ઉછેર મુંબઈના ધારાવીમાં થયો હતો. તેના પિતા પ્રકાશ રાવ એક ખાનગી કંપનીમાં ઓપરેટર તરીકે નોકરી કરતા હતા અને માતા ઘરની સંભાળ રાખતી હતી. જ્યારે જોની સાતમા ધોરણમાં હતો, ત્યારે તેના ઘરની આર્થિક સ્થિતિ કથળી હતી,જેની અસર તેના અભ્યાસ પર પડી હતી. જોનીના જીવનનો સંઘર્ષ અહીંથી શરૂ થયો.જોની લિવરના પરિવારની આર્થિક સ્થિતિ જ્યારે કથળી ત્યારે તેણે પરિવારની સ્થિતિ સુધારવા માટે કામ કરવાનું નક્કી કર્યું.

  • જોની બોલિવૂડ સ્ટાર્સની ખૂબ જ સારી નકલ કરતો હતો. એટલું જ નહીં, તેને કલાકારોની જેમ ડાંસ કરવાનુ પણ આવડતું હતુ. જોની મુંબઈની શેરીઓમાં બોલિવુડ સ્ટાર્સની મિમિક્રી કરીને પેન વેચતા હતા. આ રીતે પેન વેચીને તેનું ઘર ચાલતુ હતુ. આ પછી, તેના પિતાએ તેમને હિન્દુસ્તાન લીવરમાં કામ અપાવ્યું.

  • આ રીતે જોની લીવર બન્યો કોમેડી કિંગ
  • જોની લિવરનું અસલી નામ જોન પ્રકાશ રાવ જનુમાલા છે. જોની જ્યારે હિન્દુસ્તાન લીવરની ફેક્ટરીમાં કામ કરતો હતો, ત્યારે તે તેની મિમિક્રી અને કોમેડીથી લોકોને હસાવતો હતો. ધીરે ધીરે તે અન્ય ફેક્ટરીઓ, કામદારો અને અધિકારીઓમાં ખૂબ લોકપ્રિય થઈ ગયો અને અહીંથી જ તેને ‘જોની લિવર’ નામ મળ્યું.

  • જોનીએ કામની સાથે-સાથે શો કરવાનું પણ શરૂ કર્યું અને તેને ઓળખ મળવા લાગી. બેબી તબસૂમે જોનીને ફિલ્મ ‘તુમ પર હમ કુર્બાન’ માં પહેલો બ્રેક આપ્યો હતો, જ્યારે સુનીલ દત્તે તેમની ફિલ્મ ‘દર્દ કા રિશ્તા’માં તેને કામ આપ્યું હતું.અહીંથી તેની કારકિર્દી શરૂઆત થઈ. આ પછી, ધીરે ધીરે જોનીને ઘણી ફિલ્મો મળવા લાગી અને તેણે સફળતાની સીડી ચઢવાનું શરૂ કર્યું.ફેક્ટરીથી લઈને મોટા પડદા સુધીની મુસાફરી જોનીએ ખૂબ જ સંઘર્ષ સાથે પાર કરી.ફિલ્મ ‘બાઝીગર’, ‘જુદાઇ’, ‘યસ બોસ’, ‘અનાડિ નંબર 1’, ‘કભી ખુશી કભી ગમ’, ‘ગોલમાલ -3’, ‘ગોલમાલ અગેઈન’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘હાઉસફુલ 4’માં કામ કરીને લોકોને પોતાની કોમેડીથી જોનીએ બધાને તેના ચાહકો બનાવ્યા છે.

  • જોનીએ વર્ષ 1984 માં સુજાતા સાથે લગ્ન કર્યા. આજે તેમને બે બાળકો છે, પુત્રી જેમી જોન લિવર અને પુત્ર જેસી લિવર. તેના બંને બાળકો પણ સ્ટેન્ડઅપ કોમેડિયન છે. આજના યુગમાં, જ્યારે ઘણા સ્ટેન્ડઅપ કોમેડિયન અશ્લીલ કોમેડીથી લોકોને હસાવવાનો પ્રયત્ન કરે છે,તો ત્યાં આજે પણ, જોની લિવર મિમિક્રી અને પોતાના અનોખા એક્સ્પ્રેશનથી લોકોનું મનોરંજન કરે છે.જોની લિવરના ચાહકોની સૂચિ જોઈને,એક વાત દાવાથી કહી શકાય કે ટીવીથી લઈને બોલીવુડ ઇન્ડસ્ટ્રી સુધી જેટલા પણ કોમેડિયન આવે અને જાય,લિવર જેવું કોઈ ન હતું, કોઈ નથી અને ક્યારેય નહિં હોય.

Leave a Reply

Your email address will not be published.